બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / Politics / NCP MP and Sharad Pawar's daughter Supriya Sule made a big statement

અટકળો તેજ / દેશના રાજકારણમાં નવા-જૂનીના એંધાણ: દિગ્ગજ નેતાએ કહ્યું '15 દિવસમાં થશે બે વિસ્ફોટ...', ઓપરેશન લોટસની આશંકા!

Malay

Last Updated: 12:04 PM, 18 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NCPના સાંસદ સુપ્રિયા સુલેના નિવેદનથી મહારાષ્ટ્રના રાજકારણમાં અટકળોનો દોર શરૂ થઈ ગયો છે. તેમણે જણાવ્યું કે 15 દિવસમાં બે મોટા રાજકીય ધડાકા થશે.

 

  • શરદ પવારની પુત્રી સુપ્રિયા સુલેએ મોટું નિવેદન
  • '15 દિવસમાં બે મોટા રાજકીય ધડાકા થશે'
  • મહારાષ્ટ્રમાં રાજકીય અટકળોનો દોર શરૂ

મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) સાંસદ સુપ્રિયા સુલેએ મોટું નિવેદન આપ્યું છે. સુલેએ દાવો કર્યો છે કે, આગામી 15 દિવસમાં બે રાજકીય વિસ્ફોટ થવાના છે. તેમણે કહ્યું કે, એક દિલ્હીમાં થશે અને બીજો મહારાષ્ટ્રમાં થશે. સુપ્રિયા સુલેનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે NCP નેતા અજીત પવારના ભાજપમાં જોડાવાની અટકળો ચાલી રહી છે.

Ajit Pawar | VTV Gujarati
અજીત પવાર (NCP નેતા)

રાજકીય અટકળોનો દોર શરૂ
સાંસદ સુપ્રિયા સુલેના આ નિવેદન બાદ મહારાષ્ટ્રમાં રાજકીય અટકળોનો દોર શરૂ થઈ ગયો છે. જ્યારે સુપ્રિયા સુલેને પૂછવામાં આવ્યું કે, અજીત દાદા ક્યાં છે? તો તેમણે જવાબ આપ્યો, 'તમે બધા ચેનલવાળા એક યુનિટ અજીત દાદાની પાછળ લગાવી દો. રાજ્યમાં અનેક સમસ્યાઓ છે, રાજ્યમાં ખોટી રીતે કામ થઈ રહ્યું છે, એક કાર્યક્રમમાં હાજર ન રહેવાથી આવું કંઈ નહીં થાય.' 

અજીત દાદા ભાજપમાં જોડાશે કે નહીં? આ સવાલ પર તેમણે કહ્યું, 'આ વાત દાદાને પૂછો, મારી પાસે ગોસિપ માટે સમય નથી, જનપ્રતિનિધિ તરીકે મારી પાસે ઘણું કામ છે, તેથી મને આ અંગે ખબર નથી.' 

અજિત પવાર વિધાનસભા પહોંચ્યા ત્યારે શરદ પવારની દીકરીએ તેમની સાથે જે કર્યું  તે જોઈને સૌ રહી ગયા દંગ | supriya sule welcome ajit-pawar in vidhan sabha  ncp congress
સુપ્રિયા સુલે અને અજીત પવાર

ભાજપમાં જોડાવાની અટકળો તેજ
વાસ્તવમાં ઉદ્ધવ જૂથના નેતાના દાવા બાદ અટકળોએ જોર પકડ્યું છે કે NCP નેતા અજીત પવાર ભાજપમાં જોડાઈ શકે છે. થોડા દિવસ પહેલા એનસીપી સુપ્રીમો શરદ પવાર અને સાંસદ સુપ્રિયા સુલેએ પુણેમાં રેલી કરી હતી, જેમાં અજિત પવાર હાજર રહ્યા નહોતા. જે બાદ તેમના ભાજપમાં જોડાવાની અટકળોએ જોર પકડ્યું હતું. જોકે, તેમણે સ્પષ્ટ કર્યું છે કે તેઓ રેલીમાં શા માટે સામેલ નહોતા થયા. 

નારાજ નથી અજીત પવારઃ સુપ્રિયા સુલે
આ પછી સુપ્રિયા સુલેએ મીડિયાને કહ્યું હતું કે, અજીત પવાર નારાજ નથી. તેમણે કહ્યું કે છત્રપતિ સંભાજી નગરમાં મહા વિકાસ અઘાડી (MVA)ની બેઠકમાં જયંત પાટીલનું ભાષણ થયું ન હતું. તેનો અર્થ એ નથી કે તેઓ ગુસ્સે છે. સુપ્રિયા સુલેએ કહ્યું કે, પહેલાથી જ નક્કી હતું કે દરેક MVA રેલીમાં માત્ર બે લોકો જ બોલશે. તેવી જ રીતે આ બધી અફવાઓ છે કે અજીત પવાર નારાજ છે. 

PM મોદીના કર્યા હતા વખાણ
એનસીપીના વડા શરદ પવારે તાજેતરમાં જ અદાણી કેસમાં કોંગ્રેસની જેપીસીની માંગને ફગાવી દીધી હતી. આ પછી તેમના અજીત પવારે પીએમ મોદીના વખાણ કર્યા હતા. આટલું જ નહીં તેમણે ઈવીએમ પર વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, મને ઈવીએમ પર​​પૂરો વિશ્વાસ છે. કોઈ એક વ્યક્તિ EVM સાથે છેડછાડ કરી શકતી નથી, તે એક મોટી સિસ્ટમ છે. હારેલી પાર્ટી ઈવીએમને દોષ આપે છે, પરંતુ તે લોકોનો જનાદેશ છે. તેમણે કહ્યું હતું કે, જે પાર્ટીના માત્ર બે સાંસદો હતા, તેમણે વર્ષ 2014માં પીએમ મોદીના નેતૃત્વમાં જનાદેશ સાથે સરકાર બનાવી અને દેશના દૂર-દૂરના વિસ્તારોમાં પહોંચી, તો શું આ મોદીનો કરિશ્મા નથી? 

મહારાષ્ટ્રમાં એકનાથ શિંદેએ પાડ્યો વધુ એક મોટો ખેલ, ઉદ્ધવ ઠાકરેની ઉંઘ થઈ  હરામ | eknath shinde gives setback to aditya thackeray uddhav thackeray and  sharad pawar in maharastra
એકનાથ શિંદે (મુખ્યમંત્રી, મહારાષ્ટ્ર)

શું NDAમાં સામેલ થશે NCP?
વાસ્તવમાં જેમ જેમ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ મહારાષ્ટ્રમાં પણ સમીકરણો ઝડપથી બદલાઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. એક તરફ કોંગ્રેસ, આમ આદમી પાર્ટી સહિત વિવિધ વિપક્ષી પાર્ટીઓ મોદી સરકારને ઘેરવામાં વ્યસ્ત છે. અદાણી અને સાવરકરના મુદ્દે રાહુલ ગાંધી સતત ભાજપને ઘેરી રહ્યા છે, તો આમ આદમી પાર્ટી નકલી ડિગ્રી મુદ્દે PM મોદી અને તેમની સરકાર પર નિશાન સાધી રહી છે. આ બધાની વચ્ચે શરદ પવારે વિપક્ષના મુદ્દાઓ પર મક્કમ વલણ અપનાવ્યું છે. તેમણે તાજેતરમાં સાવરકર, અદાણી, પીએમની નકલી ડિગ્રીના મુદ્દે ભાજપને રાહત આપતા નિવેદનો આપ્યા હતા. શરદ પવારના નિવેદનને વિપક્ષી એકતા માટે મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે. 

NDAમાં સામેલ પક્ષો
મહારાષ્ટ્ર વિધાનસભામાં કુલ 288 સભ્યો છે. રાજકીય સમીકરણો અને પક્ષની સ્થિતિ પર નજર કરીએ તો NDA ગઠબંધનની સાથે જે પક્ષો છે, તેમના ધારાસભ્યોની સંખ્યા 162 છે, જે આ પ્રમાણે છે-

1 ભાજપ-105
2 શિવસેના (શિંદે જૂથ)- 40-3
3 પ્રાખર જનશક્તિ પાર્ટી - 2
4 અન્ય પક્ષો- 3
5 અપક્ષ 12

MVAમાં સામેલ ટીમો
બીજી તરફ જો આપણે વિપક્ષી ગઠબંધન મહાવિકાસ અઘાડી (MVA) વિશે વાત કરીએ તો તેમની પાસે કુલ 121 ધારાસભ્યો છે, જેમાં સૌથી વધુ ધારાસભ્યો (53) NCPના છે. MVA ગઠબંધનમાં સમાવિષ્ટ પક્ષો અને તેમના ધારાસભ્યોની સંખ્યા નીચે મુજબ છે-

1 NCP- 53
2  કોંગ્રેસ- 45
3  શિવસેના (ઉદ્ધવ જૂથ)- 17
4  સપા- 2
5  અન્ય પક્ષો- 4


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ