ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 06:29 PM, 15 April 2026
ADVERTISEMENT
Nashik News: નાસિક ટીસીએસ બીપીઓ કેસમાં પહેલી પીડિતાનું નિવેદન સામે આવ્યું છે, જેમાં નોકરીના બહાને મિત્રતા, બળજબરીથી સંબંધો, ધર્મ પરિવર્તન માટે દબાણ અને બ્લેકમેલ જેવા ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે.
ADVERTISEMENT
નાસિકના ટીસીએસ બીપીઓ કેમ્પસમાં કથિત ધર્મ પરિવર્તન અને જાતીય સતામણી કેસમાં પહેલી પીડિતાનું નિવેદન સામે આવ્યું છે. આ નિવેદનમાં મિત્રતા, નોકરીની લાલચ, લગ્નના ખોટા વચનો, બળજબરીથી સંબંધો, ધર્મ પરિવર્તન માટે દબાણ અને વ્યક્તિગત ફોટોગ્રાફ્સ સાથે બ્લેકમેલ સહિતના અનેક ગંભીર આરોપો મૂકવામાં આવ્યા છે. પીડિતાએ 2022 થી 2026 સુધીની ઘટનાઓની સમગ્ર કહાની એક હિન્દી ન્યૂઝ ચેનલ સમુહને વર્ણવી હતી. જેને લઇ આ કેસની ગંભીરતાની ખબર પડી રહી છે.
પીડિતાનાએ મીડિયાને જણાવ્યા મુજબ તે જાન્યુઆરી 2022 માં દાનિશ શેખને મળી હતી. તેઓ એક જ કોલેજમાં ભણતા હતા, તેથી તેઓ ઝડપથી મિત્ર બની ગયા. દાનિશ ઘણીવાર કામના બહાને તેની પાસે જતો હતો, અને તેમની વાતચીત ધીમે ધીમે વધતી ગઈ. આ સમય દરમિયાન એક કંપનીમાં એન્જિનિયર તરીકે ઓળખ આપી દાનીએ પીડિતાને ખાતરી આપી હતી કે તે તેને નોકરી અપાવી શકે છે. આ ખાતરીથી પીડિતા તેના પર વિશ્વાસ કરવા લાગી અને બંને નજીક આવ્યા.
ADVERTISEMENT
પીડિતાએ જણાવ્યું કે જુલાઈ 2022 માં, જ્યારે તે તેને મળી રહી હતી, ત્યારે દાનિશે અચાનક શારીરિક સંબંધ બનાવવાની માંગ કરી. તેણે તેણીને બળજબરીથી પોતાની તરફ ખેંચી અને ચુંબન કર્યું. જ્યારે પીડિતાએ પ્રતિકાર કર્યો, ત્યારે દાનિશે શાદી કરવા માગે છે તેમ કહ્યુ હતું. જેના કારણે તેણી મૂંઝવણમાં મુકાઈ ગઈ. તાત્કાલિક જવાબ આપવાને બદલે તેણે તેણીને કહ્યું કે તે પછીથી આ વિશે વિચારશે અને તેણીને જાણ કરશે.
આ પછી દાનિશે પીડિતા સાથે મળવાનું ચાલુ રાખ્યું અને તેણીનો વિશ્વાસ મેળવ્યો. અભ્યાસ પૂર્ણ કર્યા પછી પીડિતાએ દાનિશની સલાહ પર એક MNC માં ઇન્ટરવ્યુ આપ્યો અને તેને પસંદ કરવામાં આવી. દાનિશ પણ એક જ કંપનીમાં કામ કરતો હોવાથી બંને મળવાનું અને વાતચીત કરવાનું ચાલુ રાખ્યું. આ સમય દરમિયાન દાનિશના મિત્રો, તોસિફ અખ્તર અને નિદા ખાન પણ તેમની સાથે જોડાયા, ઘણીવાર કેન્ટીનમાં અથવા બહાર સાથે સમય વિતાવતા.
ADVERTISEMENT
પીડિતાના જણાવ્યા મુજબ આ દરમિયાન ધર્મ વિશે ચર્ચાઓ શરૂ થઈ. દાનિશ અને તોસિફ ઘણીવાર હિન્દુ ધર્મ અને ઇસ્લામ વચ્ચે ભેદ પાડતા અને તેમના ધર્મને શ્રેષ્ઠ સાબિત કરવાનો પ્રયાસ કરતા. તેઓ હિન્દુ રિવાજો અને માન્યતાઓ પર સવાલ ઉઠાવતા અને તેણીને ઇસ્લામ ધર્મ સ્વીકારવા માટે સમજાવવાનો પ્રયાસ કરતા. ધીમે ધીમે આ વાતચીતો દબાણમાં પરિણમી અને પીડિતા ધર્મ પરિવર્તન માટે દબાણ વધવા લાગ્યું
પીડિતાએ આરોપ લગાવ્યો કે ઓગસ્ટ 2024 માં દાનિશ તેને બાઇક પર ફરવા લઈ જવાના બહાને એક હોટલમાં લઈ ગયો. ત્યાં તેણે તેની સાથે બળજબરીથી શારીરિક સંબંધ બનાવ્યા. દાનિશના મિત્ર તોસિફને આ ઘટનાની જાણ થયા પછી મામલો વધુ વણસ્યો. ત્યારબાદ તોસિફે સંબંધનો લાભ ઉઠાવ્યો અને તેણીને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું અને તેની સાથે સંબંધ કરવા માટે દબાણ કર્યું.
ADVERTISEMENT
પીડિતાના જણાવ્યા મુજબ જ્યારે તેણીએ તોસિફની માંગણીઓનો ઇનકાર કર્યો, ત્યારે તેણે તેના પરિવારને આ સંબંધ વિશે જાણ કરવાની ધમકી આપી. વધુમાં તેણે વારંવાર તેણીને દબાણ કરવાનો પ્રયાસ કર્યો અને તેણીને કોઈને ન કહેવાનું કહ્યું. ઓફિસમાં પણ તોસિફ તેની સાથે અશ્લીલ વર્તન કરતો તેણીની કમર અને શરીરના નીચેના ભાગને પકડી રાખતો, જેનાથી તેણી અત્યંત અસ્વસ્થતા અને શરમ અનુભવતી.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ નેશનલ / સગીર છોકરીઓના અશ્લીલ 350 વીડિયો વાયરલ કર્યા,ભાજપ સાંસદે કહ્યું-180 છોકરીઓ ભોગ બની
પીડિતાએ એમ પણ જણાવ્યું કે દાનિશ અને તોસિફ સતત તેણીને ઇસ્લામ ધર્મ પરિવર્તન માટે દબાણ કરતા. તેઓ હિન્દુ ધર્મ વિરુદ્ધ બોલતા અને તેણીને ઇસ્લામ ધર્મ પરિવર્તન કરવા દબાણ કરતા. જો તેણી તેનું પાલન ન કરે તો તેઓએ તેણીના ખાનગી ફોટા સોશિયલ મીડિયા પર પ્રકાશિત કરવાની ધમકી આપી.
ADVERTISEMENT
પીડિતાનું કહેવું છે કે જુલાઈ 2022 થી ફેબ્રુઆરી 2026 દરમિયાન તેણીને વારંવાર છેતરવામાં આવી હતી. દાનિશે તેના લગ્ન છુપાવ્યા અને ખોટા વચનો આપીને તેણીને લલચાવી, વિવિધ સ્થળોએ ઘણી વખત તેની સાથે શારિરિક સંબંધ બનાવવા દબાણ કર્યું. આ દરમિયાન તોસિફે વારંવાર ઓફિસમાં તેણીની છેડતી અને બળજબરી કરી. આ ઘટનાઓએ તેણીને માનસિક અને ભાવનાત્મક રીતે ભાંગી નાખી.
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT