ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / 'હું પુરાવા સાથે જ વાતને રજૂ કરું છું', આવતાની સાથે જ રાહુલ ગાંધીના PCમાં પ્રહાર

રાહુલ ગાંધી પ્રેસ / 'હું પુરાવા સાથે જ વાતને રજૂ કરું છું', આવતાની સાથે જ રાહુલ ગાંધીના PCમાં પ્રહાર

Published By: Priykant Shrimali

Last Updated: 11:30 AM, 18 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rahul Gandhi Press Conference : લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ આજે એટલે કે, ગુરુવારે એક પ્રેસ કોન્ફરન્સ કરી મોટી જાહેરાત કરી

ADVERTISEMENT

Rahul Gandhi Press Conference : કોંગ્રેસના ભૂતપૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધી બિહાર ચૂંટણીને લઈને સતત સક્રિય છે. તેઓ ચૂંટણી પંચ અને સરકાર બંને પર સતત પ્રહારો કરી રહ્યા છે. તેઓ ચૂંટણી પંચ પર મત ચોરીનો આરોપ લગાવીને હુમલો કરવાનું ચાલુ રાખે છે. થોડા દિવસો પહેલા કોંગ્રેસના સાંસદે "હાઈડ્રોજન બોમ્બ" વિસ્ફોટ કરવાની વાત કરી હતી. રાહુલ ગાંધી 18 સપ્ટેમ્બર, 2025, ગુરુવારના રોજ પ્રેસ કોન્ફરન્સ કરી મોટું નિવેદન આપ્યું છે.

રાહુલ ગાંધીએ પત્રકાર પરિષદ સંબોધતા ચૂંટણીમાં ગોટાળાના આરોપોને લઈ ફરી મોટું નિવેદન આપ્યું હતું. તેમણે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર પર આકરા પ્રહારો કર્યા હતા.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ફરી એકવાર મત ચોરીના મુદ્દા પર ચૂંટણી પંચ અને ભારતીય જનતા પાર્ટી પર નિશાન સાધ્યું છે. ગુરુવારે (18 સપ્ટેમ્બર) એક પત્રકાર પરિષદમાં રાહુલ ગાંધીએ કહ્યું, મત ચોરી વિશે હું જે કંઈ પણ કહી રહ્યો છું, તે ખૂબ જ જવાબદારીથી કહી રહ્યો છું. મારી પાસે આના પુરાવા છે. તેમણે કહ્યું કે ઘણા લોકોના નામ મતદાર યાદીમાંથી કાઢી નાખવામાં આવ્યા છે.

રાહુલનો આરોપ, કર્ણાટકના અલાંદમાં 6,018 મતો રદ

રાહુલ ગાંધીએ કહ્યું, હું નક્કર પુરાવા સાથે મારો મુદ્દો રજૂ કરી રહ્યો છું. દેશના દલિતો અને ઓબીસી તેમના નિશાના પર છે. હું મારા દેશ અને મારા બંધારણને પ્રેમ કરું છું, અને હું તેનું રક્ષણ કરીશ. રાહુલે દાવો કર્યો હતો કે, કર્ણાટકના આલંદમાં 6,018 મત રદ કરવામાં આવ્યા હતા.

ચૂંટણી પંચ પર નિશાન સાધતા રાહુલે કહ્યું કે, જે લોકો વિરોધ પક્ષને મત આપે છે તેમના મત રદ કરવામાં આવી રહ્યા છે. સોફ્ટવેર દ્વારા મત કાઢી નાખવાની અરજીઓ કરવામાં આવી છે. કર્ણાટકની બહારના ફોન નંબરોનો ઉપયોગ મત કાઢી નાખવા માટે કરવામાં આવ્યો છે. સૂર્યકાંત નામના વ્યક્તિએ 14 મિનિટમાં 12 મત કાઢી નાખવાના ફોર્મ ભર્યા. આ દરમિયાન રાહુલે વીડિયો અને લોગો રજૂ કર્યા.

કોઈ શક્તિએ સિસ્ટમને હાઇજેક કરી અને મતો કાઢી નાખ્યા

રાહુલ ગાંધીએ કહ્યું, આલંદ કર્ણાટકનો એક વિધાનસભા મતવિસ્તાર છે. ત્યાં કોઈએ 6,018 મતો કાઢી નાખવાનો પ્રયાસ કર્યો હતો. અમને 2023ની ચૂંટણીમાં કાઢી નાખવામાં આવેલા કુલ મતોની સંખ્યા ખબર નથી, પરંતુ તે 6,018 કરતા ઘણી વધારે હશે. બસ એટલું જ કે આ 6,018 મતો કાઢી નાખતી વખતે આ બાબત આકસ્મિક રીતે બહાર આવી ગઈ. એક બૂથ-લેવલ ઓફિસરે જોયું કે, તેના કાકાનો મત કાઢી નાખવામાં આવ્યો હતો. તેણે તપાસ કરી કે તેના કાકાનો મત કોણે કાઢી નાખ્યો અને ખબર પડી કે તે પાડોશી છે. જ્યારે તેણે તેના પાડોશીને પૂછ્યું, ત્યારે તેણે કહ્યું, 'મેં કોઈ મત કાઢી નાખ્યા નથી.' આનો અર્થ એ છે કે, ન તો મત કાઢી નાખનાર વ્યક્તિ કે ન તો જેનો મત કાઢી નાખવામાં આવ્યો હતો તે વ્યક્તિ તેના વિશે કંઈ જાણતો હતો. વાસ્તવમાં, કોઈ અન્ય શક્તિએ સિસ્ટમને હાઇજેક કરી હતી અને આ મતો કાઢી નાખ્યા હતા.

મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર પર પ્રહાર

રાહુલ ગાંધીએ ફરી એકવાર મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર પર પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે તેમની પાસે મત કાઢી નાખવાના 100% પુરાવા છે. જોકે કોંગ્રેસના સાંસદે સ્પષ્ટતા કરી કે, તેઓ હાઇડ્રોજન બોમ્બ વિસ્ફોટ કરવાના નથી, તે પછીથી થશે. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે, આદિવાસી, દલિતો અને ઓબીસીના મત કાપવામાં આવ્યા છે. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે, કોંગ્રેસ પ્રભુત્વ ધરાવતી બેઠકોને નિશાન બનાવવામાં આવી છે. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે તેમને બંધારણમાં સંપૂર્ણ વિશ્વાસ છે.

હું આ મંચ પરથી ફક્ત સત્ય જ બોલીશ : રાહુલ ગાંધી

રાહુલ ગાંધીએ કહ્યું, ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર એવા લોકોને બચાવી રહ્યા છે જેમણે ભારતીય લોકશાહીને બરબાદ કરી દીધી છે. તેમણે ઉમેર્યું કે, હું આ મંચ પરથી એવું કંઈ નહીં કહું જે 100 ટકા સાચું ન હોય. હું એક એવો વ્યક્તિ છું જે મારા દેશને પ્રેમ કરે છે, મારા બંધારણને પ્રેમ કરે છે, લોકશાહી પ્રક્રિયાને પ્રેમ કરે છે, અને હું તે પ્રક્રિયાનો બચાવ કરી રહ્યો છું. હું અહીં એવું કંઈ નહીં કહું જે 100 ટકા પુરાવા પર આધારિત ન હોય અને જેને તમે ચકાસી ન શકો.

આ પણ વાંચો : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની આજે પ્રેસ કોન્ફરન્સ, રાજકીય ગરમાવો વધવાના એંધાણ

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

આ સમાચાર સતત અપડેટ થઈ રહ્યા છે...

સંકળાયેલા મુદ્દાઓ

Vote Chori Hydrogen Bomb Rahul Gandhi Press

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ