ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / nawazuddin siddiqui house helper in dubai says no money no food watch video

આક્ષેપ / 'ખાવા-પીવાના ફાંફાં છે..' નવાઝુદ્દીન સિદ્દિકી પર લાગ્યા ગંભીર આરોપ, પત્ની બાદ નોકરાણીએ ફોડ્યો ફટાકડો

Published By: Premal

Last Updated: 06:08 PM, 20 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નવાઝુદ્દીન સિદ્દીકીની મુશ્કેલીઓ અટકવાનુ નામ લઇ રહી નથી. એકબાજુ તેમની પત્ની આલિયાએ તેમના પર ગંભીર આરોપ લગાવ્યાં છે. તો હવે તેમની નોકરાણીએ રડતા-રડતા દુબઈમાંથી એક વીડિયો શેર કર્યો છે.

ADVERTISEMENT

  • નવાઝુદ્દીન સિદ્દીકીની મુશ્કેલીઓમાં થયો વધારો
  • નવાઝુદ્દીનની પત્ની આલિયાએ તેમના પર ગંભીર આરોપ લગાવ્યાં
  • હવે તેમની નોકરાણીએ નવાઝુદ્દીન પર લગાવ્યાં ગંભીર આરોપ 

નવાઝુદ્દીન સિદ્દીકીની મુશ્કેલી વધી 

બોલીવુડ અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકીના ખાનગી જીવનમાં ઉથલ-પાથલ મચી છે. અભિનેતાની મુશ્કેલીઓ હવે દરરોજ વધી રહી છે. અભિનેતા અને તેમની માતા સામે પણ કેસ નોંધવામાં આવ્યો. હવે નવાઝુદ્દીન સિદ્દીકીની નોકરાણી સપના રૉબિને રડતા-રડતા સોશિયલ મીડિયામાં એક વીડિયો શેર કર્યો. 

નવાઝુદ્દીન સિદ્દીકી પર લાગ્યો વધુ એક આરોપ 

આ વીડિયો નવાઝુદ્દીન સિદ્દીકીની પત્ની આલિયાના વકીલ રિઝવાને તેના ટ્વિટર પર શેર કર્યો. વીડિયોમાં નોકરાણી રડતા-રડતા કહી રહી છે કે તે દુબઈ વાળા ઘરમાં ખાધા-પીધા વગર રહે છે. નવાજે હાલમાં તેને અહીં એકલી છોડી છે. સપનાએ નવાજ પર પગાર ન આપવાનો પણ આરોપ લગાવ્યો છે. 

આલિયાના વકીલે શેર કર્યો વીડિયો 

મહત્વનું છે કે નવાઝુદ્દીન સિદ્દીકીના બાળકો અત્યારે દુબઈમાં રહે છે અને તેઓની સારસંભાળ માટે સપના ત્યાં રહે છે. જેના માટે તેને અભિનેતા મોટી રકમમાં પગાર પણ આપે છે. આલિયાના વકીલે આ વીડિયોને શેર કરી ઘણા મોટા દાવા કર્યા. આ સાથે તેમણે પોસ્ટ શેર કરીને એક લાંબી-પહોળી કેપ્શન પણ લખી. 

કહ્યું, મને દુબઈમાં એકલી છોડી દીધી 

નવાઝુદ્દીન સિદ્દીકી પર આરોપ મુકતા વકીલે લખ્યું, સપનાને ખોટી હાયરિંગ કરીને દુબઈ મોકલવામાં આવી હતી. સરકારી રેકોર્ડમાં લખ્યું છે કે સપના એક સેલ્સ મેનેજર તરીકે દુબઈ ગઇ હતી, પરંતુ દુબઈમાં તે નવાજના ઘરે ઘરકામ કરે છે. આ ઉપરાંત તેમણે એવો પણ દાવો કર્યો કે સપનાની હાયરિંગ થયા બાદ તેને પગાર આપવામાં આવ્યો નથી. જ્યારથી બાળકો ભારતમાં આવ્યાં છે ત્યારથી તેને દુબઈવાળા ઘરમાં એકલી છોડી દીધી છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Nawazuddin Siddiqui Nawazuddin Siddiqui House Helper નવાઝુદ્દીન સિદ્દિકી Nawazuddin Siddiqui

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ