ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / આગામી 30 મે સુધી રદ રહેશે આ રૂટ પરની ટ્રેનો, મુસાફરી કરતા જોઈ લેજો યાદી

નેશનલ / આગામી 30 મે સુધી રદ રહેશે આ રૂટ પરની ટ્રેનો, મુસાફરી કરતા જોઈ લેજો યાદી

Last Updated: 01:41 PM, 15 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય રેલવે વિભાગ વિવિધ કારણોસર ટ્રેન રદ કરતું રહે છે. મે મહિનામાં પણ અનેક ટ્રેન રદ કરવામાં આવી છે. જો તમે આ દરમિયાન રેલવેમાં મુસાફરી કરવાનું વિચારી રહ્યા હોવ તો રદ કરાયેલ ટ્રેનનું લિસ્ટ એકવાર જરૂરથી જોઈ લો.

ADVERTISEMENT

ભારતીય રેલવેમાં દરરોજ કરોડો લોકો મુસાફરી કરે છે. આ મુસાફરો માટે રેલ્વે દ્વારા દરરોજ હજારો ટ્રેનો ચલાવવામાં આવે છે. લાંબી મુસાફરી માટે લોકોને ટ્રેન ખૂબ માફક આવે છે એટલા માટે મોટાભાગના લોકો ટ્રેનમાં મુસાફરી કરવાનું પસંદ કરે છે. પરંતુ ટ્રેનમાં મુસાફરી કરતા લોકોને ઘણીવાર સમસ્યાઓનો સામનો કરવો પડે છે. કેમ કે રેલ્વે વિવિધ કારણોસર અનેક વખત ઘણી ટ્રેનો રદ કરે છે. મે મહિનામાં પણ રેલવે દ્વારા અનેક ટ્રેનો રદ કરવામાં આવી છે. જો તમે પણ ટ્રેન દ્વારા ક્યાંક જવા માંગતા હોવ તો પહેલા આ રદ થયેલી ટ્રેનોનું લિસ્ટ તપાસી લો. નહીં તો તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો.

  • મે મહિનામાં આ ટ્રેનો કેન્સલ થશે
    ભારતીય રેલવે વિવિધ કારણોસર અલગ અલગ રૂટ પરથી પસાર થતી ટ્રેનો રદ કરે છે. જેમાં અત્યારે દક્ષિણ પૂર્વ રેલવેના રાંચી ડિવિઝન પર ઓવર બ્રિજનું કામ હાથ ધરવા માટે રેલવે દ્વારા પાવર બ્લોક નાખવામાં આવી રહ્યું છે. જેના કારણે 11 મે થી 30 મે સુધી ઘણી ટ્રેનો રદ કરવામાં આવી છે.
Vtv App Promotion 2

આ સિવાય અનેક ટ્રેનોના રૂટ પણ બદલવામાં આવ્યા છે. જો તમે આ સમય દરમિયાન ક્યાંક મુસાફરી કરવાનું વિચારી રહ્યા હોવ તો સાવધાન રહો. કારણ કે જો તમારી ટ્રેન પણ રદ થાય તો તમને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. આથી મુસાફરી કરતા પહેલા લિસ્ટ જોઈ લો.

  • આ ટ્રેનો કરાઈ છે રદ
  1. ટ્રેન નંબર 18113 ટાટાનગર-બિલાસપુર એક્સપ્રેસ 19 મે, 24 મે, 25 મે, 29 મે, 27 મે, 28 મે અને 29 મે માટે રદ કરવામાં આવી છે.
  2. ટ્રેન નંબર 18114 બિલાસપુર-ટાટાનગર એક્સપ્રેસ 15 મે, 20 મે, 25 મે, 26 મે, 27 મે, 28 મે, 29 મે અને 30 મે માટે રદ કરવામાં આવી છે.
  3. ટ્રેન નં. 18109 અને ટ્રેન નં. 18110 ટાટાનગર-નેતાજી સુભાષચંદ્ર બોઝ ઇતવારી-ટાટાનગર એક્સપ્રેસ 11 મે થી 26 મે સુધી રદ કરવામાં આવી છે.

વધુ વાંચો : પૂર્વ જજની પત્ની, 2 પુત્રોને આજીવન કેદની સજા, 18 વર્ષે આવ્યો ચુકાદો નિર્ણય, જાણો મામલો

  • આ ટ્રેનોના રૂટ બદલાયા

યોગ સિટી ઋષિકેશથી પુરી સુધીની ટ્રેન નંબર 18478, કલિંગ ઉત્કલ એક્સપ્રેસ 11 મે, 13 મે અને 16 મેના રોજ ઇબ, ઝારસુગુડા, સંબલપુર સિટી અને કટક થઈને દોડશે. તો ટ્રેન નંબર 18477 પુરીથી યોગ નગરી ઋષિકેશ થઈને 16 મેના રોજ કટક, સંબલપુર સિટી, ઝારસુગુડા અને ઇબ થઈને જશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Indian Railway Train Cancelled Traveling
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ