બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 01:40 PM, 2 September 2025
First Made In India Semi Conductor Chip: મંગળવારે આયોજિત સેમિકોન ઇન્ડિયા કોન્ફરન્સ કેન્દ્રીય આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દેશમાં બનેલી પહેલી ચીપ આપી. કેન્દ્રીય મંત્રી વૈષ્ણવે વડાપ્રધાન મોદીને 'વિક્રમ' 32-બીટ પ્રોસેસર અને ચાર મંજૂર પ્રોજેક્ટ્સની ટેસ્ટ ચિપ્સ સોંપી. જણાવી દઈએ કે વડાપ્રધાન મોદીએ દિલ્હીમાં "સેમિકોન ઇન્ડિયા 2025"નું ઉદ્ઘાટન કર્યું, જેમાં મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી જિતિન પ્રસાદ પણ હાજર રહ્યા.
ADVERTISEMENT
First ‘Made in Bharat’ Chips! 🇮🇳 pic.twitter.com/QYFGA4HFLG
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) September 2, 2025
આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું- થોડા વર્ષો પહેલા આપણે આપણા વડાપ્રધાનના દૂરંદેશી અભિગમ સાથે એક નવી શરૂઆત કરી હતી. આપણે 'ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન' શરૂ કર્યું હતું... ફક્ત 3.5 વર્ષમાં, આખું વિશ્વ ભારતને વિશ્વાસથી જોઈ રહ્યું છે. આજે પાંચ સેમિકન્ડક્ટર યુનિટનું નિર્માણ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે... આજે આપણે પીએમ મોદીને પહેલી 'મેડ-ઇન-ઇન્ડિયા' ચિપ સોંપી છે. આપણે અભૂતપૂર્વ સમયમાં જીવી રહ્યા છીએ. વૈશ્વિક નીતિગત અસ્થિરતાએ મોટી અનિશ્ચિતતા ઊભી કરી દીધી છે. ઉથલપાથલના આ સમયમાં, ભારત સ્થિરતા અને વિકાસની દીવાદાંડી બનીને ઊભું છે. આ પરિસ્થિતિઓમાં, તમારે ભારત આવવું જોઈએ કારણ કે અહીંની નીતિઓ સ્થિર છે.
ADVERTISEMENT
First ‘Made in India’ Chips!
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) September 2, 2025
A moment of pride for any nation. Today, Bharat has achieved it. 🇮🇳
This significant milestone was made possible by our Hon’ble PM @narendramodi Ji’s far-sighted vision, strong will and decisive action. pic.twitter.com/ao2YeoAkCv
શું છે વિક્રમ પ્રોસેસર
ADVERTISEMENT
ઇસરોની સેમિકન્ડક્ટર લેબ દ્વારા વિકસિત વિક્રમ, ભારતનું પ્રથમ સંપૂર્ણપણે સ્વદેશી 32-બીટ માઇક્રોપ્રોસેસર છે, જે લોન્ચ વાહનો જેવી કઠોર પરિસ્થિતિઓ માટે યોગ્ય પ્રમાણિત કરવામાં આવ્યું છે.
સેમિકન્ડક્ટરનું મહત્ત્વ
ADVERTISEMENT
સેમિકન્ડક્ટર આધુનિક ટેકનોલોજીના કેન્દ્રમાં છે. આ સ્વાસ્થ્ય, પરિવહન, સંદેશાવ્યવહાર, સંરક્ષણ અને અવકાશ જેવી આવશ્યક સિસ્ટમોને શક્તિ આપે છે. જેમ જેમ વિશ્વ ડિજિટલાઇઝેશન અને ઓટોમેશન તરફ આગળ વધી રહ્યું છે, સેમિકન્ડક્ટર આર્થિક સુરક્ષા અને વ્યૂહાત્મક સ્વતંત્રતાનો મહત્ત્વપૂર્ણ ભાગ બની ગયા છે.
"वो दिन दूर नहीं है, जब भारत की सबसे छोटी chip, दुनिया के सबसे बड़े change को drive करेगी।"
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) September 2, 2025
- प्रधानमंत्री @narendramodi जी
📍Semicon India 2025 pic.twitter.com/gNV1BYvVSz
ADVERTISEMENT
2021માં 'ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન (ISM)'ની શરૂઆત પછી માત્ર ચાર વર્ષમાં ભારતે તેની સેમિકન્ડક્ટર યાત્રાને વિઝનથી વાસ્તવિકતામાં બદલી નાખી. આ વિઝનને ટેકો આપવા માટે, સરકારે 76,000 કરોડ રૂપિયાની પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ (PLI) યોજનાની જાહેરાત કરી હતી, જેમાંથી લગભગ 65,000 કરોડ રૂપિયા પહેલાથી જ ફાળવી દેવામાં આવ્યા છે.

ADVERTISEMENT
આ સિવાય, 28 ઓગસ્ટના રોજ ભારતની સેમિકન્ડક્ટર યાત્રામાં એક મોટો માઇલસ્ટોન ત્યારે આવ્યો જયારે ગુજરાતના સાણંદમાં દેશની પહેલી એન્ડ-ટુ-એન્ડ આઉટસોર્સ્ડ સેમિકન્ડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટ (OSAT) પાઇલટ લાઇન ફેસિલીટી શરૂ કરવામાં આવી. સેમિકન્ડક્ટર કંપની CG-સેમી આ પાઇલટ સુવિધામાંથી પહેલી 'મેડ-ઇન-ઇન્ડિયા' ચિપ તૈયાર કરશે તેવી અપેક્ષા છે.
આત્મનિર્ભરતાની દિશામાં પગલાં
ડિઝાઇન હોય, પેકેજિંગ હોય કે ઉત્પાદન - ભારત આ તમામ મૂળભૂત પાસાઓમાં આત્મનિર્ભર બનવાના પોતાના સપનાને આકાર આપી રહ્યું છે. ડિઝાઇન લિંક્ડ ઇન્સેન્ટિવ (DLI) યોજના હેઠળ, 23 ચિપ ડિઝાઇન પ્રોજેક્ટ્સને સ્ટાર્ટઅપ્સ અને ઇનોવેટર્સના સમર્થનમાં મંજૂરી આપી દેવામાં આવી છે. વર્વસેમી માઇક્રોઇલેક્ટ્રોનિક્સ જેવી કંપનીઓ સંરક્ષણ, એરોસ્પેસ, ઇલેક્ટ્રિક વાહનો અને ઊર્જા પ્રણાલીઓ માટે અદ્યતન ચિપ્સ બનાવી રહી છે, જેનાથી સ્પષ્ટ થાય છે કે ભારત હવે માત્ર ગ્રાહક નથી પણ ઉત્પાદક પણ બની ગયું છે.
આ પણ વાંચો: ટ્રમ્પને તમાચો! આખરે PM મોદીએ ટેરિફ પર કર્યું આ મોટું એલાન, અમેરિકાને થઈ જશે ઈર્ષા!
જૂન 2023માં સરકારે સાણંદમાં પહેલું સેમીકંડકટર યુનિટ સ્થાપિત કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. અત્યાર સુધી સરકાર છ રાજ્યો - ગુજરાત, આસામ, ઉત્તરપ્રદેશ, પંજાબ, ઓડિશા અને આંધ્રપ્રદેશમાં કુલ 1.60 લાખ કરોડ રૂપિયાથી વધુના રોકાણવાળા 10 સેમીકંડકટર પ્રોડક્શન પ્રોજેક્ટ્સને મંજૂરી આપી ચુકી છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.