બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / કુતુબ મિનાર કરતા પણ ઉંચો રેલવે બ્રિજ, પીએમ મોદી આજે કરશે ઉદ્ઘાટન

મિઝોરમ / કુતુબ મિનાર કરતા પણ ઉંચો રેલવે બ્રિજ, પીએમ મોદી આજે કરશે ઉદ્ઘાટન

Published By: Vidhata Gothi

Last Updated: 08:22 AM, 13 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મિઝોરમમાં કુતુબ મિનાર કરતા પણ ઊંચા બનેલા રેલવે બ્રિજનું ઉદ્ઘાટન કરશે. પડકારજનક પહાડી વિસ્તારમાં બનેલા આ રેલ લાઇન પ્રોજેક્ટમાં જટિલ ભૌગોલિક પરિસ્થિતિઓમાં 45 ટનલ બનાવવામાં આવી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે મિઝોરમની રાજધાની આઇઝોલમાં 9000 કરોડ રૂપિયાથી વધુના નવા વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે. આમાં બૈરાબી-સૈરાંગ નવી રેલ લાઇન મુખ્ય છે, જે મિઝોરમમાં વિશ્વ કક્ષાની માળખાગત સુવિધા અને રેલ કનેક્ટિવિટીને મજબૂત બનાવવા માટે 8,070 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે બનાવવામાં આવી છે, જે મિઝોરમની રાજધાની પહેલીવાર ભારતીય રેલ નેટવર્ક સાથે જોડશે.

ઘણો મુશ્કેલ હતો મિઝોરમને જોડવાનો પ્રોજેક્ટ

રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ શુક્રવારે મિઝોરમ પહોંચ્યા અને આ નવા રેલ્વે પ્રોજેક્ટનું નિરીક્ષણ કર્યું. નિરીક્ષણ પછી, અશ્વિની વૈષ્ણવે કહ્યું, "મિઝોરમને જોડવાનો પ્રોજેક્ટ ખૂબ જ મુશ્કેલ હતો. જેમ કાશ્મીરમાં ચિનાબ પુલ એફિલ ટાવરથી ઊંચો છે, તેવી જ રીતે મિઝોરમમાં કુતુબ મિનારથી ઊંચો પુલ બનાવવામાં આવ્યો છે." પડકારજનક પર્વતીય પ્રદેશમાં બનેલા આ રેલવે લાઇન પ્રોજેક્ટમાં જટિલ ભૌગોલિક પરિસ્થિતિઓમાં 45 ટનલ બનાવવામાં આવી છે. આ ઉપરાંત, તેમાં 55 મોટા પુલ અને 88 નાના પુલ પણ સામેલ છે.

દેશના બાકીના ભાગો સાથે રેલવે દ્વારા જોડાશે મિઝોરમ

રેલ્વે મંત્રાલયના જણાવ્યા અનુસાર, "મિઝોરમ અને દેશના બાકીના ભાગ વચ્ચે સીધું રેલવે કનેક્શન પ્રદેશના લોકોને સલામત, કાર્યક્ષમ અને વ્યાજબી મુસાફરીના વિકલ્પો પ્રદાન કરશે. તે ખાદ્યાન્ન, ખાતરો અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓનો સમયસર અને વિશ્વસનીય પુરવઠો પણ સુનિશ્ચિત કરશે, જેનાથી એકંદર લોજિસ્ટિક્સ કાર્યક્ષમતા અને પ્રાદેશિક ઍક્સેસમાં વધારો થશે."

vtv app promotion

મિઝોરમને મળશે ત્રણ નવી એક્સપ્રેસ ટ્રેનોની ભેટ

વડાપ્રધાન કાર્યાલયના જણાવ્યા પ્રમાણે, "વડાપ્રધાન મોદી આ પ્રસંગે ત્રણ નવી એક્સપ્રેસ ટ્રેનો, સૈરાંગ(આઇઝોલ)-દિલ્હી (આનંદ વિહાર ટર્મિનલ) રાજધાની એક્સપ્રેસ, સૈરાંગ-ગુવાહાટી એક્સપ્રેસ અને સૈરાંગ-કોલકાતા એક્સપ્રેસને પણ લીલી ઝંડી આપશે. મિઝોરમની રાજધાની આઇઝોલ હવે દેશની રાજધાની એક્સપ્રેસ દ્વારા દિલ્હી સાથે સીધું જોડાઈ જશે. સૈરાંગ-ગુવાહાટી એક્સપ્રેસ મિઝોરમ અને આસામ વચ્ચે અવરજવરને સરળ બનાવશે. સૈરાંગ-કોલકાતા એક્સપ્રેસ મિઝોરમને સીધું કોલકાતા સાથે જોડશે."

આ પણ વાંચો: બંગાળની ખાડીમાં બની નવી સિસ્ટમ, કેટલાક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી

ભારત સરકારને આશા છે કે કનેક્ટિવિટી સારી થવાથી હોસ્પિટલો, યુનિવર્સિટીઓ અને બજારો સુધી પહોંચમાં સુધારો કરશે, જેનાથી સમગ્ર પ્રદેશમાં શૈક્ષણિક, સાંસ્કૃતિક અને આર્થિક સંબંધો મજબૂત બનશે. આનાથી રોજગારીની તકો પણ ઊભી થશે અને પ્રદેશમાં પર્યટનને પણ વેગ મળશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Mizoram News PM Modi Mizoram Railway Bridge

Published by

Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ