ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / વધુ એક સરકારી નોકરીની શાનદાર તક, ચૂક્યાં તો રહી ગયા, જાણો પગારધોરણ, છેલ્લી તારીખ

તમારા કામનું / વધુ એક સરકારી નોકરીની શાનદાર તક, ચૂક્યાં તો રહી ગયા, જાણો પગારધોરણ, છેલ્લી તારીખ

Published By: Priykant Shrimali

Last Updated: 10:12 AM, 29 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

UPSC Recruitment 2025 : UPSC ભરતી 2025 અંતર્ગત સહાયક નિયામકની પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા સહિતની વિગતો, જાણો આ ભરતીને લઇ તમામ વિગતો

ADVERTISEMENT

UPSC Recruitment 2025 : તાજેતરમાં સરકારી નોકરી શોધી રહેલ ઉમેદવારો માટે એક મોટી અપડેટ સામે આવી છે. વાસ્તવમાં યુનિયન પબ્લિક સર્વિસ કમિશન એટલે કે UPSCએ સહાયક નિયામક ભરતી માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ ભરતી પ્રક્રિયામાં કુલ 45 જગ્યાઓ ભરવા માટે UPSC દ્વારા ઓનલાઈન અરજીઓ મંગાવાઈ છે. નોંધનીય છે કે, ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને આ ભરતી માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 14 ઓગસ્ટ 2025 છે. હવે જાણીએ UPSC ભરતી 2025 અંતર્ગત સહાયક નિયામકની પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા સહિતની વિગતો.

UPSCએ કઈ પોસ્ટ માટે જાહેર કરી ભરતી ?

UPSC દ્વારા જાહેર કરાયેલ સૂચના અનુસાર સહાયક નિયામકની પોસ્ટ માટે કુલ 45 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. જેથી હવે આ પોસ્ટમાં લાયક ઉમેદવારો કમિશનની સત્તાવાર વેબસાઇટ upsc.gov.in પર જઈને ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકે છે. નોંધનીય છે કે, ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 14 ઓગસ્ટ 2025 છે.

હવે જાણો આ ભરતીમાં શૈક્ષણિક લાયકાત કેટલી છે ?

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન એટલે કે UPSCએ જાહેર કરેલ આ ભરતી અંગે ઉમેદવારોની શૈક્ષણિક લાયકાતમાં માન્ય યુનિવર્સિટીમાંથી કમ્પ્યુટર એપ્લિકેશન્સ / કમ્પ્યુટર સાયન્સમાં માસ્ટર ડિગ્રી અથવા માસ્ટર ઓફ ટેકનોલોજી (M.Tech.) (કમ્પ્યુટર એપ્લિકેશન્સમાં વિશેષતા સાથે) અથવા બેચલર ઓફ એન્જિનિયરિંગ (BE) / બેચલર ઓફ ટેકનોલોજી (B.Tech.) કમ્પ્યુટર એન્જિનિયરિંગ / કમ્પ્યુટર સાયન્સ / કમ્પ્યુટર ટેકનોલોજીમાં ડિગ્રી અથવા માન્ય યુનિવર્સિટીમાંથી કમ્પ્યુટર એપ્લિકેશન્સ / કમ્પ્યુટર સાયન્સમાં ડિગ્રી અથવા ઇલેક્ટ્રોનિક્સ / ઇલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશન એન્જિનિયરિંગમાં ડિગ્રી અથવા સમકક્ષ અથવા માન્ય યુનિવર્સિટીમાંથી માસ્ટર ડિગ્રી અથવા સમકક્ષ અથવા એન્જિનિયરિંગમાં ડિગ્રી હોવી આવશ્યક છે.

UPSCની આ ભરતીમાં વય મર્યાદા કેટલી છે ?

UPSC દ્વારા જાહેર કરાયેલ સહાયક નિયામકની પોસ્ટની ભરતી માટે જનરલ અને EWS ઉમેદવારોની મહત્તમ વય મર્યાદા 35 વર્ષ, OBC: 38 વર્ષ, SC-ST :40 વર્ષ અને PwBD શ્રેણીના ઉમેદવારોની મહત્તમ વય મર્યાદા 45 વર્ષ સુધી હોવી જોઈએ.

જાણો ભરતીને લઇ તમામ વિગતો આ PDF માં : UPSC Recruitment 2025

હવે સૌથી મહત્વની વાત કે પગાર કેટલો હશે ?

આપણે કોઈપણ સરકારી ભરતી જાહેરાત આવે એટલે પહેલા જોઈએ કે આ ભરતીમાં પગાર કેટલો હશે ? આપણે આ તાજેતરની UPSCની ભરતીની વાત કરીએ તો આ ભરતીમાં પસંદ પામેલા ઉમેદવારોને સાતમાં પગાર પંચના પે મેટ્રિક્સમાં લેવલ- 10 પ્રમાણે પગાર મળવા પાત્ર રહેશે.

હવે જાણો આ ભરતી માટે કેટલો અનુભવ જરૂરી ?

UPSC દ્વારા જાહેર કરાયેલ સૂચના અનુસાર સહાયક નિયામકની પોસ્ટ માટે ઇલેક્ટ્રોનિક ડેટા પ્રોસેસિંગમાં બે વર્ષનો અનુભવ જેમાં EQ-A(i) સાથે વાસ્તવિક પ્રોગ્રામિંગનો અનુભવ શામેલ છે અથવા ઇલેક્ટ્રોનિક ડેટા પ્રોસેસિંગ કાર્યમાં ત્રણ વર્ષનો અનુભવ, જેમાંથી ઓછામાં ઓછો એક વર્ષનો અનુભવ EQ-A સાથે વાસ્તવિક કમ્પ્યુટર પ્રોગ્રામિંગમાં હોવો જોઈએ અથવા ઇલેક્ટ્રોનિક ડેટા પ્રોસેસિંગ કાર્યમાં ચાર વર્ષનો અનુભવ જેમાંથી ઓછામાં ઓછો બે વર્ષનો અનુભવ EQ-A(iii) સાથે કમ્પ્યુટર પ્રોગ્રામિંગમાં હોવો જોઈએ અથવા ઇલેક્ટ્રોનિક ડેટા પ્રોસેસિંગ કાર્યમાં ચાર વર્ષનો અનુભવ જેમાંથી ઓછામાં ઓછો બે વર્ષનો અનુભવ EQ-A સાથે કમ્પ્યુટર પ્રોગ્રામિંગમાં હોવો જોઈએ.

આ પણ વાંચો : પોસ્ટ ઓફિસની દમદાર સ્કીમ, બસ રોજ કરો આટલા રૂપિયાનું સેવિંગ, હાથમાં આવશે રૂ. 1700000

હવે છેલ્લે જાણીએ કે અરજી કેવી રીતે કરશો ?

  • UPSC ભરતી 2025 ભરતી માટે અરજી કરવા ઉમેદવારોએ યુપીએસસીની વેબસાઈટ https://upsconline.gov.in/ora પર જવું
  • અહીં કરિયર ઓપ્શનમાં જઈને જેતે પોસ્ટ માટે અરજી કરી શકાશે.
  • અરજી કરતા પહેલા નોટિફિકેશન ધ્યાન પૂર્વક વાંચવું.
  • અરજી ફાઈનલ સબમીટ થયા બાદ પ્રિન્ટ કાઢી લેવી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

UPSC Recruitment Online Application Assistant Director Recruitment

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ