બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / પગાર, હેલ્થ અને ગ્રેચ્યુઇટી પર મોટો નિર્ણય, જાણો નવા મજૂર કાયદાની 10 મોટી વાતો

New Labour Codes / પગાર, હેલ્થ અને ગ્રેચ્યુઇટી પર મોટો નિર્ણય, જાણો નવા મજૂર કાયદાની 10 મોટી વાતો

Vidhata Gothi

Last Updated: 08:11 AM, 22 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

New Labour Codes: નવા શ્રમ કાયદાને "આત્મનિર્ભર ભારત" તરફ એક મોટું પગલું માનવામાં આવે છે. સરકારનું કહેવું છે કે નવી સિસ્ટમનો ઉદ્દેશ્ય એક મજબૂત માળખું બનાવવાનો છે જે કામદારોની સુરક્ષા વધારશે, સાથે જ ઉદ્યોગ માટે વધુ સારું વાતાવરણ પણ બનાવશે.

મોદી સરકારે શ્રમ સુધારા માટે અત્યાર સુધીનું સૌથી મોટું પગલું લુધુ છે, શ્રમ સાથે જોડાયેલા 29 કાયદાઓ નાબૂદ કરી દીધા છે, તેના બદલે 21 નવેમ્બરથી દેશમાં 4 નવા શ્રમ કાયદાઓ લાગુ થઈ ગયા છે. સરકારનું કહેવું છે કે આ 'આત્મનિર્ભર ભારત'ની દિશામાં આ એક મોટું પગલું છે. આ ફેરફાર દેશની રોજગાર અને ઔદ્યોગિક વ્યવસ્થાને નવી વ્યાખ્યા આપનાર સાબિત થઈ શકે છે. આનાથી 40 કરોડ કામદારોને સોશિયલ સિક્યોરિટી કવરેજ મળશે, એટલે કે દેશની અડધાથી વધારે વર્કફોર્સને પહેલીવાર સુરક્ષાના દાયરા હેઠળ લાવવામાં આવી છે. ચાલો જાણીએ દેશમાં લાગુ થઈ રહેલા 4 નવા લેબર કોડ વિશે, શું બદલાવાનું છે.

29 જૂના શ્રમ કાયદાઓ નાબૂદ

દેશમાં હાલમાં જે શ્રમ કાયદાઓ અમલમાં છે, તે ખૂબ જ જૂના એટલે કે 1930-1950ની વચ્ચેના છે. જૂના શ્રમ કાયદાઓ અર્થતંત્રને અનુકૂળ ન હતા, અને તેમાં ગિગ વર્કર્સ, પ્લેટફોર્મ વર્કર્સ અને પ્રવાસી શ્રમિક જેવા ટર્મ સામેલ ન હતા. પરંતુ હવે નવા કાયદામાં આ કામદારોના હિતોનું ધ્યાન રાખવામાં આવ્યું છે.

સમયસર પગાર અને નિમણૂક પત્રો જરૂરી

નવા લેબર કોડ અંતર્ગત, નિમણૂક પત્રો ફરજિયાત રહેશે, એટલે કે દરેક કામદારને નિમણૂક પત્ર આપવો પડશે. લઘુત્તમ વેતનનો દાયરો બધા શ્રમિકો સુધી લંબાવવામાં આવશે. સમયસર વેતન આપવું કાયદેસર રહેશે. સરકારનો તર્ક છે કે આનાથી રોજગાર અને શરતોમાં પારદર્શિતા વધશે. દેશભરમાં લઘુત્તમ વેતન લાગુ કરવામાં આવશે, જેથી કોઈ પણ પગાર એટલો ઓછો ન હોય કે જેનાથી જીવન નિર્વાહ કરવો મુશ્કેલ બને.

કર્મચારીના આરોગ્યની તપાસ

કર્મચારીઓના સ્વથીને લઈને આ કાયદામાં ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. 40 વર્ષથી વધુ ઉંમરના કામદારોને મફત વાર્ષિક આરોગ્ય તપાસ મળશે, એટલે કે તેમને વર્ષમાં એકવાર ફ્રી હેલ્થ-ચેકઅપની સુવિધા મળશે. કોન્ટ્રાક્ટ પર કામ કરતાં કર્મચારીઓને પણ સ્વાસ્થ્ય લાભો અને સામાજિક સુરક્ષા લાભો આપવામાં આવશે. જોખમી ક્ષેત્રોમાં કામ કરનારાઓને 100% હેઠ સિક્યોરીટીની ગેરંટી મળશે, ખાસ કરીને ખાણકામ, કેમિકલ અને કન્સ્ટ્રક્શન જેવા હાઈ-રિસ્ક જોબવાળાઓને સંપૂર્ણ સુરક્ષા મળશે.

ફક્ત એક વર્ષની નેકરી પર ગ્રેચ્યુટી

હાલમાં, દેશમાં પાંચ વર્ષની સેવા પછી ગ્રેચ્યુટી મળે છે, પરંતુ હવે, નવા કાયદા હેઠળ, ફક્ત એક વર્ષની કાયમી સેવા પછી કર્મચારીઓને ગ્રેચ્યુટી મળશે. પ્રાઇવેટ સેક્ટરમાં કામ કરતા લોકો માટે આ સારા સમાચાર છે.

કામ કરતી મહિલાઓ માટે ખાસ નિયમો

નવા કાયદા હેઠળ, મહિલાઓને હવે નાઈટ શિફ્ટમાં કામ કરવાની મંજૂરી આપવામાં આવશે. જો કે, આ માટે મહિલાની સહમતિ અને કાર્યસ્થળ પર સલામતીના પગલાં જરૂરી હશે. વધુમાં આ કાયદો મહિલાઓ માટે સમાન વેતન અને સન્માનની ગેરેન્ટી આ કાયદામાં છે. ટ્રાન્સજેન્ડર લોકોને પણ કામ પર સમાન અધિકારો મળશે.

ગિગ અને પ્લેટફોર્મ વર્કર્સને પહેલીવાર કાનૂની માન્યતા

નવા લેબર કોડમાં ગિગ અને પ્લેટફોર્મ વર્કને વ્યાખ્યાયિત કરવામાં આવ્યા છે. ગિગ વર્કર્સ અને પ્લેટફોર્મ વર્કર્સને પહેલીવાર કાનૂની માન્યતા મળશે. તેમને પીએફ, વીમો અને પેન્શન જેવા સામાજિક સુરક્ષા લાભો મળી શકશે. હવે એગ્રીગેટર્સને તેમના ટર્નઓવરના 1-2% આપવા પડશે, જે મહત્તમ 5% સુધી હશે. લાભાર્થી કીડનો યુનિવર્સલ એકાઉન્ટ નંબર (UAN) લિંક કરવામાં આવશે, જેનાથી અન્ય રાજ્યોના કર્મચારીઓને પણ પોર્ટેબિલિટી અંતર્ગત જોડવામાં આવશે.

ઓવરટાઇમ પર ડબલ પગારની ગેરંટી

નવા લેબર કોડમાં ઓવરટાઇમને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. કર્મચારીઓની ફરિયાદ હતી કે કંપની યોગ્ય રીતે ઓવરટાઇમ ચૂકવતી નથી. પરંતુ નવા લેબર કોડમાં ઓવરટાઇમ કરવા પર ડબલ પગારની ગેરંટી આપવામાં આવી છે.

vtv app promotion

કોન્ટ્રાક્ટ વર્કર્સ માટે સારા સમાચાર

કોન્ટ્રાક્ટ વર્કર્સને હવે કાયમી કર્મચારીઓ જેટલી જ સુરક્ષા મળશે. યુવાનોને તેમની પહેલી નોકરીમાં લઘુત્તમ વેતનની ખાતરી આપવામાં આવશે. પ્રવાસી અને અનૌપચારિક ક્ષેત્રના કામદારોને સામાજિક સુરક્ષા નેટવર્કમાં સમાવવામાં આવશે.

કાનૂની પાલન હવે સરળ બનશે

હવે ઘણા રજિસ્ટ્રેશન અને રિપોર્ટિંગને બદલે સિંગળ લાઇસન્સ અને સિંગલ રિટર્ન મોડેલ હશે, જેનાથી કંપનીઓનો કમ્પ્લાયન્સનો બોજ ઘટશે. વર્ષો જૂના કાયદા, જે જટિલ હતા, તેને ખતમ થઈ જશે. મુખ્યત્વે 29 કાયદાઓને એકીકૃત કરીને ચાર લેબર કોડ બનાવવામાં આવ્યા છે. આનો ધ્યેય ઉદ્યોગોને લાલ ફિતાશાહીમાંથી મુક્ત કરવાનો છે.

આ પણ વાંચો: નોકરીમાં ગ્રેચ્યુઇટી માટે હવે નહીં કરવી પડે 5 વર્ષની પ્રતિક્ષા, કેન્દ્ર સરકારે કરી દીધું આ મોટું એલાન

કંપનીઓ અને કર્મચારીઓ વચ્ચેના વિવાદો પર નવો નિયમો

નવી સિસ્ટમમાં 'ઇન્સ્પેક્ટર-કમ-ફેસિલિટેટર" હશે, જે મોટાભાગે માર્ગદર્શન આપશે, દંડાત્મક કાર્યવાહી નહીં કરે. ઉદ્યોગ વિવાદો માટે બે સભ્યોના ટ્રિબ્યુનલ પણ હશે, જ્યાં કર્મચારીઓ સીધા સંપર્ક કરી શકશે. સરકારનો દાવો છે કે આ કોડ્સ કામદારોને વ્યાપક સામાજિક સુરક્ષા અને સન્માન પ્રદાન કરશે, જ્યારે ઉદ્યોગોને ઓછી જટિલતા અને વધુ સારી મૂડી રોકાણની તકો પ્રદાન કરશે.

નવા લેબર કોડ્સ "આત્મનિર્ભર ભારત" તરફ એક મુખ્ય પગલું છે. સરકાર જણાવે છે કે નવી સિસ્ટમનો હેતુ એક મજબૂત શ્રમ માળખું બનાવવાનો છે જે ફક્ત કામદારોની સલામતીમાં વધારો જ નહીં પરંતુ ઉદ્યોગો માટે સ્પર્ધાત્મક વાતાવરણ પણ બનાવે છે. મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું છે કે આ સુધારા "આત્મનિર્ભર ભારત" ના વિઝનને અનુરૂપ છે અને 2047 સુધીમાં દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે એક મજબૂત આધાર હશે.

જણાવી દઈએ કે 21 નવેમ્બરના રોજ, કેન્દ્ર સરકારે 4 કેન્દ્રીય શ્રમ કોડ - Code on Wages, 2019, Industrial Relations Code, 2020, Code on Social Security, 2020 અને Occupational Safety, Health and Working Conditions Code, 2020ને અમલમાં લાવી દીધા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Labour Codes Benefits New Labour Codes Social Security
Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ