બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / 6 દિવસ ભારે વરસાદની ચેતવણી, 5 રાજ્યોમાં એલર્ટ, જાણો 10 ઓગસ્ટ સુધી કેવી રહેશે દેશનું હવામાન

આગાહી / 6 દિવસ ભારે વરસાદની ચેતવણી, 5 રાજ્યોમાં એલર્ટ, જાણો 10 ઓગસ્ટ સુધી કેવી રહેશે દેશનું હવામાન

Vidhata Gothi

Last Updated: 08:16 AM, 5 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IMD Weather Forecast: દેશભરમાં વરસાદની મોસમ ચાલી રહી છે, ત્યારે હવામાન વિભાગે 10 ઓગસ્ટ સુધી હવામાન કેવી રહેશે તેની આગાહી કરી છે. સાથે જ કેટલાક રાજ્યો માટે એલર્ટ પણ જાહેર કર્યું છે.

દેશમાં હાલમાં ચોમાસું ચાલી રહ્યું છે અને દક્ષિણ પશ્ચિમ ચોમાસું સંપૂર્ણપણે સક્રિય છે. 4 ઓગસ્ટના રોજ લો પ્રેશર એરિયા અને સાયક્લોનિક હવાથી મધ્ય, ઉત્તર અને ઉત્તરપૂર્વ ભારતમાં અસર થઈ, જેના કારણે તોફાની પવનો અને ગાજવીજ સાથે ભારે વરસાદ પડ્યો. તો દક્ષિણ ભારતમાં મધ્યમ વરસાદ થયો. ત્યારે હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી સામે આવી છે. ચાલો જાણીએ કે હવામાન વિભાગે 10 ઓગસ્ટ સુધી હવામાન વિશે શું આગાહી કરી છે.

આ રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આગામી 3 દિવસ માટે હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશમાં ભારેથી ખૂબ ભારે વરસાદની સંભાવના છે. જયારે આગામી 5 દિવસ તમિલનાડુ અને કેરળમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની સંભાવના છે. આજે અને આવતીકાલે એટલે કે 5 અને 6 ઓગસ્ટના રોજ કેરળ અને તમિલનાડુના ઘાટ વિસ્તારોમાં કેટલીક જગ્યાએ અતિભારે વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગ અનુસાર, આગામી 3 દિવસ હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે. જયારે આગામી 7 દિવસ ઉત્તરપૂર્વ અને પૂર્વ ભારતમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ થવાની સંભાવના છે. 6-7 ઓગસ્ટના રોજ મરાઠવાડામાં, 7-8 ઓગસ્ટના રોજ કોંકણ, ગોવામાં અને 8 ઓગસ્ટના રોજ મધ્ય મહારાષ્ટ્રમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે.

હવામાનની સ્થિતિ

હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે, હિમાચલ પ્રદેશ અને તેની આસપાસના વિસ્તારો, ઉત્તર તમિલનાડુ કિનારાથી દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડી ઉપર, દક્ષિણ બાંગ્લાદેશ અને આસપાસના વિસ્તારોમાં અપર એરનું સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે. સમુદ્ર સપાટીથી 5.8 કિમી ઉપર હિમાચલ પ્રદેશ અને નજીકના જમ્મુ વિભાગ પર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સાયક્લોનિક સર્ક્યુલેશન તરીકે સક્રિય છે.

કયા રાજ્યમાં કેવું રહેશે હવામાન?

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે, 5-10 ઓગસ્ટ દરમિયાન ઉત્તરપશ્ચિમ ભારતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે પૂર્વી ઉત્તર પ્રદેશ, જમ્મુ-કાશ્મીર અને પંજાબમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સિવાય હિમાચલ પ્રદેશમાં 5-8 ઓગસ્ટ, હરિયાણા અને પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં 5-6 ઓગસ્ટ, ભારે વરસાદની આગાહી છે. આગામી 7 દિવસ માટે, પશ્ચિમી હિમાલય પ્રદેશ અને મેદાનોમાં વાવાઝોડા સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

Vtv App Promotion 1

પૂર્વ અને મધ્ય ભારતમાં 5 થી 9 ઓગસ્ટ દરમિયાન કેટલાક સ્થળોએ ભારે વરસાદની શક્યતા છે, જેમાં 6 થી 7 ઓગસ્ટે હિમાલયના પશ્ચિમ બંગાળ, સિક્કિમ અને બિહાર, ઓડિશા અને ગંગા પશ્ચિમ બંગાળ, 8 ઓગસ્ટે ઝારખંડ, આજે ઉત્તરપશ્ચિમ મધ્યપ્રદેશ, 8-10 ઓગસ્ટ દરમિયાન છત્તીસગઢમાં ભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આગામી 5 દિવસ દરમિયાન પૂર્વ અને મધ્ય ભારતમાં ઘણી જગ્યાએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

ઉત્તરપૂર્વ ભારતમાં, 5થી 10 ઓગસ્ટ દરમિયાન અરુણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલયમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદની શક્યતા છે, 5 થી 8 ઓગસ્ટ દરમિયાન નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં ભારે વરસાદ થવાની સંભાવના છે. દક્ષિણ દ્વીપકલ્પ ભારતમાં, 5 થી 7 ઓગસ્ટના રોજ કેરળ અને તમિલનાડુના ઘાટ વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. 8 ઓગસ્ટ સુધી દરિયાકાંઠાના અને દક્ષિણ આંતરિક કર્ણાટકમાં વાદળછાયું વાતાવરણ અને વરસાદ થવાની સંભાવના છે.

આ પણ વાંચો: 'ભારતની ટીકા કરનાર પોતે કરે છે રશિયા સાથે વેપાર', ટ્રમ્પની ધમકી પર ભારતનો જડબાતોડ જવાબ

આજ અને આવતીકાલ લક્ષદ્વીપમાં, 8 ઓગસ્ટ સુધી ઉત્તરીય આંતરિક કર્ણાટકમાં, 7 ઓગસ્ટ સુધી દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ અને યનમમાં ભારે પવન ફૂંકાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ સિવાય 10 ઓગસ્ટ સુધી રાયલસીમામાં 40 થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે તેવી સંભાવના છે. આગામી 5 દિવસ માટે તમિલનાડુ, કેરળ, માહે, લક્ષદ્વીપ, કર્ણાટક, રાયલસીમા, દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ, યનમ અને તેલંગાણામાં વાવાઝોડા સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

India Weather News IMD Weather Forecast Heavy Rain Forecast
Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ