ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / રેપિડો રાઇડરે યુવતીને 33 કરોડ દેવતાઓની યાદ કરાવી દીધા

વાયરલ / રેપિડો રાઇડરે યુવતીને 33 કરોડ દેવતાઓની યાદ કરાવી દીધા

Last Updated: 10:39 AM, 25 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાલ ઈન્ટરનેટ પર એક વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જે એક છોકરીએ રેપિડો રાઇડ પર જતાં રેકોર્ડ કર્યો હતો. તે વાતાવરણનો આનંદ માણતી જોવા મળે છે, પરંતુ અચાનક એવું શું થાય છે કે આ વીડિયો વાયરલ બની ગયો?

ADVERTISEMENT

પહેલાંનો સમય કંઈક અલગ હતો, જ્યારે લોકો પાસે ફોન ન હતો. હવે તો દરેક વ્યક્તિ પાસે ફોન જોવા મળશે અને તે પણ સ્માર્ટફોન હશે. ઘણાં લોકો આઈફોન પણ ઉપયોગ કરતા હોય છે.

આજકાલ બાળકો પણ ફોનનો ઉપયોગ કરી રહ્યા છે અને જે લોકો પાસે ફોન હોય છે, તેઓ મોટાભાગે સોશિયલ મીડિયા પર પણ જોવા મળે છે. જો તમે સોશિયલ મીડિયા પર છો, તો તમે જોતાં જ હશો કે દરરોજ ઘણા વીડિયો વાયરલ થતા હોય છે.

હાલમાં વાયરલ થતો એક વીડિયો એવો છે જેમાં એક છોકરી રેપિડો રાઇડમાં બાઈક પાછળ બેસી રહી છે અને ક્યાંક જઈ રહી છે. તે સમયે એણે હેલમેટ પહેર્યું નથી. હવે એવું બની શકે કે રેપિડો વાળાએ તેને હેલમેટ આપ્યુ જ ન હોઈ, કારણ કે વીડિયોના અંતે પણ તે હેલમેટ વગર જોવા મળે છે.

શું છે વાયરલ વીડિયોમાં

શરૂઆતમાં છોકરીએ રેપિડો રાઇડ પર જતાં વીડિયો રેકોર્ડ કર્યો હતો અંતે તે વીડિયો બંધ કરવાનો વિચાર કરતી હતી કે એ સમયે કાંડા થાય છે. રેપિડો વાળાની બાઈક કોઈ સાથે અથડાય છે અને છોકરી પડી જાય છે. પડી જવાથી એનો પગ બાઈકના નીચે ફસાઈ જાય છે અને તે ચીસો પાડીને કહે છે, "ભાઈ મારો પગ, પગ, પગ, મારો પગ".

ત્યાર બાદ એ શખ્સ તેને ઉભી કરતો જોવા મળે છે. વીડિયોમાં લખાયું છે, "આજે રેપિડો વાળા ભાઈએ બધા ભગવાન એકસાથે યાદ અપાવી દીધા."

અહીં જુઓ વાયરલ વીડિયો

વીડિયો પર આવેલી કમેન્ટ્સ

આ વાયરલ વીડિયો જોઈને એક યુઝરે કમેન્ટ કરી, "બની ગઈ રીલ, કેવી લાગે છે?" બીજા યુઝરે લખ્યું - "આ તો મોયે મોયે થઈ ગયું દીદીનું, રીલની રેલ બની ગઈ." ત્રીજા યુઝરે લખ્યું - "રીલના ચક્કરમાં બેચારીની રેલ બની ગઈ."

વધુ વાંચો: VIDEO: રાજસ્થાનમાં આખેઆખો પહાડ પત્તાની માફક ધરાશાયી, જુઓ ખોફનાક વીડિયો

આ વાયરલ વીડિયો @Deadlykalesh નામના એક એકાઉન્ટ પર એક્સ પ્લેટફોર્મ પર પોસ્ટ કરવામાં આવ્યો છે. પોસ્ટ કરતી વખતે કેપ્શન લખાયું છે, "રીલ બનાવી રહી હતી બાઈક ટેકસી પર બેસીને, બાઈક ટેકસી વાળા એ ઠોકી દીધી ." અત્યાર સુધીમાં આ વીડિયો 2 લાખ 86 હજારથી વધુ લોકોએ જોઈ લીધો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Rapido Ride Viral Video Bike Ride Viral Video
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ