બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / નોકરીમાં ગ્રેચ્યુઇટી માટે હવે નહીં કરવી પડે 5 વર્ષની પ્રતિક્ષા, કેન્દ્ર સરકારે કરી દીધું આ મોટું એલાન
Last Updated: 07:59 AM, 22 November 2025
New Gratuity Rule : દેશના લાખો કર્મચારીઓ માટે કેન્દ્ર સરકારે એક મહત્વપૂર્ણ અને રાહતદાયક નિર્ણય લીધો હોવાનું જાણવા મળ્યું છે. નવા સુધારાયેલા શ્રમ કાયદાઓમાં સરકારે એવા મોટા ફેરફારો કર્યા છે, જે કર્મચારીઓની આર્થિક સુરક્ષામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. ખાસ કરીને ગ્રેચ્યુઇટી મેળવવા માટેની 5 વર્ષની ફરજિયાત સેવા હવે માત્ર એક વર્ષ સુધી જ સીમિત રહેવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે.
ADVERTISEMENT
શ્રમ કાયદામાં મોટો બદલાવ
માહિતી મુજબ સરકાર દ્વારા 29 જૂના અને જટિલ શ્રમ કાયદાઓને એકીકૃત કરીને હવે તેમને 4 નવા શ્રમ કોડમાં ગોઠવવામાં આવ્યા છે. આ બદલાવથી પગાર બંધારણ, વેતન સુરક્ષા, સામાજિક સુરક્ષા અને કાર્યકારી પરિસ્થિતિઓને વધુ સરળ અને પારદર્શક બનાવવાનો પ્રયાસ છે.
ADVERTISEMENT
નવા નિયમો અનુસાર
ADVERTISEMENT
આ સુધારા દેશના કાર્યક્ષેત્રને વધુ સુવ્યવસ્થિત અને કામદારોના હિતમાં બનાવવાનો સરકારનો પ્રયાસ દર્શાવે છે.

ADVERTISEMENT
ગ્રેચ્યુઇટી શું છે?
ગ્રેચ્યુઇટી એ નોકરી છોડતી વખતે અથવા નિવૃત્તિ સમયે કંપની દ્વારા કર્મચારીને આભારરૂપે આપવામાં આવતી રકમ છે. સામાન્ય રીતે, લાંબા સમય સુધી સેવા આપનાર કર્મચારીઓને આ ચુકવણી કરવામાં આવે છે.
ADVERTISEMENT
જો નવી જોગવાઈ અમલમાં આવે તો, કર્મચારીને અચાનક નોકરી ગુમાવવાની સ્થિતિમાં સહાય, નિવૃત્તિ માટે વધુ સારો આર્થિક આધાર, સરકારી તેમજ ખાનગી-બંને ક્ષેત્રોમાં સમાન લાભ મળવાની શક્યતા ઊભી થાય છે.
આ પણ વાંચો : દુબઈમાં તેજસ ફાઈટર જેટ ક્રેશ, જાણો કોણ હતા તેના પાયલટ નમન સ્યાલ
ADVERTISEMENT
તમારી ગ્રેચ્યુઇટી કેવી રીતે ગણશો?
ગ્રેચ્યુઇટીની ગણતરી માટેનો ફોર્મ્યુલા ખૂબ જ સરળ છે:
ફોર્મ્યુલા: ગ્રેચ્યુઇટી = (બેઝિક + DA) × 15/26 × સેવા વર્ષો
ઉદાહરણ: જો તમારા બેઝિક + DA = ₹50,000 અને સેવા = 5 વર્ષ
તો, ગ્રેચ્યુઇટી = 50,000 × 15/26 × 5 = ₹1,44,230
આ રીતે તમે તમારા છેલ્લા પગારના આધારે ખૂબ સરળતાથી તમારી ગ્રેચ્યુઇટીની રકમ જાણી શકો છો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Pay Commission / સરકારી કર્મચારીઓની થશે બલ્લે-બલ્લે! આવી 8માં પગારપંચ પર નવી અપડેટ
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Pay Commission / સરકારી કર્મચારીઓની થશે બલ્લે-બલ્લે! આવી 8માં પગારપંચ પર નવી અપડેટ
ADVERTISEMENT