બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / 'ભારત મજબૂત થયું એટલે લોકોમાં ડર....', હવે મોહન ભાગવતે સાધ્યું ટેરિફ પર નિશાન

નિવેદન / 'ભારત મજબૂત થયું એટલે લોકોમાં ડર....', હવે મોહન ભાગવતે સાધ્યું ટેરિફ પર નિશાન

Published By: Priykant Shrimali

Last Updated: 03:26 PM, 12 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Mohan Bhagwat on Teriffs : RSSના સરસંચાલક મોહન ભાગવતે કહ્યું, દુનિયાના લોકો ડરે છે કે જો ભારત મોટો થશે, તો આપણું શું થશે?

Mohan Bhagwat on Teriffs : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સરસંચાલક મોહન ભાગવતે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર લાદવામાં આવેલા ઊંચા ટેરિફને ભારતના વધતા આંતરરાષ્ટ્રીય પ્રભાવનો પ્રત્યુત્તર ગણાવ્યો છે. નાગપુરમાં આયોજિત એક કાર્યક્રમમાં ભાગવતે જણાવ્યું કે,પશ્ચિમના દેશો ખાસ કરીને અમેરિકા ભારતના ઉદયથી ડરતાં હોવાનું સ્પષ્ટ છે.

નાગપુરમાં એક કાર્યક્રમને સંબોધતા ભાગવતે કહ્યું કે, અમેરિકા દ્વારા ભારત પર લગાવવામાં આવેલ ટેરિફ અંગે નિવેદન આપતા કહ્યું કે, આ ટેરિફ ભારતના વધતા પ્રભાવના ડરનું પરિણામ છે. ભાગવતે જણાવ્યું હતું કે, દુનિયાના લોકો ડરે છે કે જો ભારત મોટો થશે, તો આપણું શું થશે? તેથી ટેરિફ લાદો, તેઓ ડરે છે. આ સાથે તેમણે ઉમેર્યું કે, આપણા આંતરિક સંઘર્ષો અને વ્યક્તિગત ઈચ્છાઓ રાષ્ટ્રીય એકતા માટે અવરોધક બને છે, અને આજે વિશ્વને ઉકેલોની જરૂર છે-જે ફક્ત ભારત આપી શકે છે.

વિશ્વ માટે ભારત એક આશા-કિરણ

મોહન ભાગવતે ભારતના લોકસંસ્કાર અને જીવનમૂલ્યોની પણ પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે, અછતમાં પણ ભારતીયો ખુશ રહે છે, અને જો પરિસ્થિતિ બદલાશે તો પણ તેમના મૂલ્યો બદલાતા નથી. તેમના મતે આજની વૈશ્વિક અસ્થિરતામાં વિશ્વને એક દિશાદર્શક નાગરિકતાની જરૂર છે અને એ સ્થાન માટે ભારત સંપૂર્ણપણે યોગ્ય છે.

આ પણ વાંચો : 1,50,00,00,000...., આ મામલે અમેરિકા-ચીન જેવાં દેશો પણ ભારતથી પાછળ, જુઓ રિપોર્ટ

ટ્રમ્પના ટેરિફનો ઈતિહાસ અને કારણો

ડોનાલ્ડ ટ્રમ્પે 2025માં બીજીવાર રાષ્ટ્રપતિ પદ સંભાળ્યા પછી પારસ્પરિક ટેરિફ નીતિ હેઠળ ભારત પર નોંધપાત્ર ટેરિફ લાદ્યાં છે. આ નીતિ મુજબ અમેરિકાએ તર્ક આપ્યું હતું કે, ભારતના ઊંચા આયાત શુલ્ક અને વેપાર ખાધનો જવાબ દેવું જરૂરી છે. આ દરમિયાન પ્રથમ ટેરિફ જુલાઈ 2025માં જાહેરાત અને 1 ઓગસ્ટથી અમલ-વ્યાપક નિકાસ ઉત્પાદનો પર ટેરિફ વધારવામાં આવ્યા તો બીજું પગલું ભરત ઓગસ્ટ 2025માં વધુ એક ટેરિફ મામલે ભારતદ્વારા રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદી અને યુક્રેન યુદ્ધ ભંડોળ આપવા મુદ્દે વાંધો હોવાનું જણાવ્યું હતું. આ પગલાંઓના પરિણામે અમેરિકાએ ભારત પર નિકાસ ટેરિફ 50% સુધી વધાર્યો છે-જે કોઈપણ મોટા વેપારી ભાગીદાર માટે અત્યાર સુધીનો સૌથી ઊંચો દર છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Tariffs Donald Trump Mohan Bhagwat

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ