બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / 'ભારતની ટીકા કરનાર પોતે કરે છે રશિયા સાથે વેપાર', ટ્રમ્પની ધમકી પર ભારતનો જડબાતોડ જવાબ

ટેરિફ વૉર / 'ભારતની ટીકા કરનાર પોતે કરે છે રશિયા સાથે વેપાર', ટ્રમ્પની ધમકી પર ભારતનો જડબાતોડ જવાબ

Vidhata Gothi

Last Updated: 08:00 AM, 5 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

India-US News: ભારતે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ધમકીઓનો જડબાતોડ જવાબ આપ્યો છે. વિદેશ મંત્રાલયે અમેરિકા અને યુરોપિયન યુનિયનના ડબલ સ્ટાન્ડર્ડ પર સવાલો ઉઠાવ્યા અને ભારતના હિતોની રક્ષા કરી.

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત પર ભારે ટેરિફ લગાવવાની અને રશિયા સાથે વેપાર કરવા બદલ દંડ લગાવવાની સતત ધમકીઓ આપી રહ્યું છે. ત્યારે હવે ભારતે ડોનાલ્ડ ટ્રમ્પની ધમકીઓનો જડબાતોડ જવાબ આપ્યો છે. ભારત સરકારે એક 6 પોઇન્ટનું સ્ટેટમેન્ટ રિલીઝ કર્યું છે, જેમાં ભારત સરકારે ટ્રમ્પના દરેક સવાલના જવાબ આપ્યા છે જેને લઈને તે વારંવાર ભારતને ધમકીઓ આપી રહ્યું હતું. એક પોઇન્ટમાં ભારત સરકારે એમ પણ જણાવ્યું કે ટ્રમ્પ પોતે રશિયા સાથે વેપાર કરી રહ્યા છે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસવાલે કહ્યું કે ભારતને રશિયા પાસેથી તેલની આયાત શરૂ કરવા મજબૂર થવું પડ્યું, કારણ કે યૂક્રેન યુદ્ધ શરુ થયા પછી રેગ્યુલર સપ્લાયર્સે પોતાની સપ્લાય યુરોપ તરફ વાળી દીધી હતી. એ સમયે અમેરિકાએ પોતે ભારતને આવા પગલાં લેવા માટે પ્રોત્સાહિત કર્યું હતું, જેથી વૈશ્વિક ઉર્જા બજાર સ્થિર રહી શકે. તેમણે કહ્યું કે ભારતે આ આયાત ભારતીય ગ્રાહકોને સસ્તી અને સ્થિર ઉર્જા પૂરી કરવા માટે જરૂરી છે. આ કોઈ વિકલ્પ નથી, પરંતુ વૈશ્વિક બજારની મજબૂરી છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે આશ્ચર્યની વાત છે કે જે દેશ ભારતની ટીકા કરી રહ્યો છે, તે પોતે પણ રશિયા સાથે વેપાર કરી રહ્યો છે, જયારે કે તેમના માટે આ કોઈ રાષ્ટ્રીય આવશ્યકતા નથી.

ભારતે આંકડા સાથે જણાવ્યું કે માત્ર 2024માં યુરોપીય સંઘ (EU) અને રશિયા વચ્ચે 67.5 અબજ યુરોની વસ્તુઓનો વેપાર થયો, જયારે 2023માં સેવાઓનો વેપાર 17.2 અરબ યુરો સુધી પહોંચી ગયો. આ વેપાર એ વર્ષે ભારત અને રશિયાના કુલ વેપાર કરતા કેટલોય વધારે હતો. યુરોપીય સંઘે 2024માં રશિયા પાસેથી 16.5 મિલિયન ટન LNG આયાત કર્યો, જે 2022ના 15.21 મિલિયન ટનના પાછલા રેકોર્ડને પણ પાર કરી ગયો.

Vtv App Promotion 2

અમેરિકાની ખોલી પોલ

વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે યુરોપ અને રશિયા વચ્ચેનો વેપાર માત્ર ઉર્જા સુધી સીમિત નથી, પરંતુ આમાં ખાતર, ખનીજ, કેમિકલ્સ, લોખંડ, મશીનરી અને ટ્રાન્સપોર્ટ ડિવાઈસ પણ સામેલ છે. જયારે અમેરિકાને લઈને ભારતે કહ્યું લકે તે પણ પરમાણુ ઉર્જા માટે રશિયા પાસેથી યુરેનિયમ હેક્સાફ્લોરાઈડ, પોતાના EV ઉદ્યોગ માટે પેલેડિયમ, ખાતરની સાથે-સાથે કેમિકલ્સ પણ આયાત કરે છે.

ભારતનું વલણ સ્પષ્ટ

વિદેશ મંત્રાલયે ભાર આપીને કહ્યું કે ભારતને નિશાન બનાવવું અયોગ્ય અને ગેરવાજબી છે. ભારત એક મુખ્ય અર્થવ્યવસ્થા તરીકે હંમેશા પોતાના રાષ્ટ્રના હિત અને આર્થિક સુરક્ષા માટે જરૂરી પગલા ઉઠાવશે.

આ પણ વાંચો: 15 ઓગસ્ટ પહેલા જ લાલ કિલ્લાએથી આવ્યા મોટા સમાચાર, સામે આવ્યું બૉમ્બ કનેક્શન, 7 પોલીસકર્મી સસ્પેન્ડ

ટ્રમ્પે આપી હતી ટેરિફ વધારવાની ધમકી

ભારતના આ નિવેદન પહેલા ટ્રમ્પે કહ્યું હતું કે ભારત રશિયા પાસેથી મોટા પ્રમાણમાં તેલ ખરીદીને આ તેલનો એક મોટો જથ્થો આંતરરાષ્ટ્રીય બજારમાં વેચીને પણ મોટો નફો કમાઈ રહ્યું છે. તેમને આ વાતની કોઈ પડી નથી કે રશિયાના યુદ્ધ મશીન યૂક્રેનમાં કેટલા લોકોને મારી રહ્યા છે. આ કારણે હું ભારત દ્વારા અમેરિકાને આપવામાં આવતા ટેરિફમાં ભારે વધારો કરીશ.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

US President Donald Trump Trump Tariff India-US News
Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ