ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / જબલપુરના સિહોરામાં મંદિરમાં આરતી દરમિયાન ઉગ્ર વિવાદ, તોડફોડ બાદ બે જૂથોમાં પથ્થરમારો

મધ્યપ્રદેશ / જબલપુરના સિહોરામાં મંદિરમાં આરતી દરમિયાન ઉગ્ર વિવાદ, તોડફોડ બાદ બે જૂથોમાં પથ્થરમારો

Published By: Priyankka Triveddi

Last Updated: 07:50 AM, 20 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Madhyapradesh News: મધ્યપ્રદેશના જબલપુરના સિહોરા નગરના વોર્ડ નંબર 5માં આવેલા આઝાદ ચોકમાં ગુરુવારની રાતે મંદિરના મામલે બે પક્ષો વચ્ચે પથ્થમારો શરૂ થઈ ગયો હતો. શું છે સમગ્ર ઘટના વાંચો વિગતે..,

ADVERTISEMENT

Madhyapradesh News: મધ્યપ્રદેશના જબલપુરમાં ગુરુવારે રાત્રે લગભગ 9 વાગ્યે સિહોરાના આઝાદ ચોક વિસ્તારમાં સ્થિત દુર્ગા મંદિરમાં થયેલી તોડફોડની ઘટનાએ અચાનક તણાવનું સ્વરૂપ ધારણ કર્યું હતું. આરતી ચાલી રહી હતી ત્યારે એક યુવક મંદિરમાં ઘૂસી ગયો અને ગ્રીલને નુકસાન પહોંચાડ્યાની માહિતી સામે આવી છે. આ ઘટનાથી સ્થળ પર હાજર લોકોમાં ભારે રોષ ફેલાયો અને થોડા જ સમયમાં બે જૂથો આમને-સામને આવી ગયા હતા.

વિવાદ ઝડપથી ઉગ્ર બનતાં બંને પક્ષો વચ્ચે પથ્થરમારો શરૂ થયો હતો. કેટલાક લોકો લાકડીઓ સાથે પણ સ્થળ પર પહોંચી ગયા હોવાની માહિતી છે. ઘટનાને પગલે વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ અને પરિસ્થિતિ વધુ વણસી રહી હોવાનું જોતા સ્થાનિક લોકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. નોંધનીય છે કે આઝાદ ચોક વિસ્તાર અગાઉથી જ સંવેદનશીલ ગણાય છે કારણ કે મંદિર અને મસ્જિદ સામસામે આવેલાં છે.

માહિતી મળતાં જ સિહોરા પોલીસ સ્ટેશન સહિત નજીકના પોલીસ સ્ટેશનમાંથી વધારાના લોકોને બોલવવામાં આવ્યા હતા. ભીડને કાબૂમાં લેવા માટે પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા અને વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો. અધિકારીઓએ જણાવ્યું કે હાલ પરિસ્થિતિ નિયંત્રણમાં છે છતાં સુરક્ષાની દૃષ્ટિએ પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે અને સતત નજર રાખવામાં આવી રહી છે.

આ પણ વાંચો: IMD એ 6 રાજ્યો માટે જાહેર કર્યું એલર્ટ, વાવાઝોડા સાથે વીજળી અને કરા પડવાની આગાહી

vtv app promotion

ઘટના અંગે સ્થાનિક જનપ્રતિનિધિઓએ પણ પોલીસ સાથે ચર્ચા કરી પરિસ્થિતિની સમીક્ષા કરી છે. વહીવટી તંત્રએ નાગરિકોને શાંતિ અને સંયમ જાળવવાની અપીલ કરી છે. પોલીસ સમગ્ર મામલે તપાસ ચલાવી રહી છે અને ઘટનાની હકીકત બહાર લાવવા પ્રયાસ કરી રહી છે. જેથી વિસ્તારમાં ફરી શાંતિપૂર્ણ વાતાવરણ સ્થાપિત થઈ શકે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Madhyapradesh News Sihora Azad Chowk clash Jabalpur Violence

Published by

Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ