બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 01:17 PM, 12 December 2025
Indigo Airlines ની તકલીફ ઓછી થવાને બદલે દિવસે ને દિવસે વધી રહી છે. DGCA એ હાલમાં ઇંડિગો એરલાઇન્સમાં ઓપરેશનમાં આવી રહેલી તકલીફોના પગલે જે તપાસ શરૂ કરી છે તેમાં કડક પગલાં ઉઠાવતા ઇંડિગોની દેખરેખ કરી રહેલા 4 ફ્લાઇટ ઓપરેશન ઇન્સ્પેક્ટર્સને નોકરીમાંથી તગેડી મૂકવામાં આવ્યા છે.
ADVERTISEMENT
Indigo Airlines હાલ તેના ઓપરેશનલ એરરના કારણે મોટી મુસીબતમાંથી પસાર થઈ રહ્યું છે. એક તરફ ફ્લાઇટ કેન્સલ થવાના લીધે મુસાફરો પરેશાન થઈ રહ્યા છે તો બીજી તરફ આ મામલે નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (Directorate General of Civil Aviation) એ પ્રાથમિક તપાસમાં જ એક મોટું એક્શન લીધું છે. આ તપાસમાં જે ઇન્સ્પેક્ટરો દોષી સાબિત થયા છે તેમને DGCA એ ઇંડિગોની દેખરેખ રાખનાર સર્વેલન્સ કરનાર 4 ફ્લાઇટ ઓપરેશન ઇન્સ્પેક્ટરોને નોકરીમાંથી હટાવી દીધા છે.
The Directorate General of Civil Aviation sacked four Flight Operations Inspectors (FOIs) in connection with the IndiGo flight cancellation crisis.
— ANI (@ANI) December 12, 2025
"They are relieved from DGCA with immediate effect to join their respective parent organisations." pic.twitter.com/GrZ2isKcca
ADVERTISEMENT
આ ચારે ઇન્સ્પેકટર ઇંડિગો ફ્લાઇટની સુરક્ષા અને સંચાલન સાથે જોડાયેલા હતા. એવું માનવામાં આવી રહ્યું છે કે તેમની દેખરેખમાં લાપરવાહી કરવાને લીધે DGCA એ આ કડક પગલું ઉઠાવ્યું છે. જે અધિકારીઓ પર કાર્યવાહી થઈ છે તે બધા કોન્ટ્રેક્ટ પર DGCAમાં કામ કરી રહ્યા હતા. અને તેમની જવાબદારી એરલાઇન્સમાં ખાસ કરીને તેની સુરક્ષા અને ઓપરેશનલ દેખરેખ (Operational Oversight) ની હતી.
ADVERTISEMENT
દિલ્હી હાઇકોર્ટે આ પહેલા ફ્લાઇટ સંચાલનમાં આવેલી અડચણ અને એરપોર્ટ પર ટ્રાવેલમાં આવી રહેલી મુશ્કેલીને લઈને કેન્દ્ર અને DGCAને ઘણા સવાલ પૂછ્યા હતા. અદાલતે કડક શબ્દોમાં પૂછ્યું કે અચાનક આવી સ્થિતિનું નિર્માણ જ કેમ થાય અને તમે યાત્રીઓને મદદ કરવા માટે શું પગલાં ઉઠાવ્યા? કોર્ટે એ પણ પૂછ્યું કે એરપોર્ટ પર ફસાયેલા યાત્રીઓને સાચવવા માટે અને તેમની તકલીફો દૂર કરવા માટે સરકારે શું પ્રયત્નો કર્યા હતા.? હાઇકોર્ટે કહ્યું કે મુદ્દો માત્ર યાત્રીઓને પડી રહેલી તકલીફો પૂરતો જ મર્યાદિત નથી પણ આમાં આર્થિક નુકસાન અને સિસ્ટમનું ફેલ્યોર પણ સામેલ છે. અદાલતે એ પણ પૂછ્યું કે યાત્રીઓને રિફંડ આપવા માટેની શું કાર્યવાહ કરવામાં આવી છે અને એ સાથે એરલાઇન્સે સ્ટાફની જવાબદારી સુનિશ્ચિત કરવા માટે પણ કયા પગલાં લીધા છે.?
ADVERTISEMENT

ADVERTISEMENT
અદાલતે એર ટિકિટોમાં અચાનક કરવામાં આવેલા વધારા પર ગંભીર સવાલો ઉઠાવ્યા. હાઇકોર્ટે કહ્યું કે જે ટિકિટ પહેલા 5000 રૂપિયામાં મળતી હતી તેના ભાવ વધારીને 30000-50000 સુધી કેવી રીતે પહોંચી ગયા? બેન્ચે એ પણ પૂછ્યું કે આવી વિકટ પરિસ્થતિમાં બીજી એરલાઇન્સને તકનો લાભ ઉઠાવવાની પરમીશન કોણે આપી? આટલો ઊંચો ભાવ વસૂલ કરવો એ કેટલું યોગ્ય છે? જેના જવાબમાં ASG ચેતન વર્માએ જણાવ્યું કે કાનૂની સિસ્ટમ લાગુ છે અને કેન્દ્ર લાંબા સમયથી FDTL લાગુ કરવાની કોશિશ કરી રહ્યું છે પરંતુ એરલાઇન્સે જુલાઇ અને નવેમ્બર માટે રાહત માંગી હતી. તેમં એકહ્યું કે આ પહેલી વાર છે જ્યારે મંત્રાલયે દાખલ કરીને ભાડાની લિમિટ નક્કી કરી છે જે પોતાનામાં એક કડક નિયમનું પગલું છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.