બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
વાસ્તુ ટીપ્સ
આ વર્ષે શરદ નવરાત્રીમાં માં દુર્ગા હાથી પર સવાર થઇને આવી છે. માં દુર્ગા જ્યારે પણ હાથી પર સવાર થઇને આવે છે ત્યારે ઘણાં શુભ સંકેતો સાથે લઇને પધારે છે. એવું કહેવાય છે કે માતાજી જ્યારે પણ હાથી પર સવાર થઇને જ્યારે આવે છે ત્યારે ખૂબ વરસાદ અને ચારેયબાજુ લીલોછમ વાતાવરણ છવાઇ જાય છે.
પીતળનાં હાથી
વાસ્તુ અનુસાર, બેઠકમાં જો પીતળનો એક નાનકડો હાથી રાખવામાં આવે તો ઘરમાં સકારાત્મક ઊર્જાનો પ્રવેશ થાય છે. પીતળનો હાથી નકારાત્મકતાને દૂર કરી સફળતાના પગથિયાં ચડવામાં મદદરૂપ થાય છે.
હાથીનો ફોટો કે પ્રતિમા
ઘરના લિવીંગ એરિયામાં જો હાથીનો ફોટો કે પ્રતિનમાં મૂકવામાં આવે તો આયુષ્યમાં વૃદ્ધિ થાય છે. પણ આ હાથીની સૂંઢ ઉપર તરફ હોવી જરૂરી છે. તેનાથી ઘરમાં સુખ શાંતિ કાયમ રહે છે. હાથીનો ફોટો કે પ્રતિમાં ઉત્તરદિશામાં મૂકવું શુભકારી છે.
ADVERTISEMENT
ચાંદીનો હાથી
ઘરમાં તિજોરી કે પૈસાની જગ્યાએ હાથી રાખવું શુભ માનવામાં આવે છે. તેનાથી માં લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ભક્તને આર્થિક વૃદ્ધિ પણ કરાવે છે. જો કોઇની કુંડલીમાં પંચમ અને બારમા ભાવમાં રાહુ હેરાન કરે છે તો તેનામાં પણ રાહત મળે છે.
બેડરૂમમાં હાથીનું જોડલું
વાસ્તુ અનુસાર બેડરૂમમાં હાથીનું જોડલું રાખવાથી દાંપત્ય જીવનમાં ખુશીઓ આવે છે. તેનાથી પતિ-પત્ની વચ્ચે ચાલતા નાના-મોટાં ઝઘડાઓ પૂરાં થઇ જાય છે. જો તમે તમારા પાર્ટનર સાથેના પોતાનો સંબંધ વધુ મજબૂત બનાવવા ઇચ્છો છો તો બેડરૂમમાં હાથીનું જોડલું જરૂરથી મૂકજો.
ADVERTISEMENT
ઘરમાં ક્યાં રાખશો હાથી?
હાથીનો ફોટો કે પ્રતિમા દક્ષિણ કે પશ્ચિમ દિશામાં ન રાખવા જોઇએ. ઘર કે દુકાનમાં હાથીનો એવો ફોટો ન લગાવવો કે જેમાં હાથીની સૂંઢ નીચે તરફ નમેલી હોય. જો તમે હાથીનું જોડલું ઘરમાં રાખો છો તો તેમના ચહેરા એકબીજાની સામે હોવા જોઇએ.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.