બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / આસામમાં નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ, હિમતા બિસવા શર્મા ફરી મુખ્યમંત્રી પદ સંભાળશે

રાજનીતિ / આસામમાં નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ, હિમતા બિસવા શર્મા ફરી મુખ્યમંત્રી પદ સંભાળશે

Priykant Shrimali

Last Updated: 08:36 AM, 12 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Assam CM : ભાજપની આગેવાની હેઠળ એનડીએ સરકાર આસામમાં સતત ત્રીજી વખત સત્તામાં આવી રહી છે, જેના કારણે પાર્ટી કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે

Assam CM : હિમતા બિસવા શર્મા આજે સતત બીજા કાર્યકાળ માટે આસામના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરવા જઈ રહ્યા છે. ગુવાહાટીના વેટરનરી કોલેજ મેદાનમાં યોજાનારો આ ભવ્ય સમારોહ રાજ્યના રાજકારણ માટે ઐતિહાસિક માનવામાં આવી રહ્યો છે. સવારે 11:40 વાગ્યે યોજાનારા આ કાર્યક્રમમાં દેશભરના અનેક દિગ્ગજ નેતાઓ અને મહાનુભાવો હાજરી આપશે.

ભાજપની આગેવાની હેઠળ એનડીએ સરકાર આસામમાં સતત ત્રીજી વખત સત્તામાં આવી રહી છે, જેના કારણે પાર્ટી કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મુખ્યમંત્રી સાથે ચાર મહત્વના નેતાઓ પણ મંત્રી તરીકે શપથ લેશે. તેમાં રામેશ્વર તેલી, અતુલ બોરા, ચારણ બોરો અને અજંતા નીઓગનો સમાવેશ થાય છે. અતુલ બોરા આસોમ ગણ પરિષદ (AGP) ના પ્રમુખ છે, જ્યારે ચરણ બોરો બોડોલેન્ડ પીપલ્સ ફ્રન્ટ (BPF) ના ધારાસભ્ય તરીકે ઓળખાય છે. બંને અગાઉની એનડીએ સરકારમાં પણ મહત્વપૂર્ણ જવાબદારીઓ સંભાળી ચૂક્યા છે. અજંતા નિઓગે પણ અગાઉ મંત્રી તરીકે સેવા આપી હતી, જ્યારે રામેશ્વર તેલી કેન્દ્ર સરકારમાં રાજ્યમંત્રી રહી ચૂક્યા છે અને હવે ફરી રાજ્યની રાજનીતિમાં સક્રિય બન્યા છે.

હિમંતા બિસ્વા શર્માએ જણાવ્યું કે, ધારાસભ્ય રણજીત કુમાર દાસને આસામ વિધાનસભાના સ્પીકર પદ માટે ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવ્યા છે. તેમણે તમામ નવા સહયોગીઓને શુભેચ્છા પાઠવી અને વિકાસશીલ તથા સમૃદ્ધ આસામ બનાવવા માટે મળીને કામ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી.

આ પણ વાંચો : PM મોદીની અપીલ બાદ રાજનાથ સિંહની ઈમરજન્સી બેઠક, જાણો શું ચર્ચા થઇ?

શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા માટે નરેન્દ્ર મોદી સોમવાર રાત્રે ગુવાહાટી પહોંચ્યા હતા. એરપોર્ટ પર મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્મા અને ભાજપના નેતાઓએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. હિમંતાએ સોશિયલ મીડિયા પર લખ્યું કે, પીએમ મોદીની આ મુલાકાત આસામ માટે ગૌરવનો વિષય છે અને રાજ્ય માટે નવા વિકાસયુગની શરૂઆત સમાન છે. સમારોહમાં અમિત શાહ, રાજનાથ સિંહ, સર્બાનંદ સોનોવાલ, શિવરાજ સિંહ ચૌહાણ, જ્યોતિરાદિત્ય સિંધિયા અને ચિરાગ પાસવાન સહિત અનેક કેન્દ્રીય નેતાઓ ઉપસ્થિત રહેશે. ઉપરાંત વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓ પણ કાર્યક્રમમાં જોડાશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Assam Politics Assam CM Oath Ceremony Himanta Biswa Sarma
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ