ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 10:25 PM, 9 June 2026
ADVERTISEMENT
Petrol-Diesel: પશ્ચિમ એશિયામાં યુદ્ધ અને હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાથી ભારત સહિત વૈશ્વિક સ્તરે ઊર્જાની સ્થિતિ વધુ ખરાબ થઈ છે. જ્યારે ઘણા દેશોએ આ સ્થિતીમાં ઇંધણના ભાવમાં આડેધડ વધારો કર્યો છે, ત્યારે ભારતમાં સાધારણ વધારો જોવા મળ્યો છે. મે મહિનાથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફક્ત રૂપિયા 5 નો વધારો થયો છે.
ADVERTISEMENT
જોકે રાજ હવે ખુલી ગયુ છે કે ઇંધણના ભાવમાં ઝડપી કેમ ના વધ્યા. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર નાણા મંત્રાલયે સરકારી તેલ કંપનીઓને મોટું વળતર આપ્યું છે, જેનાથી તેઓ પેટ્રોલ અને ડીઝલ પર વધેલી એક્સાઇઝ ડ્યુટી ગ્રાહકો પર નાખવાને બદલે પોતે ઉઠાવી શકે છે.
સરકારી સૂત્રો અનુસાર નાણા મંત્રાલયે 78 દિવસમાં તેલ અને ગેસ કંપનીઓને ₹1.23 લાખ કરોડનું વળતર આપવાનો સપોર્ટ કર્યો છે. જેથી તેઓ પેટ્રોલ અને ડીઝલ પર વધેલી એક્સાઇઝ ડ્યુટી ગ્રાહકો પર નાખવાને બદલે પોતે ઉઠાવે.
ADVERTISEMENT
જો આ વધારો ન કરવામાં આવ્યો હોત તો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં તીવ્ર વધારો થઈ શક્યો હોત, જેનાથી મોઘવારીમાં વધુ વધારો થવાનું જોખમ રહેલું હતું. જો કે આ સમાચાર સાથે બીજા સમાચાર આવ્યા છે. વધતા ઇંધણના ભાવથી ઝઝૂમી રહેલા ભારતીય ગ્રાહકોને આગામી મહિનાઓમાં થોડી રાહત મળવાની અપેક્ષા છે.
પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું છે કે તેલના ભાવ ઘટી શકે છે. તેમણે કહ્યું કે ભાવ "લાંબા સમય સુધી" વર્તમાન ઉચ્ચ સ્તરે રહેવાની શક્યતા નથી અને આગામી મહિનાઓમાં તેમાં ઘટાડો થવાની અપેક્ષા છે.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ ગુડ ન્યૂઝ! ઓમાનથી ગુજરાત સુધી ભારત બિછાવશે પાઈપલાઈન, સીધો સપ્લાય થશે ગેસ
ADVERTISEMENT
તેમનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ઈરાન સાથે ચાલી રહેલા સંઘર્ષને કારણે વૈશ્વિક ઊર્જા બજારો દબાણ હેઠળ છે, જેના કારણે તેલ અને ગેસનો પુરવઠો ખોરવાઈ ગયો છે અને ક્રૂડ ઓઈલના ભાવ પ્રતિ બેરલ $100 ની નજીક પહોંચી ગયા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT