બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Viral / VIDEO: હાઇવે પર ટ્રાફિકમાં ફસાયા ગજરાજ, ગાડીઓ વચ્ચે હાથીને પસાર થતાં જોઈ લોકોના દિલની ધડકન તેજ

વાયરલ / VIDEO: હાઇવે પર ટ્રાફિકમાં ફસાયા ગજરાજ, ગાડીઓ વચ્ચે હાથીને પસાર થતાં જોઈ લોકોના દિલની ધડકન તેજ

Priykant Shrimali

Last Updated: 01:51 PM, 10 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Haridwar Elephant Video : હાથી ટ્રાફિક જામમાં ફસાયેલા વાહનોમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરે છે જેનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જુઓ Video

Haridwar Elephant Video : જૂન મહિનાની કાળઝાળ ગરમી અને શાળાની રજાઓને કારણે ઘણા લોકો ઉત્તરાખંડ ફરવા આવી રહ્યા છે. ગયા અઠવાડિયે જ સપ્તાહના અંતે હરિદ્વાર હાઇવે પર હજારો વાહનો રખડતા હતા જેના કારણે શહેરમાં ભારે ટ્રાફિક જામ હતો. આ સમય દરમિયાન હરિદ્વારના શ્યામપુરમાં એક ચોંકાવનારી ઘટના જોવા મળી. વાસ્તવમાં અહીં એક જંગલી હાથી હાઇવે ટ્રાફિકની વચ્ચે ફસાઈ ગયો. હાથી ટ્રાફિક જામમાં ફસાયેલા વાહનોમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરે છે જેનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

હાથી ટ્રાફિકમાં ફસાઈ ગયો

વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, ટ્રાફિક જામમાં અચાનક એક જંગલી હાથી આવી ગયો અને અંધાધૂંધી મચી ગઈ. કારમાં બેઠેલા લોકો ગભરાઈ ગયા. હાથી ત્યાંથી પસાર થતાં જ કારમાં બેઠેલા લોકોને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી. આ દરમિયાન કેટલાક લોકો કારમાંથી બહાર નીકળીને હાથીનો વીડિયો બનાવતા પણ જોવા મળ્યા.

લોકોમાં ગભરાટ ફેલાયો

હાથી જામમાંથી બહાર નીકળવાનો રસ્તો શોધતો રહે છે અને અહીં-ત્યાં ભટકતો રહે છે. આ સમય દરમિયાન લોકો શુંઢ વગાડીને હાથીને ભગાડવાનો પ્રયાસ કરે છેજેનાથી તે ડરી જાય છે. થોડા સમય પછી વન વિભાગને હાથી હાઇવે પર ફસાયેલ હોવાની માહિતી મળે છે, ત્યારબાદ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચે છે અને લગભગ 20 મિનિટની કોશિશ પછી હાથીને ટ્રાફિકમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવે છે.

આ પણ વાંચો : VIDEO : રાજા 'વર' બન્યો! પત્નીને હાથે મર્ડર પહેલાં રાજા રઘુવંશીનો લગ્નનો વીડિયો આવ્યો, ખુશી માતમમાં ફેરવાઈ

આ ઘટના દરમિયાન કોઈને નુકસાન થયું નથી. આ વાયરલ ક્લિપ અનેક લોકોએ શેર કરી છે, જે હવે ખૂબ વાયરલ થઈ રહી છે. વાસ્તવમાં હાઇવેનો મોટાભાગનો વિસ્તાર જંગલ સાથે જોડાયેલો છે. આ જ કારણ છે કે, હાથીઓ પાણી પીવા માટે આ માર્ગનો ઉપયોગ કરે છે. પરંતુ આ રીતે ટ્રાફિક જામમાંથી પસાર થતો હાથી ખરેખર આશ્ચર્યજનક દ્રશ્ય હતું.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

viral video Viral Video, elephant in traffic Haridwar
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ