બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / કૈલાશ પર્વત પર જેટલા ગયાં તેટલા મર્યાં, કાંતો વચ્ચેથી પાછા, જાણો કેમ નથી જઈ શકાતું, આ શખ્સ જ જઈ શકે
Last Updated: 11:16 AM, 6 November 2025
ભગવાન ભોળાનાથનું નિવાસસ્થાન એવો કૈલાશ પર્વત ઘણો રહસ્યમયી છે. સૌથી હેરાનીભરી વાત એ છે કે કૈલાશ પર્વતની ઊંચાઈ માઉન્ટ એવરેસ્ટ કરતાં ઘણી ઓછી છે, 6638 મીટર છે છતા પણ આજ દિન સુધી કોઈ પણ કૈલાશ પર્વત પર ચઢાઈ કરી શક્યું નથી જે લોકો પણ કૈલાશ પર્વત ચઢવા ગયા છે તેમને કાંતો અધવચ્ચેથી પાછા ફરી જવું પડ્યું છે અથવા તો તેમના મોત થયાં છે. તેના 5 કારણો સામે આવ્યાં છે.
ADVERTISEMENT
(1) એવી ધાર્મિક માન્યતા છે કે કૈલાસ પર ચઢવું એ ભગવાન શિવની ગરિમાનું ઉલ્લંઘન માનવામાં આવે છે. આ જ કારણ છે કે ભક્તો ફક્ત તેની પરિક્રમા કરે છે, ચઢતા નથી.
(2) બીજું કારણ હવામાન છે. અહીં ગમે ત્યારે બરફના તોફાન આવી શકે છે, જે જીવલેણ જોખમ ઊભું કરી શકે છે.
ADVERTISEMENT
(3) વૈજ્ઞાનિકો કહે છે કે કૈલાસની આસપાસનું ચુંબકીય ક્ષેત્ર ખૂબ જ મજબૂત છે, જેના કારણે હોકાયંત્રો અને ઇલેક્ટ્રોનિક ઉપકરણો નિષ્ફળ જાય છે. પર્વતારોહકોને નેવિગેટ કરવામાં મુશ્કેલી પડે છે અને તેઓ દિશા ગુમાવી દે છે.
(4) કેટલાક પર્વતારોહકો દાવો કરે છે કે કૈલાશ પહોંચતાની સાથે જ તેઓ એક વિચિત્ર ઊર્જા અનુભવે છે, તેમનું માથું ફરવા લાગે છે અને તેમનું શરીર ખૂબ જ થાકેલું લાગે છે.
ADVERTISEMENT
(5) અહીં સમય ઝડપથી વધે છે, અને તેમના વાળ અને નખ થોડા કલાકોમાં મોટા થઈ જાય છે.
કૈલાશ ચઢતી વખતે શું શું થાય છે?
ADVERTISEMENT
આ ઉપરાંત પણ કૈલાશ પર્વતની ટોચ પર જતી વખતે બીજી ઘણી ઘણી રહસ્યની ઘટનાઓ બને છે. જેટલા લોકોએ કૈલાશ પર્વત ચઢવાનો પ્રયાસ કર્યો છે તેઓ કાંતો માર્યા ગયા છે અથવા અધવચ્ચેથી પાછા આવ્યાં છે.
વાળ અને નખ વધવા લાગે છે
ADVERTISEMENT
કૈલાસ પર્વતને વિશે એવી વાત સાંભળવા મળી છે કે અનેક પર્વતારોહકોએ તેની પર ચઢાણ કરવાની કોશિશ કરી પણ તે અસંભવ રહ્યું. કેમકે અહીં શરીરના વાળ અને નખ ઝડપથી વધવા લાગે છે. તમારા વાળ અને નખ 2 દિવસમાં એટલા વધી જાય છે જેટલા 2 અઠવાડિયામાં વધે. આ સિવાય અહીં મોટા પ્રમાણમાં રેડિયોએક્ટિવ પણ છે. આ પર્વત ન ચઢી શકવા પાછળ અનેક વાતો પ્રચલિત છે. કેટલાક લોકો માને છે કે અહીં શિવજી નિવાસ કરે છે અને આ માટે કોઈ જીવિત વ્યક્તિ અહીં ઉપર સુધી જઈ શકતું નથી.
વ્યક્તિ દિશાહિન થઈ જાય છે
ADVERTISEMENT
કૈલાસ પર્વત પર થોડે ઉપર સુધી પહોંચ્યા બાદ વ્યક્તિ દિશાહીન બની જાય છે. કોઈ દિશા વિના ચઢાઈ કરવું મોતને આમંત્રણ આપવા સમાન છે. આ માટે કોઈ આજ સુધી આ પર્વત પર પહોંચી શક્યું નથી.
ચહેરા પર દેખાવવા લાગે છે ઉંમર
કહેવાય છે કે જે પણ આ પહાડ પર ચઢવાની કોશિશ કરે છે તે આગળ વધી શકતા નથી. તેનું હ્રદય પરિવર્તન થઈ જાય છે. અહીંની હવાની વાત અલગ છે. શરીર સૂકાવવા લાગે છે અને ચહેરા પર ઉંમર અનુભવાય છે.
શું કોઈ કૈલાશ પર્વત પર ચઢી શકે?
ધાર્મિક માન્યતા અનુસાર, સિદ્ધ અને બુદ્ધ કક્ષાના કોઈ યોગી જ પર્વતની ટોચ સુધી પહોંચી શકે છે. સામાન્ય માણસ કદી પણ પહાડની ટોચ સુધી પહોંચી શકતો નથી. વિજ્ઞાન ગમે તેટલી પ્રગતિ કરે તેમ છતાં પણ ત્યાં જવું અશક્ય છે.
કૈલાશ પર્વત પર કોઈ કોઈ જઈ શકતું નથી?
હકીકતમાં ધાર્મિક માન્યતા અનુસાર, કૈલાશ પર્વત પર સાક્ષાત ભગવાન શિવ ધ્યાન અને સમાધિમાં લીન છે એટલે ફક્ત ભગવાન ભોળાનાથ જેવા કોઈ સિદ્ધ બુદ્ધ કે યોગી પુરુષ જ ત્યાં જઈ શકે છે અને શિવની ચેતનાનો અનુભવ કરી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.