ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / દેરાણી-જેઠાણી વચ્ચે પ્રેમ પાંગર્યો, બન્ને ફરાર થયા, પાછા આવતા પતિઓએ કરી આ ડિમાન્ડ

ભોપાલ / દેરાણી-જેઠાણી વચ્ચે પ્રેમ પાંગર્યો, બન્ને ફરાર થયા, પાછા આવતા પતિઓએ કરી આ ડિમાન્ડ

Published By: Priyankka Triveddi

Last Updated: 02:52 PM, 15 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભોપાલ ફેમિલી કોર્ટમાં કૌટુંબિક ઝઘડાનો એક વિચિત્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ કિસ્સામાં એક સ્ત્રીને બીજી સ્ત્રી સાથે પ્રેમ થઈ જતાં બનેં ફરાર થઈ ગઈ હતી. કોર્ટ સામે કેસ આવતા ખબર પડી તેમની વચ્ચે છે પારિવારિક સંબંધ.

ADVERTISEMENT

આજકાલ ફિલ્મોમાં જ વિચિત્ર કિસ્સાની પ્રેમ કહાની બને તેવું નથી. હાલ ભોપાલની ફેમિલી કોર્ટમાં જે કિસ્સો આવ્યો છે તે સાંભળીને તમને પણ એમ લાગશે જે આ કોઈ ફિલ્મની વાર્તા હોય. પણ તે કોઈ ફિલ્મની વાર્તા નથી. તે હકીકત છે. પ્રેમના કિસ્સાઓમાં મામી-ભાણિયા, વેવાઈ-વેવાણ, સાસુ-જમાઈ આવ કિસ્સા તમે સાંભળ્યા હશે. આર એક સ્ત્રીને બીજી સ્ત્રી સાથે પ્રેમ થઈ જાય તેવા કિસ્સા પણ જોયા હશે. ભોપાલમાં જે કૌટુંબિક વિવાદ છેડાયો છે તે બે સ્ત્રીઓની વાત છે. ચાલો જાણીએ શું છે આ સમગ્ર મામલો.

શું છે આખો મામલો?

ભોપાલ ફેમિલી કોર્ટમાં જે કિસ્સો આવ્યો છે તેમાં બે સ્ત્રીઑ એક બીજા સાથે ફરાર થઈ ગઈ હતી. અને આ બંને સ્ત્રીઑ દેરાણી-જેઠાણી હતી. 2023 માં નાના ભાઈના લગ્ન એક પરિવારમાં થયા. થોડા સમય માટે પરિવારમાં બધું બરાબર ચાલ્યું. મોટો ભાઈ અને ભાભી પણ સાથે રહેતા હતા. પરંતુ એક દિવસ નાના ભાઈને ખબર પડી કે તેની પત્ની અને ભાભી બંને લેસ્બિયન છે. એટલે કે પત્ની અને ભાભી વચ્ચે અફેર છે. પરિવાર કંઈ સમજાવે તે પહેલાં બંને ઘરેથી ભાગી ગયા. તેમના ફરાર થવાના સમાચાર પોલીસને આપવામાં આવ્યા. પરંતુ બંને મળ્યા નહીં. લગભગ ત્રણ વર્ષ પછી બંને અચાનક પાછા ફર્યા. ઘરે પાછા ફર્યા પછી ખબર પડી કે બંને દેરાણી-જેઠાણી પહેલેથી જ એકબીજાને પસંદ કરતાં હતા અને માટે જ તેઓએ એક જ ઘરમાં લગ્ન કર્યા.

lesbian-love

પોતાનો પ્રેમ મેળવવા માટે બંને સ્ત્રીઓએ એક જ ઘરમાં લગ્ન કર્યા હતા. દેરાણી તેની માતા સાથે એ જ બિલ્ડિંગના ઉપરના માળે રહેતી હતી જ્યાં જેઠાણી નીચેના માળે રહેતી હતી. જેઠાણી સાથે તહેવ માટે દેરાણીએ તે જેઠાણીના દિયર સાથે લગ્ન કર્યા અને તેના પ્રેમમાં હોવાનો ડોળ કર્યો. જેઠાણી-દેરાણી વિશેનું સત્ય બહાર આવ્યા પછી તેનો પતિ હવે છૂટાછેડા માંગે છે. ભાઈ અને ભાભી વચ્ચેના સંબંધોમાં પણ તિરાડ પડી ગઈ છે.

કાઉન્સેલરનું નિવેદન

ફેમિલી કોર્ટ ભોપાલના એક સિનિયર કાઉન્સેલર બંને પક્ષોનું કાઉન્સેલિંગ કરી રહ્યા છે. તેઓ કહે છે કે આજે પણ આપણા સમાજમાં લેસ્બિયનિઝમ જેવી વસ્તુ સ્વીકારવામાં આવતી નથી. લેસ્બિયનોને પોતાની સ્વતંત્રતા છે, પરંતુ આપણો સમાજ હજુ એટલો ખુલ્લો નથી.

વધુ વાંચો: VIDEO : ખીણમાં ફરવા આવેલી છોકરી સાથે બન્યું અકલ્પનીય, કેમેરામાં કેદ થઈ ઘટના, વીડિયો વાયરલ

vtv app promotion

હાલની પરિસ્થિતિ શું છે?

હાલમાં, દેરાણી તેના પતિને છૂટાછેડા આપવા માંગતી નથી, જ્યારે તેના જેઠ શરમના કારણે ભોપાલ છોડી ગયા છે. કાઉન્સેલિંગ દરમિયાન દેરાણીએ તેના પતિ પર વાળ કાપવાનો પણ આરોપ લગાવી રહી છે, પરંતુ પોલીસમાં આવી કોઈ ફરિયાદ નોંધાઈ નથી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Madhya Pradesh news Bhopal Family Court lesbian relationship

Published by

Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ