બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / બસમાં બેસવાનું, મોહક સ્મિત સાથે રુપકડી 'બસ હોસ્ટેસ' નાસ્તાની ડિશ લઈને આવશે, ડિટેલ્સ જાણીને બુક કરાવી દેશો
Last Updated: 11:02 AM, 24 August 2025
વિમાનમાં એર હોસ્ટેસ વાળી જુની થઈ હવે તો બસ હોસ્ટેસની વાતો ચાલી રહી છે. આગામી થોડા સમયમાં ચહેરા પર મોહક હાસ્ય સાથે હાથમાં નાસ્તાની ડિશ લઈને પેસેન્જરોને સર્વિસ આપતી બસ હોસ્ટેસ જોવા મળે તો નવાઈ ન પામતાં. આગામી સમયમાં બસોમાં આ દ્રશ્ય જોવા મળી શકે છે કારણ કે કેન્દ્ર સરકાર તે દિશામાં કામ કરી રહી છે.
ADVERTISEMENT
ઈલેક્ટ્રીક બસમાં બસ હોસ્ટેસની ચર્ચા વિચારણા
હવે દેશમાં એવી બસ આવવાની છે જે બિલકુલ પ્લેન જેવી જ એકસ્ટ્રા લક્ઝરી હશે, એટલે કે પૂરી રીતે આરામદાયક અને દરેક સુવિધાઓથી સજ્જ હશે. સૌથી ખાસ વાત તો એ છે કે જે રીતે એરોપ્લેનમાં એર હોસ્ટેસ હોય છે તેવી જ રીતે બસોમાં બસ હોસ્ટેસ હશે. કેન્દ્રિય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ એક પ્રસંગે બોલતા જણાવ્યુ હતુ કે ભારતમાં પબ્લિક ટ્રાન્સપોર્ટ સિસ્ટમને વધુ સારી બનાવવા પર કામ કરી રહી છે.
ADVERTISEMENT
પેસેન્જરોને કોફી, ચા, ફળો અને કોલ્ડ ડ્રિંક્સની સુવિધા
ગડકરીએ કહ્યું કે સરકાર અલ્ટ્રા મોર્ડન ઇલેક્ટ્રિક બસ ચલાવવાની યોજના પર કામ કરી રહી છે, જેમાં પેસેન્જરોને કોફી, ચા, ફળો અને કોલ્ડ ડ્રિંક્સની સુવિધા મળી રહેશે. ટાટા સાથે સહયોગ કરીને હાલમાં આ પ્રોજેક્ટ પર કામ ચાલી રહ્યુ છે. ગડકરીએ કહ્યું કે તેઓ ટનલ, પુલ અને રસ્તા બનાવવા માટે AIનો ઉપયોગ કરવાનું પણ વિચારી રહ્યા છે. AIનો ઉપયોગ પહાડી વિસ્તારોમાં, ખાસ કરીને હિમાચલ અને ઉત્તરાખંડમાં આવતા પડકારોનો સામનો કરવા માટે કરવામાં આવશે.
ADVERTISEMENT
ભાડુ સામાન્ય બસ કરતાં 30 ગણું વધારે
ADVERTISEMENT
જોકે ઈલેક્ટ્રીક બસની આ આરામદાયક મુસાફરી માટે મુસાફરોએ થોડું વધારે ખિસ્સું હળવું કરશે કારણ કે તેનું ભાડું ડીઝલ બસોની સરખામણીમાં લગભગ 30 ટકા વધુ રહેવાની ધારણા છે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.