બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / હથેળી પર સુસાઈડ નોટ લખી મહિલા ડોક્ટરની આત્મહત્યા, બે પોલીસકર્મી પર લગાવ્યો દુષ્કર્મનો આરોપ
Last Updated: 11:14 PM, 24 October 2025
Maharashtra : મહારાષ્ટ્રના સતારા જિલ્લામાં એક ચોંકાવનારી અને દુઃખદ ઘટના સામે આવી છે. ફટલન તાલુકાની સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતી એક મહિલા ડોક્ટરે આત્મહત્યા કરી લીધી. સૌથી આઘાતજનક બાબત એ છે કે, તેણીએ પોતાની હથેળી પર સુસાઇડ નોટ લખી, જેમાં બે પોલીસકર્મીઓ પર બળાત્કાર અને માનસિક ત્રાસ આપવાના ગંભીર આરોપો લગાવ્યા છે. આ ઘટનાએ સમગ્ર રાજ્યને હચમચાવી દીધું છે.
ADVERTISEMENT
હોટલના રૂમમાં મળી આવ્યો મૃતદેહ
પોલીસના જણાવ્યા મુજબ, ગુરુવારે મોડી રાત્રે ફટલન શહેરની એક હોટલના રૂમમાં મહિલા ડોક્ટરનો મૃતદેહ ફાંસીથી લટકતો હાલતમાં મળ્યો. હોટલના સ્ટાફે તરત જ પોલીસને જાણ કરી હતી. સ્થળ પર પહોંચી પોલીસે તપાસ શરૂ કરી હતી. મૃતક મૂળ બીડ જિલ્લાની રહેવાસી હતી અને છેલ્લા કેટલાક મહિનાથી ફટલનની સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવી રહી હતી.
ADVERTISEMENT
હથેળી પર લખેલી સુસાઇડ નોટમાં ગંભીર આરોપો
મહિલા ડોક્ટરે પોતાની હથેળી પર લખેલી સુસાઇડ નોટમાં સતારા પોલીસના બે કર્મચારીઓ પર ગંભીર આરોપો લગાવ્યા છે. તેણીએ લખ્યું છે કે, સબ-ઇન્સ્પેક્ટર ગોપાલ બદાણે તેના પર વારંવાર બળાત્કાર કરતો હતો, જ્યારે પોલીસકર્મી પ્રશાંત બેંકર તેને સતત માનસિક ત્રાસ આપતો હતો. આ આરોપોને આધારે પોલીસે બંને સામે બળાત્કાર અને આત્મહત્યા માટે ઉશ્કેરણીના ગુનાનો કેસ નોંધ્યો છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે અને પોલીસે નોટમાં ઉલ્લેખિત મુદ્દાઓની તપાસ શરૂ કરી છે.
ADVERTISEMENT
મુખ્યમંત્રી ફડણવીસનો હસ્તક્ષેપ
મામલાની ગંભીરતા જોતા મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે સતારાના પોલીસ અધિક્ષક સાથે તાત્કાલિક ચર્ચા કરી અને બંને આરોપી પોલીસકર્મીઓને તાત્કાલિક સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો. મુખ્યમંત્રી કાર્યાલયે જાહેર કરેલા નિવેદનમાં જણાવાયું છે કે, ગુનેગારોને કોઈપણ પરિસ્થિતિમાં બચવા નહીં દેવામાં આવે. ગૃહ વિભાગ તરફથી કડક કાર્યવાહીનો આદેશ આપવામાં આવ્યો છે.
ADVERTISEMENT
મહિલા આયોગની તાત્કાલિક કાર્યવાહી
મહારાષ્ટ્ર રાજ્ય મહિલા આયોગની અધ્યક્ષ રૂપાલી ચાકંકરે પણ આ ઘટનાની ગંભીર નોંધ લીધી છે. તેમણે કહ્યું કે, આ એક અમાનવીય ઘટના છે. સતારા પોલીસને કડક સૂચના આપવામાં આવી છે. આરોપીઓની ધરપકડ માટે ખાસ ટીમો બનાવવામાં આવી છે. દોષીઓને કોઈપણ સંજોગોમાં છોડવામાં નહીં આવે.
ADVERTISEMENT

પરિવારનો આક્ષેપ અને ન્યાયની માંગ
ADVERTISEMENT
મૃતક ડોક્ટરના પિતરાઈ ભાઈએ જણાવ્યું કે પોલીસ અને કેટલાક રાજકીય તત્વો ખોટો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આપવા દબાણ કરી રહ્યા છે. તેમણે માંગણી કરી કે તેમની બહેનને ન્યાય મળે અને આરોપીઓને કડક સજા થાય.
આ પણ વાંચો : રાજ્યસભાની ચૂંટણીના પરિણામ જાહેર, નેશનલ કોન્ફરન્સની 3 તો ભાજપની 1 સીટ પર જીત
શિવસેના (UBT)ના નેતા આનંદ દુબેએ કહ્યું કે, આ એક હૃદયદ્રાવક ઘટના છે. શું આપણે ‘જંગલ રાજ’ તરફ આગળ વધી રહ્યા છીએ? ફડણવીસે કાયદો અને વ્યવસ્થા સુધારવા તાત્કાલિક પગલાં લેવા જોઈએ. આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દેવા જોઈએ. મહારાષ્ટ્રની મંત્રી પંકજા મુંડેએ પણ દુઃખ વ્યક્ત કરતાં કહ્યું કે, એક શિક્ષિત ડોક્ટર, જેમણે અનેક જીવ બચાવ્યા, તેમને આવી પરિસ્થિતિમાંથી પસાર થવું પડે એ અત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે. સરકાર પૂરી તપાસ કરશે અને ન્યાય અપાવશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.