બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / Viral / VIDEO : વટ છે આ દાન'વધુ'નો, વરને આપી પેટ્રોલ પંપ-210 વીઘા જમીનની ગિફ્ટ, વીડિયો વાયરલ
Last Updated: 03:13 PM, 6 May 2025
લગ્નમાં કન્યાવાળા વરપક્ષને પોતાના ગજા પ્રમાણે દહેજ આપતાં હોય છે પરંતુ એક દુલ્હાનું તો નસીબ ઉઘડી ગયું કારણ કે તેને દહેજમાં પાંચ-પચીસ લાખ નહીં પરંતુ કરોડો રુપિયા મળ્યાં હતા. સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં લગ્નવિધિ ચાલી રહેલી દેખાય છે બરાબર ત્યારે કન્યા પક્ષમાંથી એક શખ્સ ઊભો થયો અને માઈક હાથમાં લઈને દુલ્હા માટે દહેજનું એલાન કર્યું છે જેમાં કહ્યું કે કન્યા પક્ષ તરફથી વરને 1 પેટ્રોલ પંપ, 210 વીઘા જમીન એમ બધાની ટોટલ કિંમત 15.65 કરોડ થવા જાય તે ભેટમાં આપવામા આવે છે, કન્યા પક્ષની જાહેરાત સાંભળીને મહેમાનો તો આભા બની ગયાં હતા અને વિચારતાં રહી ગયા હતા આટલી બધી ગિફ્ટ.
ADVERTISEMENT
સોશિયલ મીડિયામા વીડિયો વાયરલ
ADVERTISEMENT
આ પ્રસંગનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં જોઈ શકાય છે કે એક માણસ હાથમા માઈક લઈને દુલ્હાને આપવામાં આવનાર ભેટોની જાહેરાત કરી રહ્યો છે અને બધા શાંતિથી સાંભળી રહ્યાં છે.
વધુ વાંચો : નરાધમ નોકર! આ ચીજ મેળવીને માલકણ-છોકરીને કરી લીધી તાબે, અનેક વાર માણ્યું શરીરસુખ
ADVERTISEMENT
19 લાખથી વધુ લોકોએ જોયો વીડિયો
આ વીડિયો સોનુ અજમેરે (@sr_sonu_ajmer_) દ્વારા ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે, જેને અત્યાર સુધીમાં 19 લાખથી વધુ લાઇક્સ મળી ચૂક્યા છે. આ વીડિયોમાં લગ્ન સમારોહ ચાલી રહ્યો છે, જેમાં કન્યા, વરરાજા, તેમના પરિવારો અને સંબંધીઓ હાજર છે. એક પુરુષ માઇક્રોફોન પર દુલ્હનના પરિવાર દ્વારા આપવામાં આવેલી ભેટોની જાહેરાત કરતો જોવા મળે છે. જેમાં એક પેટ્રોલ પંપ, 210 વીઘા જમીન, 1 પ્લોટ અને 1.51 કરોડ રૂપિયા રોકડાનો સમાવેશ થાય છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.