બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 07:56 AM, 13 September 2025
Weather News: દેશભરના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. વરસાદે કહેર વરસાવ્યા પછી હવે દેશના ઘણાં રાજ્યોમાં વરસાદે વિરામ લીધો છે. ત્યારે હવામાન વિભાગની આગામી દિવસોમાં વરસાદને લઈને આગાહી સામે આવી છે. બંગાળની ખાડીમાં બનેલા લો-પ્રેશર એરિયાને લીધે આગામી થોડા દિવસોમાં દેશના ઘણા ભાગોમાં ભારે વરસાદ પડશે. ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, પશ્ચિમ-મધ્ય અને ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડીમાં બનેલી નવી સિસ્ટમની અસર આંધ્રપ્રદેશ, ઓડિશા, તેલંગાણા, મહારાષ્ટ્ર અને ઉત્તરપૂર્વ ભારત સહિત અન્ય ઘણા રાજ્યોમાં જોવા મળશે.
ADVERTISEMENT
बहु मौसम संबंधी चेतावनी
— India Meteorological Department (@Indiametdept) September 12, 2025
मुख्यबिंदु
उत्तरी आंध्र प्रदेश और दक्षिणी ओडिशा तट से दूर पश्चिम-मध्य और उससे सटे उत्तर-पश्चिम बंगाल की खाड़ी में बना निम्न दबाव क्षेत्र के प्रभाव में, ओडिशा, तटीय आंध्र प्रदेश और यनम में 12 और 13, तेलंगाना में 12-14 के दौरान और महाराष्ट्र में 13-15… pic.twitter.com/gRtaDVAu1W
મુંબઈનું આગામી દિવસોનું હવામાન
ADVERTISEMENT
દેશની રાજધાની દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં સતત છ દિવસથી હવામાન સુકું છે. સ્વચ્છ આકાશ, હળવાથી મધ્યમ પવન અને તાપમાનમાં વધારાથી સ્પષ્ટ જણાઈ આવે છે કે ચોમાસું નબળું પડી રહ્યું છે. જોકે, રાજધાનીમાંથી ચોમાસાની વિદાય તાત્કાલિક શરૂ થવાની અપેક્ષા નથી. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, 14-15 સપ્ટેમ્બર દરમિયાન મુંબઈ અને ઉપનગરોમાં ભારે વરસાદની સંભાવના છે, જેના લીધે ટ્રાફિક અને સામાન્ય ગતિવિધિઓને અસર થઈ શકે છે. આ સાથે, 16-19 સપ્ટેમ્બર દરમિયાન વરસાદ થોડો હળવો રહેશે, પરંતુ વરસાદ ચાલુ રહેશે. જયારે 20-21 સપ્ટેમ્બર દરમિયાન ફરી ભારે વરસાદ શરૂ થવાની સંભાવના છે.

ADVERTISEMENT
આ રાજ્યોમાં પડી શકે છે ભારે વરસાદ
હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે, ઓડિશા, દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ અને યાનમમાં 13 સપ્ટેમ્બરે ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. તેલંગાણામાં 14 સપ્ટેમ્બર સુધી અને મહારાષ્ટ્રમાં 13 થી 15 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદ પડી શકે છે. તમિલનાડુ, કર્ણાટક અને આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ આગામી કેટલાક દિવસો સુધી 30-50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન સાથે મધ્યમથી ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ અનુસાર, આસામ અને મેઘાલયમાં 16 સપ્ટેમ્બર સુધી ભારેથી અતિ ભારે વરસાદ પડશે. નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં 15 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદ ચાલુ રહેવાની સંભાવના છે. અરુણાચલ પ્રદેશમાં 13થી 15 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
ADVERTISEMENT
આ પણ વાંચો: હિંસા બાદ પહેલી વખત PM મોદી મણિપુર જશે, આજથી 5 રાજ્યોની મુલાકાતે
બિહારમાં આજે ભારે વરસાદની સંભાવના
ADVERTISEMENT
બિહારમાં 13 સપ્ટેમ્બરે ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે, જ્યારે ઝારખંડમાં 15-16 સપ્ટેમ્બરે વરસાદ પડી શકે છે. પૂર્વી મધ્યપ્રદેશ, વિદર્ભ અને છત્તીસગઢમાં 14 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની સંભાવના છે. ઉપ-હિમાલયી પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં 13 અને 14 સપ્ટેમ્બરે ભારે વરસાદ થવાની સંભાવના છે. પશ્ચિમ ભારતની વાત કરીએ તો, કોંકણ, ગોવા, મરાઠવાડા અને મધ્ય મહારાષ્ટ્રમાં 15 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદ પડશે. ગુજરાતમાં 14-16 સપ્ટેમ્બર દરમિયાન ભારે વરસાદ પડી શકે છે. ઉત્તર ભારતમાં ઉત્તરાખંડમાં 12 થી 16 સપ્ટેમ્બર દરમિયાન ભારે વરસાદ પડશે, જેમાં 13 સપ્ટેમ્બરે ખૂબ ભારે વરસાદની આગાહી છે. હિમાચલ પ્રદેશમાં 13 અને 14 સપ્ટેમ્બરે વરસાદની સંભાવના છે. ઉત્તર પ્રદેશ અને હરિયાણામાં પણ વરસાદની આગાહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.