બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 12:47 PM, 2 September 2025
જ્યારથી અમેરિકાએ ભારત પર 50 ટકા ટેરિફ લગાડ્યો છે ત્યારથી દેશ-વિદેશમાં તેની ખૂબ ચર્ચા ચાલી છે. ભારતમાં પણ ટ્રમ્પના આ પગલાંનો ઘણો વિરોધ છે. હવે પહેલી વાર ટ્રમ્પ ટેરિફ પર પ્રધાનમંત્રી મોદીનું નિવેદન આપ્યું છે.
ADVERTISEMENT
It is said that oil was the black gold, but chips are the digital diamonds.
— BJP (@BJP4India) September 2, 2025
Oil shaped the last century, but in the 21st century, power lies within these tiny chips. They hold the potential to accelerate global progress.
The global semiconductor market is projected to cross 1… pic.twitter.com/1Nrnr8gvFO
સેમિકોન ઈન્ડિયા કોન્ફરન્સમાં શું બોલ્યાં પીએમ મોદી
ADVERTISEMENT
મંગળવારે સેમિકોન ઈન્ડિયા કોન્ફરન્સમાં બોલતા, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારત વૈશ્વિક સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમમાં અગ્રણી ભૂમિકા ભજવવા માટે તૈયાર છે. તેમની સરકાર ટૂંક સમયમાં આ ક્ષેત્રને વધુ પ્રોત્સાહન આપવા માટે "આગામી પેઢીના સુધારા" શરૂ કરશે. ભારતમાં બનેલી સૌથી નાની ચિપ પણ વિશ્વમાં સૌથી મોટો ફેરફાર લાવશે."
પીએમ મોદીનો ટ્રમ્પ પર કટાક્ષ
ADVERTISEMENT
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે જણાવ્યું હતું કે "આર્થિક સ્વાર્થ દ્વારા ઉભા થયેલા પડકારો" છતાં, આ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ભારતનો GDP 7.8 ટકાનો વધારો થયો છે, પીએમ મોદીની આ વાત ભારતીય માલ પર યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા ટેરિફનો ઉલ્લેખ કરે છે. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે ભારતીય અર્થતંત્ર "દરેક અપેક્ષા અને અંદાજ કરતાં વધુ સારું રહ્યું છે. "જ્યારે વિશ્વભરમાં આર્થિક ચિંતાઓ અને આર્થિક સ્વાર્થ દ્વારા ઉભા થયેલા પડકારો છે, ત્યારે ભારતે 7.8 ટકાનો વિકાસ દર હાંસલ કર્યો છે.
ADVERTISEMENT
ભારત પર અમેરિકાનો કેટલો ટેરિફ
ઉલ્લેખનીય છે કે અમેરિકાએ ભારત પર 50 ટકા ટેરિફ લગાડી દીધો છે અને હજુ પણ બીજી વસ્તુઓ પર વધારે લગાડવાની ધમકીઓ આપી રહ્યો છે. ત્યારે હવે પીએમ મોદીએ આડકતરી રીતે ટ્રમ્પને જવાબ આપ્યો છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.