બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:23 PM, 15 April 2026
Prayagraj News: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજના કરછના વિસ્તારમાં ટ્રેન અકસ્માતમાં પાંચ લોકોના મોત થયા છે. રેલવેના જણાવ્યા અનુસાર એક મૃતદેહ મળી આવ્યો હોવાની માહિતી મળ્યા બાદ ટ્રેનને રોકી દેવામાં આવી હતી. ત્યારબાદ ચાર લોકો બીજી ટ્રેનની અડફેટે આવી ગયા હતા. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે.
ADVERTISEMENT
પ્રયાગરાજ ડિવિઝનમાં પુરુષોત્તમ એક્સપ્રેસની ટક્કરથી 5 લોકોના મોત થયા હતા. પ્રયાગરાજ ડિવિઝનના કરચના-ભીરપુર સેક્શન વચ્ચે ટ્રેન નંબર 12312 (ડાઉન દિશા) ના ગાર્ડ અને લોકો પાઇલટે સાંજે 6:15 વાગ્યે ટ્રેક પર મૃતદેહો જોયાની જાણ કરી હતી. ત્યારબાદ ટ્રેનને રોકી દેવામાં આવી હતી, અને તે જ સમયે પુરુષોત્તમ એક્સપ્રેસની ટ્રેન નંબર 12801 (અપ દિશા) સાંજે 6:47 વાગ્યે પસાર થઈ રહી હતી.
આ દરમિયાન ચાર લોકો ટ્રેનની ટક્કરે પડ્યા હતા, જે બધાના ઘટનાસ્થળે જ મૃત્યુ થયા હતા. રેલવેએ જણાવ્યું છે કે ઘટના અંગે વહીવટી કાર્યવાહી કરવામાં આવી રહી છે.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ હાથ પકડીને ખેંચી, કરી કીસ, અને બનાવ્યો શારીરિક સંબંધ, નાસિક પીડિતાએ કહી આપવિતી
ADVERTISEMENT
રેલ્વે પોલીસ અધિક્ષકએ જણાવ્યું હતું કે ચાર મૃતકોમાંથી ત્રણની ઓળખ થઈ ગઈ છે. રેલ્વે સંપૂર્ણ તપાસ કરી રહી છે. જો કોઈ ગુનાહિત એંગલ મળશે તો જીઆરપી અને પોલીસ દ્વારા પણ કાર્યવાહી કરવામાં આવશે. રેલ્વે મૃતકોના સંબંધીઓને સંપૂર્ણ સહાય પૂરી પાડી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.