ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / 355 પ્રવાસીઓ મરતાં બચ્યાં, આકાશમાં હતું એર ઈન્ડિયાનું વિમાન, અચાનક બન્યું ભયાનક

નેશનલ / 355 પ્રવાસીઓ મરતાં બચ્યાં, આકાશમાં હતું એર ઈન્ડિયાનું વિમાન, અચાનક બન્યું ભયાનક

Published By: Ajitsinh Jadeja

Last Updated: 04:34 PM, 22 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Air India: દિલ્હીથી મુંબઈ જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં 355 મુસાફરો સવાર હતા આ દરમિયાન આકાશમાં વિમાનમાં અચાનક ખામી સર્જાઈ

ADVERTISEMENT

Air India: દિલ્હીથી મુંબઈ જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં 355 મુસાફરો સવાર હતા આ દરમિયાન આકાશમાં વિમાનમાં અચાનક ખામી સર્જાઈ જેના કારણે તેને તાત્કાલિક દિલ્હી પરત ફરવું પડ્યુ હતું. વિમાન દિલ્હીમાં સુરક્ષિત રીતે ઉતર્યા પછી પેસેન્જરોએ રાહત અનુભવી છે.

દિલ્હીથી મુંબઈ જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં 355 મુસાફરો સવાર હતા આ દરમિયાન આકાશમાં વિમાન ઉડતુ હતુ અને વિમાનમાં અચાનક ખામી સર્જાઈ જેના કારણે તેને તાત્કાલિક દિલ્હી પાછું વાળવું પડ્યું. નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA) ના જણાવ્યા અનુસાર ક્રૂ મેમ્બરને જમણા એન્જિનમાં લો ઓઇલ પ્રેશરનું જાણ થતા વિમાનને તાત્કાલિક પાછું વાળવામાં આવ્યું હતું.

AIR-INDIA-VTV

એર ઈન્ડિયાના પ્રવક્તાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "22 ડિસેમ્બરે, દિલ્હીથી મુંબઈ જતી ફ્લાઇટ AI887 ના ક્રૂ મેમ્બરએ ટેકનિકલ સમસ્યાને પગલે એસઓપી મુજબ તાત્કાલિક દિલ્હી પાછા ફરવાનો નિર્ણય લીધો." નિવેદનમાં ખામી અંગે કોઈ વિગતો આપવામાં આવી નથી.

"એન્જિન ઓઇલ પ્રેશર શૂન્ય થઈ ગયું"

નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA) એ આ ઘટના અંગે એક નિવેદન બહાર પાડ્યું, જેમાં કહેવામાં આવ્યું કે એર ઇન્ડિયાના વિમાને "એર ટર્નબેક" ટેકઓફ પછી ફ્લૅપ્સને પાછું ખેંચતી વખતે ફ્લાઇટ ક્રૂને એન્જિન નંબર 2 (જમણા એન્જિન) માં એન્જિન ઓઇલ પ્રેશર ઓછું જણાયું. તેના થોડા સમય પછી એન્જિનમાં તેલનું પ્રેશર જીરો થઇ ગયુ. ડીજીસીએએ જણાવ્યું કે, પ્રક્રિયાને અનુસરીને ક્રૂએ એન્જિન નંબર 2 બંધ કરી દીધું, અને વિમાન સુરક્ષિત રીતે દિલ્હીમાં લેન્ડ કર્યુ. ઉડ્ડયન નિયમનકારે જણાવ્યું કે વિમાનની તપાસ ચાલી રહી છે.

vtv app promotion

આ પણ વાંચોઃ વૈષ્ણોદેવી યાત્રાના નિયમોમાં મોટો ફેરફાર, 10 કલાકમાં યાત્રા ફરજિયાત, આ કારણને લીધે થયા ફેરફાર

એર ઇન્ડિયાએ શું કહ્યું?

એરલાઇનના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, વિમાન દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (IGI) પર સુરક્ષિત રીતે ઉતર્યા પછી મુસાફરો અને ક્રૂને વિમાનમાંથી ઉતારી દેવામાં આવ્યા હતા. પ્રવક્તાએ કહ્યું કે એરલાઇન આ અણધારી પરિસ્થિતિને કારણે થયેલી અસુવિધા બદલ દિલગીર છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Air India flight Delhi News Air India

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ