ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / Viral / VIDEO: જેલમાં ક્રિકેટ રમતા જોવા મળ્યા કેદીઓ, 'JPL' ટુર્નામેન્ટ યોજાઈ

ઉત્તર પ્રદેશ / VIDEO: જેલમાં ક્રિકેટ રમતા જોવા મળ્યા કેદીઓ, 'JPL' ટુર્નામેન્ટ યોજાઈ

Last Updated: 02:21 PM, 15 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Mathura Jail Unique Initiative: ઉત્તર પ્રદેશની મથુરા જેલમાં જેલના કેદીઓની પ્રતિભાને નિખારવા અને તેમને માનસિક તણાવમાંથી બહાર લાવવા માટે એક અનોખી પહેલ જોવા મળી.

ADVERTISEMENT

Mathura Jail Unique Initiative: જ્યારે પણ કોઈ ગુનો કરે છે, ત્યારે કોર્ટ તેને સજા આપીને થોડા સમય માટે જેલમાં મોકલે છે. હવે તે કેટલો સમય જેલમાં રહેશે, એ બધું જ તેના ગુના પર નિર્ભર હોય છે. પરંતુ જેલમાં બંધ કેદીઓનું સ્વાસ્થ્ય સારું રહે, તેઓ માનસિક તણાવમાં ન રહે અને જો તેમની પાસે પ્રતિભા હોય, તો જેલ પ્રશાસન તેને પ્રોત્સાહિત કરવા માટે વિવિધ પગલાં લે છે. આવા ઘણા કિસ્સાઓ અત્યાર સુધીમાં સામે પણ આવ્યા છે. ત્યારે હવે મથુરા જેલમાંથી એક અનોખો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં શું જોવા મળ્યું અને આવું કેમ કરવામાં આવ્યું, એ જાણીએ.

જેલમાં ક્રિકેટ રમતા જોવા મળ્યા કેદીઓ

હાલમાં જે વીડિયો સામે આવ્યો છે, તેમાં દેખાઈ રહ્યું છે કે જેલની અંદર ક્રિકેટનું આયોજન કરવામાં આવ્યું છે. અલગ અલગ કેદીઓની બે ટીમો બનાવવામાં આવી છે અને તેઓ ક્રિકેટ મેચ રમી રહ્યા છે. વીડિયોમાં આગળ એ પણ દેખાય છે કે તેમને એવોર્ડ આપીને સન્માનિત પણ કરવામાં આવી રહ્યા છે. આ વીડિયો મથુરા જેલનો છે જ્યાં કેદીઓની પ્રતિભાને વધારવા, તેમના શારીરિક સ્વાસ્થ્યને સુધારવા અને માનસિક તણાવમાંથી મુક્તિ આપવા માટે IPL ની જેમ જેલ પ્રીમિયર લીગનું આયોજન કરવામાં આવ્યું હતું.

Vtv App Promotion

આ પણ વાંચો: આગામી 30 મે સુધી રદ રહેશે આ રૂટ પરની ટ્રેનો, મુસાફરી કરતા જોઈ લેજો યાદી

આ વીડિયો સમાચાર એજન્સી ANI દ્વારા X પ્લેટફોર્મ પર પોસ્ટ કરવામાં આવ્યો છે. વીડિયો જોયા પછી લોકોએ રમુજી કોમેન્ટ્સ કરી છે. એક યુઝરે લખ્યું - અસલી મજા તો આ લોકો કરી રહ્યા છે. બીજા એક યુઝરે લખ્યું - જો આવી વ્યવસ્થા હોય તો મારે પણ જેલમાં જવું છે. ત્રીજા યુઝરે લખ્યું - લાગે છે કે જેલમાં જવું પડશે. ચોથા યુઝરે લખ્યું - અમ્પાયરનો જીવ જોખમમાં છે. બીજા એક યુઝરે લખ્યું - જોજો બોલ લાવવાના ચક્કરમાં ભાગી ન જાય કોઈ.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Mathura jail jail premier league Video Uttar Pradesh
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ