બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / તમારા કામનું / સરકાર આપી રહી છે 35% સબસિડી અને 50 લાખ રૂપિયા સુધીની લોન! જાણો કોને અને કેવી રીતે મળશે લાભ

નેશનલ / સરકાર આપી રહી છે 35% સબસિડી અને 50 લાખ રૂપિયા સુધીની લોન! જાણો કોને અને કેવી રીતે મળશે લાભ

Last Updated: 08:54 PM, 5 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બેરોજગાર યુવાઓને રોજગાર આપવા અને તેમને આત્મનિર્ભર બનાવવા માટે મહારાષ્ટ્ર સરકારે એક યોજના શરૂ કરી છે. જેમાં સબસિડીવાળી 50 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવશે.

મહારાષ્ટ્ર સરકારે રાજ્યના બેરોજગાર યુવાનોને રોજગારની તકો પૂરી પાડવા અને તેમને આત્મનિર્ભર બનાવવા માટે મુખ્યમંત્રી રોજગાર સૃજન કાર્યક્રમ (CMEGP) નામની એક યોજના શરૂ કરી છે. આ યોજના ખાસ કરીને એવા યુવાનો માટે છે જેઓ શિક્ષિત છે પણ નોકરી મળી નથી રહી અથવા પોતાનું કંઈક કરવા માંગે છે. આ યોજનાનો લાભ લઈને યુવાનો પોતાનો વ્યવસાય શરૂ કરી શકે છે, જેમાં સરકાર તેમને આર્થિક મદદ પણ કરશે.

  • વ્યવસાય શરૂ કરવા માટે મળશે મોટી લોન

આ યોજના મહારાષ્ટ્ર સરકારના ઉદ્યોગ નિયામક મંડળ દ્વારા ચલાવવામાં આવી રહી છે. જા લાયક ઉમેદવારોને મેન્યુફેક્ચરિંગ માટે 50 લાખ રૂપિયા અને સેવા ક્ષેત્ર માટે 20 લાખ રૂપિયા સુધીની બેંક લોન આપવામાં આવી રહી છે. આ લોન પર સરકાર દ્વારા સબસિડી પણ આપવામાં આવે છે.

  • શહેરો અને ગામડાઓ માટે અલગ અલગ સબસિડી
    આ યોજનામાં સબસિડી શહેરી અને ગ્રામીણ વિસ્તારો માટે અલગ અલગ આપવામાં આવે છે. સામાન્ય વર્ગના લોકોને ગ્રામીણ વિસ્તારોમાં 25% અને શહેરી વિસ્તારોમાં 15% સબસિડી મળશે. જ્યારે અનામત વર્ગ એટલે કે SC, ST, મહિલાઓ, અપંગ અને ભૂતપૂર્વ સૈનિકોને ગ્રામીણ વિસ્તારોમાં 35% અને શહેરી વિસ્તારોમાં 25% સબસિડી મળે છે. આ સાથે લાભાર્થીએ કુલ ખર્ચના ઓછામાં ઓછા 5% પોતાના તરફથી રોકાણ કરવું ફરજિયાત છે.
  • કોણ કરી શકે અરજી ?
    આ યોજનાનો લાભ ફક્ત 18 થી 45 વર્ષની ઉંમરના યુવાનો જ લઈ શકશે. જોકે, SC, ST અને મહિલાઓને વય મર્યાદામાં 5 વર્ષની છૂટ આપવામાં આવી છે. આ સિવાય અરજદારે પહેલાં ક્યારેય કોઈપણ સરકારી સબસિડી યોજનાનો લાભ લીધો ન હોવો જોઈએ.
  • શૈક્ષણિક લાયકાત પણ જરૂરી

જો વ્યવસાય માટે 10 લાખ રૂપિયા સુધીની લોનની જરૂર હોય તો ઉમેદવાર ઓછામાં ઓછો 7મું પાસ હોવો જોઈએ. જો તમારે 25 લાખ રૂપિયા સુધીની લોન જોઈતી હોય, તો ઓછામાં ઓછું 10મું પાસ હોવું જરૂરી છે.

તમે આ ક્ષેત્રોમાં વ્યવસાય શરૂ કરી શકો છો

  • ઉત્પાદન ક્ષેત્રમાં
  1. બેકરી ઉત્પાદનો બનાવવી
  2. પ્રાણીઓ માટે ચારાનું ઉત્પાદન
  3. ચંપલ અને જૂતા બનાવવાનું


વધુ વાંચો : ટ્રેનમાં મોબાઈલ ચોરાઈ જાય તો મૂંઝાતા નહીં, આ એપની મદદથી ફટાફટ પાછો મળી જશે!

  • સેવા ક્ષેત્રમાં
  1. બ્યુટી પાર્લર
  2. મોબાઇલ રિપેરિંગનો વ્યવસાય
  3. હેર સલૂન
  • અરજી માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ

આ યોજના માટે અરજી કરતી વખતે કેટલાક મહત્વપૂર્ણ દસ્તાવેજો સબમિટ કરવા પડશે જેમાં  પાસપોર્ટ સાઇઝ ફોટો, આધાર કાર્ડ, પાન કાર્ડ, જન્મ પ્રમાણપત્ર
શાળા છોડ્યાનું પ્રમાણપત્ર આપવાનું થશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Maharashtra Government Subsidy Government Schemes
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ