બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / વિદ્યાર્થીઓ કહ્યું છત પડી રહી છે, તો શિક્ષકે બાળકોને ધમકાવ્યા! સ્કૂલ દુર્ઘટનામાં મોટો ખુલાસો

નેશનલ / વિદ્યાર્થીઓ કહ્યું છત પડી રહી છે, તો શિક્ષકે બાળકોને ધમકાવ્યા! સ્કૂલ દુર્ઘટનામાં મોટો ખુલાસો

Maulik Patel

Last Updated: 10:06 PM, 25 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજસ્થાનના ઝાલાવાડ જિલ્લાના પીપલોડ ગામમાં એક સરકારી શાળાની એક ચોકાવનારી ઘટના સામે આવી છે. શિક્ષણ વિભાગની બેદરકારીએ લીધો નાના બાળકોનો ભોગ. આ ઘટનામાં બેદરકારી બદલ શિક્ષણ વિભાગના પાંચ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ચલો જાણીએ સમગ્ર મામલો.

ચાણક્ય કહે છે કે શિક્ષક ક્યારેય સામાન્ય નથી હોતો. સર્જન અને વિનાશ તેના ખોળામાં રમે છે. મનુષ્યના જીવનમાં માં પછી કોઈ ને સ્થાન આપવામાં આવતું હોઈ તો તે ગુરુ છે. પરંતુ આજે ગુરુ પોતેજ ભાન ભૂલ્યો હોય તેવું લાગે છે. પોતાના નીતિશાસ્ત્રને નેવે મુકીને ફક્ત નોકરી કરવા ખાતર શિક્ષક શું સમાજના બાળકોને રસ્તો ચિંધશે ? આજે જ્યારે શિક્ષક પોતાની જવાબદારી ભૂલી બેસે ત્યારે જે ઘટના ઘટે છે તેનું પરિણામ ખુબ જ ચોકાવનારું અને ચેતવણીજનક હોય છે.

raj-school-1

તેવી એક ઘટના આજે રાજસ્થાનના ઝાલાવાડ જિલ્લાના પોપલોડ ગામમાં એક દુ:ખદ ઘટના ઘટી હતી. માં સરસ્વતીના મંદિરમાં આ ઘટના ઘટી હતી. સરકારી ઉચ્ચ પ્રાથમિક શાળાના છત તૂટી પડતાં સાત માસૂમ બાળકોના મોત થયા હતા અને એક ડઝનથી વધુ બાળકો ઘાયલ થયા હતા. આ અકસ્માત સમયે બાળકો પ્રાર્થના સભા માટે શાળામાં હાજર હતા.

કહેવામાં આવી રહ્યું છે કે આ જર્જરિત ઇમારત અંગે અનેક ચેતવણીઓ આપવામાં આવી હતી. તેમ છતાં, વહીવટીતંત્રે આંખ આડે કાન રાખીને તેને અવગણવાનું ચાલુ રાખ્યું અને જે ડર હતો તે થયું. આ કેસમાં પાંચ શિક્ષકો અને શિક્ષણ વિભાગના પાંચ અધિકારીઓને તત્લાકિત ધોરણે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

કહેવામાં આવી રહ્યું છે કે ગ્રામજનોની મદદથી બાળકોને કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. ઈજાગ્રસ્ત બાળકોને પ્રાથમિક સારવાર માટે નજીકના આરોગ્ય કેન્દ્રમાં દાખલ કરવામાં આવ્યા છે. સ્થાનિક લોકો અને વિદ્યાર્થીઓનું કહેવું છે કે શાળાની દિવાલો અને છત પહેલાથી જ જર્જરિત હાલતમાં હતી. થોડા સમય પહેલા પ્લાસ્ટરિંગ કરવામાં આવ્યું હતું, પરંતુ સ્થિતિમાં કોઈ સુધારો થયો નથી. આ શાળાની ઇમારત 78 વર્ષ જૂની છે.

વહીવટીતંત્રની બેદરકારીને કારણે અકસ્માત થયો

તે જ સમયે, એક વિદ્યાર્થીની વર્ષાએ જણાવ્યું કે છત પરથી કાંકરા પડવા લાગ્યા. જ્યારે બાળકોએ શિક્ષકોને કહ્યું, ત્યારે તેમણે તેમને ઠપકો આપ્યો અને બેસવા કહ્યું. ત્યારબાદ છત તૂટી પડી અને બાળકો તેની નીચે દટાઈ ગયા. અકસ્માત સમયે શિક્ષકો નજીકમાં નાસ્તો કરી રહ્યા હતા. પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજેએ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું અને કહ્યું કે આ ખૂબ જ પીડાદાયક છે.

vtv app promotion

શિક્ષણ વિભાગના પાંચ કર્મચારીઓને સસ્પેન્ડ કરાયા

આ ઘટના બાદ ગામમાં શોકનું વાતાવરણ છે અને લોકોમાં રોષ છે. પરિવારના સભ્યો અને ગ્રામજનોએ જણાવ્યું હતું કે શાળાની હાલત અંગે અનેક વખત ફરિયાદો કરવામાં આવી હતી, પરંતુ કોઈ સુનાવણી હાથ ધરાઈ નથી. અકસ્માત બાદ જિલ્લા વહીવટીતંત્રે કડક પગલા લીધા હતા.

વધુમાં વાંચો: વિપક્ષને ઝટકો! રાજ્યસભાએ જસ્ટિસ યશવંત વર્મા સામે મહાભિયોગ પ્રસ્તાવ ફગાવ્યો

પાંચ શિક્ષકો અને શિક્ષણ વિભાગના પાંચ અધિકારીઓને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કર્યા હતા. આ ઉપરાંત, જિલ્લા કલેકટર અજય સિંહ રાઠોડે જણાવ્યું હતું કે તપાસ સમિતિની રચના કરવામાં આવી છે અને રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

school officers suspended school roof collapsed children death
Maulik Patel

Maulik Patel is the Sub Editor at VTV Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ