બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / કળિયુગ કંપ્યો! 'ચરિત્રહીન' માતાને સજા આપવા પુત્રે 2 વાર દુષ્કર્મ આચર્યું, કપડાં ફાડીને રુમમાં પૂરી

દિલ્હી / કળિયુગ કંપ્યો! 'ચરિત્રહીન' માતાને સજા આપવા પુત્રે 2 વાર દુષ્કર્મ આચર્યું, કપડાં ફાડીને રુમમાં પૂરી

Hiralal Parmar

Last Updated: 08:36 AM, 17 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કળિયુગમાં અધમતાની હદ કહેવાય તેવો એક બનાવ બન્યો છે જેણે આખા દેશને આઘાતમાં ધકેલી દીધો છે.

કળિયુગમાં ન થાય એટલું ઓછું. કળિયુગની પરકાષ્ઠા કહેવાય તેવો ભારે આઘાતનો એક બનાવ સામે આવ્યો છે. દિલ્હીના હૌજ ખાસ વિસ્તારમાં 39 વર્ષીય એક શખ્સે આડાસંબંધોની સજા આપવા માટે એક પુત્રે તેની 65 વર્ષની સગી જનેતા સાથે દુષ્કર્મ આચર્યું હતું. સાઉદી અરેબિયાથી પાછી આવ્યાં બાદ મહિલા સાથે આ આઘાતનો બનાવ બન્યો હતો.

65 વર્ષીય પીડિતાએ પોલીસને શું કહ્યું

65 વર્ષીય પીડિતાએ પોલીસને જણાવ્યું હતું કે તેના પુત્રએ દાવો કર્યો હતો કે તે વર્ષો પહેલા તેના લગ્નેત્તર સંબંધ હોવાની શંકાને કારણે તેને "સજા" આપી રહ્યો હતો. વૃદ્ધ મહિલા, તેની 25 વર્ષની પુત્રી સાથે, ફરિયાદ નોંધાવવા માટે હૌઝ કાઝી પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો. તેણીએ એવો પણ આરોપ લગાવ્યો કે તેના પુત્ર, જેની ઓળખ મોહમ્મદ ફિરોઝ ઉર્ફે સુહેલ તરીકે થાય છે, તેણે આ મહિને ઘણી વખત તેના પર હુમલો કર્યો અને જાતીય શોષણ કર્યું હતું.

બુરખો ઉતારીને રુમમાં પુરીને દુષ્કર્મ આચર્યું

મહિલાએ જણાવ્યું હતું કે તે 25 જુલાઈના રોજ તેના 72 વર્ષના પતિ અને તેમની પુત્રી સાથે હજ યાત્રા માટે સાઉદી અરેબિયા ગઈ હતી. જ્યારે તેઓ યાત્રા પર હતા, ત્યારે તેના પુત્રએ તેના પિતાના ફોન પર ફોન કરીને તેના પર "ખરાબ ચારિત્ર્ય" હોવાનો આરોપ લગાવ્યો અને માંગ કરી કે તેઓ તાત્કાલિક દિલ્હી પાછા ફરે અને તેને છૂટાછેડા આપે. 1 ઓગસ્ટના રોજ પરિવાર ઘરે પાછો ફર્યો, ત્યારબાદ આરોપીએ તેની માતા પર હુમલો કર્યો અને બીજા દિવસે ફરીથી હુમલો કરવાનો પ્રયાસ કર્યો. તેણે મને મારો બુરખો ઉતારવા માટે મજબૂર કરી અને મને રુમમાં પૂરી દીધી અને માર પણ માર્યો હતો.

બીજી વાર પણ દુષ્કર્મ આચર્યું

મહિલાએ કહ્યું કે 11 ઓગસ્ટના રોજ, જ્યારે તે રાત્રે ઘેર પાછી ત્યારે તેના દીકરાએ તેની સાથે ખાનગીમાં વાત કરવાનો આગ્રહ કર્યો. ત્યારબાદ તેણે તેણીને એક રૂમમાં બંધ કરી દીધી, છરી અને કાતરથી ધમકાવી અને કથિત રીતે તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. આઘાત અને શરમથી પીડાતી પીડિતાએ તાત્કાલિક ઘટનાની જાણ કરી નહીં અને ડરના માર્યાં તે પુત્રીના રૂમમાં સૂવા લાગી હતી. જોકે આ પછી આરોપીએ ફરી વાર માતા સાથે દુષ્કર્મ આચર્યુ હતું જે પછી પીડિતાએ હિંમત કરીને પોલીસ ફરીયાદ લખાવી હતી.

વધુ વાંચો : VIDEO : શિક્ષા મંદિરમાં ખુલ્લેઆમ રોમાન્સ, શિક્ષક-વિદ્યાર્થીનીનો અશ્લીલ વીડિયો વાયરલ, શરમ આવી જશે

આડાસંબંધોની સજા માટે કૂકર્મ આચર્યું

આ ઘટનામાં પુત્રને એવું લાગતું હતું કે તેની માતા ચરિત્રહિન છે અને સજા આપવા માટે તેણે માતા સાથે બે વાર દુષ્કર્મ આચર્યું હતું. પોલીસે તરત આરોપી પુત્રની ધરપકડ કરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Delhi delhi horror national news
Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ