ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / 'રાજકીય ષડયંત્રમાં ફસાવ્યો' રાહુલ ગાંધીએ કોર્ટમાં નોંધાવ્યું નિવેદન, માનહાનિના આરોપ ફગાવ્યા

નેશનલ / 'રાજકીય ષડયંત્રમાં ફસાવ્યો' રાહુલ ગાંધીએ કોર્ટમાં નોંધાવ્યું નિવેદન, માનહાનિના આરોપ ફગાવ્યા

Published By: Priyankka Triveddi

Last Updated: 02:08 PM, 20 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rahul Gandhi: વિપક્ષ નેતા રાહુલ ગાંધી દ્વારા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વિશે કરેલી ટિપ્પણીના મામલે સુલતાનપુરની MP/MLA કોર્ટમાં હાજરી આપી હતી જ્યાં તેમણે પોતાના પર લાગેલા માનહાનિના આરોપોને ફગાવ્યા અને કેસને રાજકીય ષડયંત્ર ગણાવ્યો હતો.

ADVERTISEMENT

Rahul Gandhi: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે સુલતાનપુરની MP/MLA કોર્ટમાં હાજર રહી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સામે કરેલી ટિપ્પણી મામલે પોતાના પરના માનહાનિના આરોપોને ફગાવ્યા હતા. લગભગ 20 મિનિટ સુધી કોર્ટમાં રહી તેમણે કલમ 313 હેઠળ નિવેદન નોંધાવ્યું અને કેસને રાજકીય દ્વેષથી પ્રેરિત ગણાવ્યો.

સુલતાનપુર કોર્ટમાં 20 મિનિટ હાજરી, કલમ 313 હેઠળ નિવેદન

ઉત્તર પ્રદેશના સુલતાનપુર ખાતે આવેલી MP/MLA કોર્ટમાં રાહુલ ગાંધી લગભગ 20 મિનિટ સુધી રહ્યા. તેમના વકીલ કાશી શુક્લાના જણાવ્યા મુજબ રાહુલે ફોજદારી પ્રક્રિયા સંહિતાની કલમ 313 હેઠળ પોતાનું નિવેદન નોંધાવ્યું અને તમામ આરોપોને નકારી કાઢ્યા. તેમણે કોર્ટને જણાવ્યું કે આ કેસ રાજકીય દ્વેષભાવથી પ્રેરિત છે. વકીલ કાશી શુક્લાએ કહ્યું કે રાહુલ ગાંધી સમયસર કોર્ટમાં પહોંચ્યા હતા અને સંપૂર્ણ સહકાર આપ્યો હતો. કોર્ટમાં પ્રવેશ કર્યા પછી રાહુલે હાથ જોડીને જજને પ્રણામ કર્યા અને સુનાવણી પૂર્ણ થયા બાદ જજનો આભાર માન્યો. આ કેસની આગામી સુનાવણી 9 માર્ચે હાથ ધરાશે.

ragaa1

2018ની ટિપ્પણી પરથી 8 વર્ષ જૂનો કેસ

આ કેસ વર્ષ 2018માં કર્ણાટક વિધાનસભા ચૂંટણી દરમિયાન કરાયેલી કથિત અપમાનજનક ટિપ્પણીને લગતો છે. આરોપ છે કે રાહુલ ગાંધીએ તે સમયે અમિત શાહ સામે વિવાદિત નિવેદન આપ્યું હતું. સુલતાનપુર કોર્ટની બહાર લાગેલા પોસ્ટરોમાં રાહુલ ગાંધીની તસવીર સાથે ‘સત્યમેવ જયતે’ લખેલું જોવા મળ્યું.

કોર્ટ બાદ મોચીની દુકાને મુલાકાત

કોર્ટમાંથી નીકળ્યા બાદ રાહુલ ગાંધી રામચેત મોચીની દુકાને પહોંચ્યા. રામચેતનું ત્રણ મહિના પહેલા કેન્સરથી નિધન થયું હતું. એક વર્ષ પહેલા રાહુલ ગાંધીએ તેમની દુકાન પર પોતાના જૂતા સીવડાવ્યા હતા અને પછી તેમને સિલાઈ મશીન મોકલાવી હતી. દુકાન પર તેમણે રામચેતના પરિવારજનોને મળ્યા અને તેમની પૌત્રી શ્રદ્ધાને ખોળામાં લીધી. છોકરીના પગ પર ઈજા જોઈ તેમણે સારવાર વિશે પૂછપરછ કરી અને પ્રદેશ પ્રમુખ અજય રાય સાથે યોગ્ય સારવારની વ્યવસ્થા અંગે ચર્ચા કરી.

આ પણ વાંચો: ભારતનું મોટું પગલું... Pax Silica સાથે ભારતની ભાગીદારી, ચીનને લાગશે મરચાં

vtv app promotion

કાર્યકરોના નારા, વધતી ભીડ વચ્ચે બહાર નીકળ્યા

રાહુલ ગાંધી સાથે આવેલા કોંગ્રેસ કાર્યકરોને પોલીસે કોર્ટની બહાર અટકાવ્યા હતા. જ્યારે સુરક્ષા કર્મચારીઓને અંદર જવા દેવામાં આવ્યા. સુલતાનપુર પહોંચતાં જ કાર્યકરો દ્વારા “રાહુલ ઝિંદાબાદ”ના નારા લગાવવામાં આવ્યા હતા. કાર્યકરો માળા પહેરાવવા આગળ આવ્યા પરંતુ રાહુલે નમ્રતાથી ઇનકાર કર્યો. સુનાવણી બાદ જ્યારે તેઓ કોર્ટમાંથી બહાર આવ્યા, ત્યારે હજારો લોકોનું ટોળું ભેગું થઈ ગયું હતું. વધતી ભીડને ધ્યાનમાં રાખીને સુરક્ષા કર્મચારીઓએ તેમને બીજા દરવાજાથી બહાર લઈ જવાની વ્યવસ્થા કરી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Rahul Gandhi,

Published by

Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ