બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / VIDEO : રાજા 'વર' બન્યો! પત્નીને હાથે મર્ડર પહેલાં રાજા રઘુવંશીનો લગ્નનો વીડિયો આવ્યો, ખુશી માતમમાં ફેરવાઈ
Last Updated: 01:31 PM, 10 June 2025
લગ્ન બાદ તરત પત્ની સોનમને હાથે મોતનો ભોગ બનેલા ઈન્દોરના રાજા રઘુવંશીનો લગ્નનો વીડિયો સામે આવ્યો છે જેમા તે વરરાજાના વેશમાં ઘોડી પર ચઢીને બેઠો હતો અને રિલ પણ બનાવતો હતો પરંતુ તેને ક્યાં ખબર હતી કે તેની આ ખુશી ટૂંક સમયમાં માતમમાં ફેરવાઈ જશે અને પોતે જેને પરણવા જઈ રહ્યો છે તે જ તેનો જીવ લેશે.
ADVERTISEMENT
राजा रघुवंशी की नई वीडियो
— Tanu Balyan (@TnuBlyn1) June 9, 2025
कितना खुश था राजा फनी रील भी बना रहा था
उसे क्या पता था की खुशियाँ मातम में बदल जायेंगी
इस वीडियो को देख कर लग रहा है कोई लड़की कैसे ऐसा कर सकती है ? #rajaraghuvanshi #sonamraghuwanshi #Indore #IndoreCouple pic.twitter.com/EqmisNoR6H
સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ
ADVERTISEMENT
ઘોડીએ ચઢેલા રાજા રઘુવંશીનો વીડિયો વાયરલ થયો છે. વરરાજાના વેશમાં રાજા ખુશખુશાલ દેખાઈ રહ્યો છે.
Just look at Sonam Raghuwanshi’s
— Abhi Sharma (@TheASCode) June 9, 2025
Destroy Happy family 💔💔
Life inti sasti ho gyi hai kio be le ja rha hai ajkl #SonamRaghuvanshi #Indore #indorecouple #rajaraghuvanshi#SonamRaghuvanshiArrested #IndoreCoupleCase pic.twitter.com/7KeqIOOD0d
ADVERTISEMENT
લગ્ન બાદ પત્ની સોનમે હનીમૂન પર કર્યું મર્ડર
પતિ રાજા રઘુવંશીની મેઘાલયમાં હનીમૂન પર મર્ડર કરી નાખનારી ઈન્દોરની સોનમ રઘુવંશીને લગ્ન પહેલાં પણ રાજા ગમતો નહોતો અને તેનાથી દૂર રહેતી હતી અને ત્યાં સુધી લગ્ન પછી પણ તે તેને સંબંધ બાંધતા દેતી નહોતી. લગ્ન પહેલા પ્રેમી રાજને કરેલી ચેટ, જે સામે આવી છે, તેમાં સોનમે એવું કહ્યું હતું કે રાજા તેની સાથે ઈન્ટીમેટ થાય તે તેને બિલકુલ પણ પસંદ નથી, તેથી તે તેને દૂર રાખતી હતી. સોનમે રાજને ચેટમાં લગ્નના ત્રણ દિવસ પછી તેના પતિને મારી નાખવાની યોજના વિશે પણ જણાવ્યું હતું. આરોપીઓએ રાજાને મારવા માટે જાણી જોઈને દૂરનું સ્થાન પસંદ કર્યું. પ્રેમી રાજ કુશવાહા ઉપરાંત, રાજાની હત્યાના આરોપમાં ધરપકડ કરાયેલા અન્ય ત્રણ લોકોની ઓળખ આકાશ રાજપૂત, વિકાસ ઉર્ફે વિકી અને આનંદ તરીકે થઈ છે.
ADVERTISEMENT
પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં શું કહેવાયું
સોમવારે આવેલા ઓટોપ્સી રિપોર્ટમાં રાજાના શરીર પર અનેક તીક્ષ્ણ ઘા હોવાનું પુષ્ટિ મળી હતી, જેમાં બે મોટા ઘા હતા - એક તેના માથાના આગળના ભાગમાં અને બીજો પાછળના ભાગમાં.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.