બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / બે મહિનામાં આટલી પાછી.. હજુ પણ લોકો દબાવી બેઠા છે ₹5669 કરોડ, 2000ની નોટ પર RBIનું અપડેટ

નેશનલ / બે મહિનામાં આટલી પાછી.. હજુ પણ લોકો દબાવી બેઠા છે ₹5669 કરોડ, 2000ની નોટ પર RBIનું અપડેટ

Ajitsinh Jadeja

Last Updated: 01:38 PM, 4 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

2000 Rupee Note: 2023માં ભારતીય રિઝર્વ બેંક દ્વારા ચલણમાંથી પાછી ખેંચી લેવામાં આવેલી 2000 રૂપિયાની ગુલાબી નોટોનું 100 ટકા વાપસી હજુ થઇ નથી.

RBI Update On 2000 Rupee Note: ભારતીય રિઝર્વ બેંકે ચલણમાંથી પાછી ખેંચી લેવામાં આવેલી 2000 રૂપિયાની નોટો પર એક મોટી અપડેટ આપી છે. ગયા વર્ષના છેલ્લા દિવસ 31 ડિસેમ્બર 2025 સુધીના તેની વાપસીનો ડેટા શેર કર્યો છે.

2023માં ભારતીય રિઝર્વ બેંક દ્વારા ચલણમાંથી પાછી ખેંચી લેવામાં આવેલી 2000 રૂપિયાની ગુલાબી નોટોનું 100 ટકા વાપસી હજુ થઇ નથી. 2025 ના છેલ્લા દિવસ સુધીનો ડેટા બહાર પાડવામાં આવ્યો છે, અને આરબીઆઇએ જણાવ્યું છે કે રૂપિયા 5000 કરોડથી વધુ મૂલ્યની ગુલાબી નોટો હજુ પણ પરત આવવાની રાહ જોઈ રહી છે. આનો અર્થ એ છે કે આ રકમની નોટબંધી કરાયેલી મોટી નોટો હજુ પણ જનતા પાસે છે. મહત્વની વાત એ છે કે પરત કરવાની સુવિધાઓ શરૂ થવા છતાં જનતા દ્વારા તેને પરત આપવાની ગતિ ખૂબ ધીમી રહી છે.

RBI-simple

અત્યાર સુધીમાં 98.41 ટકા ગુલાબી નોટો પરત આવી

આરબીઆઈએ 2000 રૂપિયાની નોટો અંગે એક મહત્વપૂર્ણ અપડેટ જારી કર્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે 19 મે, 2023 ના ચલણમાંથી પાછી ખેંચી લેવામાં આવેલી આ ગુલાબી નોટોનું સંપૂર્ણ વાપસી હજી થઇ નથી. તે સમયે આ મોટી નોટો 3.56 લાખ કરોડની કિંમતની ચલણમાં હતી, અને 31 ડિસેમ્બર 2025 સુધીમાં કુલ નોટોમાંથી 98.41% પરત આવી ગઈ છે. લોકો પાસે હજુ પણ 2000 રૂપિયાની 5669 કરોડની નોટો છે.

બે મહિનામાં માત્ર 148 કરોડ પરત આવ્યા

ચલણમાંથી પાછી ખેંચી લીધા પછી આરબીઆઈએ લોકોને આ નોટો જમા કરાવવાની સુવિધા પૂરી પાડી હતી અને શરૂઆતના તબક્કામાં તેમના પરત કરવાની ગતિ ઘણી ઝડપી હતી. જોકે હવે તે ઘણી ધીમી પડી ગઈ છે. છેલ્લા બે મહિનાના આંકડાઓ પર નજર કરીએ તો 31 ઓક્ટોબરના બજારમાં આ નોટોનું મૌજુદગીનો આંકડો 5817 કરોડ હતું, અને લોકો હજુ પણ રૂપિયા 5669 કરોડની મુલ્યની નોટો ધરાવે છે. પરિણામે આ બે મહિનામાં ફક્ત 148 કરોડ મૂલ્યની નોટો જ પરત મળી છે. આરબીઆઇએ સ્પષ્ટતા કરી હતી કે ચલણમાંથી પાછી ખેંચાયેલી 2,000 ની આ નોટો સંપૂર્ણ રીતે પાછી ખેંચાય ત્યાં સુધી લીગલ ટેંડર બની રહેશે.

vtv app promotion

તમે હજુ પણ અહીં મોટી નોટો બદલી શકો છો

2000 ની નોટો ચલણથી બહાર થયા પછી ભારતીય રિઝર્વ બેંકે લોકોને 7 ઓક્ટોબર 2023 સુધી તેમની નોટો બદલવા માટે બધી બેંક શાખાઓમાં જવાની સુવિધા આપી હતી. ચલણમાં રહેલી નોટોની સંખ્યામાં ઘટાડો થયા પછી કેન્દ્રીય બેંકે વિનિમય પ્રક્રિયાને બેંકોને બદલે 19 આરબીઆઇ કાર્યાલયો સુધી મર્યાદિત કરી જ્યાં આ નોટો હજુ પણ બદલી શકાય છે.

આ પણ વાંચોઃ G રામ જી કાયદા પર ભાજપનો મેગા પ્લાન, બૂથ લેવલ સુધી સંદેશ, 1100 નેતાઓ સાથે મેરેથોન બેઠકો

આમાં અમદાવાદ, બેંગલુરુ, બેલાપુર, ભોપાલ, ભુવનેશ્વર, ચંદીગઢ, ચેન્નાઈ, ગુવાહાટી, હૈદરાબાદ, જયપુર, જમ્મુ, કાનપુર, કોલકાતા, લખનૌ, મુંબઈ, નાગપુર, નવી દિલ્હી, પટના અને તિરુવનંતપુરમમાં રિઝર્વ બેંકની ઓફિસોનો સમાવેશ થાય છે. વધુમાં જાહેર સુવિધા માટે આરબીઆઇએ ઇન્ડિયા પોસ્ટ દ્વારા કોઈપણ પોસ્ટ ઓફિસમાં 2000 ની નોટ મોકલવાની સુવિધા પણ પૂરી પાડી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

RBI Update 2000 Rupee Note Reserve Bank of India
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ