બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / National Science Day Today Link to CV Ramans Photon Theory National Science Day 2024 Theme

વિકસિત ભારત / આજે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ: સી.વી. રામનની ફોટોન થિયરી સાથે નાતો, જાણો 2024ની થીમ અને ઈતિહાસ "

Published By: Dhruv

Last Updated: 09:50 AM, 29 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આપણા દેશમાં દર 28મી ફેબ્રુઆરીના રોજ "રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ" મનાવવામાં આવે છે. આજના સમયમાં વિજ્ઞાનનું કેટલું મહત્વ છે જે આપણે સૌ જાણીયે છીએ.

રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ 

આ લેખ વાંચતી વખતે  તમારી  આસપાસ તમે નજર ફેરવો તમને ખ્યાલ  આવશે, કે આપણું જીવન સરળ બનાવવામાં  વિજ્ઞાનનો કેટલો મોટો ફાળો છે. તમે આ જે આર્ટીકલ વાંચી રહ્યાં છો  એ પણ વિજ્ઞાનની દેન છે. વિજ્ઞાન અને તેની મહત્તા આપણે આ જે નકારી શકીએ તેમ નથી. એક સમયે જ કામ અશક્ય લાગતું હતું. તે આજે સરળ અને સુગમ લાગે. આ સુગમતા અને સરળતા  વિજ્ઞાનના આભારી છે,  કેમ ખરું ને. 

આપણા દેશમાં દર 28મી ફેબ્રુઆરી  ના રોજ "રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ" મનાવવામાં આવે છે. આજના સમયમાં  વિજ્ઞાનનું કેટલું મહત્વ છે.  તે સમજાવવા માટે  આ દિવસ મનાવવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે ભારતના મહાન ભૌતિક વૈજ્ઞાનિક સર ચંદ્રશેખર વેંકટ રામનની યાદમાં આ દિવસ ઉજવવામાં આવે છે. તો આવો જાણીએ આ દિવસ અંગેની અમુક રોચક વાતો. 
આ વર્ષેની થીમ શું છે ?   મોટાભાગે દરેક વર્ષ અને આ પ્રકારના દિવસો માટે થીમ નક્કિ કરવામાં આવે છે. થીમ  આધારીત તેની  ઉજવણી કરવામાં આવતી હોય છે. આ વર્ષ  દરેક ભારતીયો માટે સશક્ત અને  આત્મનિર્ભર ભારતનું વર્ષ છે. આથી જ આ વર્ષની થીમ સ્વદેશ તકનીક પર રાખવામાં આવી છે. આ થીમ આધારીત  દેશવાસીઓનોને નવી સ્કીલ વિકસાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. 


"રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ"નો ઈતિહાસ

દર વર્ષે 28  ફેબ્રુઆરીના રોજ દેશમાં "રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ"  મનાવવામાં આવે છે. દેશના મહાન વૈજ્ઞાનિક સી.વી. રામનની યાદમાં મનાવવામાં આવે છે. પ્રકાશના ફોટોન થીયોરીથી જાણીતી "રામન ઈફેક્ટ"ને  સૌ કોઈ વિજ્ઞાન પ્રેમી જાણે છે. આ શોધ ભૌતિક વિજ્ઞાન માટે ઘણી મહત્વપૂર્ણ  હતી. આ શોધ 1987માં 28 ફેબ્રુઆરીના રોજ  સર સી.વી. રામન  દ્વારા કરવામાં આવી હતી. તેમની યાદમાં દર વર્ષે આ દિવસ "રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ"  માનાવવામાં આવે છે. 


"રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ"નું મહત્વ 

આ દિવસ મનાવવા પાછળનું ઉદેશ્ય છે , કે લોકો વિજ્ઞાન  અને તેના વિવિધ પાસાઓ અંગે જાણે અને સમજે. યુવા લોકો વિજ્ઞાનને પ્રેમ કરતા  થાય અને  દૈશને સર સી.વી. રામન  જેવા અનેક વૈજ્ઞાનિકો મળે.  દેશના વિકાસ માટે અવનવી તકનીક કે શોધ કરવા પ્રેરાય અને દેશની વિકાસગાથાના  સાથી સહયોગી  બને. બસ આશય થી દર વર્ષે 28મી ફ્રેબુઆરીના રોજ "રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ" ઉજવવામાં કરવામાં આવે છે 

સંકળાયેલા મુદ્દાઓ

Photon theory cv-raman historytheme national-science-day ફોટોન થીયરી national science day

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ