બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / દીકરીની સગાઈના પહેલા જ પિતા સાથે થયું ભયાનક, સાંભળીને પગ નીચેથી જમીન ખસી જશે!

દુખદ / દીકરીની સગાઈના પહેલા જ પિતા સાથે થયું ભયાનક, સાંભળીને પગ નીચેથી જમીન ખસી જશે!

Jay Bhatt

Last Updated: 12:34 PM, 16 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Heartbreaking Incident: ઘરની લક્ષમીની સગાઈ થવાની હતી. પરિવારમાં એક અલગ જ ઉત્સાહ હતો. દીકરી સગાઈ હોવાથી પિતાની ખુશીનો પાર ન હતો. હસતા મોઢે પ્રસંગનું કામ કરી રહ્યાં હતા. પરંતુ પરિવારને ક્યાં ખબર હશે કે આ ક્ષણિક ખુશી પળવારમાં જ માતમમાં ફેરવાઈ જશે.

સમાજમાં અનેક ઘટનાઓ બને છે જેમાંથી કેટલીક ઘટનાઓ આપણને હચમચાવી મુકે છે. આવો જ એક કિસ્સો દીકરીના પિતા સાથે બન્યો હતો. ખુશી ખુશી બજારમાં ગયેલા પિતા સાથે એવું બન્યું કે તમે કલ્પના પણ ન કરી શકો. કિસ્સો સાંભળીને પગ નીચેથી જમીન ખસકી જશે.

પિતાનું પ્રાણ પંખેરુ ઉડી ગયું

ઘટનાના અહેવાલ મુજબ બન્યું એવું કે, દીકરીની સગાઈ પહેલા પિતા શાકભાજી ખરીદવા માર્કેટ ગયા હતા. જ્યાં કાળનો ભેટો થતાં 20 જ સેકેન્ડમાં પ્રાણ પંખેરુ ઉડી ગયું હતું. તેના પર એક, બે નહીં પણ ત્રણ ટ્રક ફરી વળ્યા હતા. આ કિસ્સો મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં બન્યો હતો.

vtv app add

દેવેન્દ્ર જાટવને ટ્રકે કચડી નાખ્યા

શહેરના નવગ્રહ કોલોનીમાં રહેતા દેવેન્દ્ર જાટવ (45) રવિવાર (14 જુલાઈ) મોડી રાત્રે વિસ્તારની બંધ હોટલની સામે શાકભાજી ખરીદવા માટે નીકળ્યા હતા. રસ્તા પર ચાલી રહ્યા હતા ત્યારે પહેલા ટ્રકે તેમને ટક્કર મારી હતી, જેના કારણે તેઓ રસ્તા પર પડી ગયા હતા. આ દરમિયાન પાછળથી આવી રહેલા બીજા અને ત્રીજા ટ્રકે પણ તેમને કચડી નાખ્યા હતા.

વધુ વાંચો : કેમ વધી રહ્યું છે Wife Swapping?,ભારતમાં પણ ફેલાયો પત્નીની અદલાબદલીનો રોગ!

ત્રણ બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી

દેવેન્દ્ર જાટવને ત્રણ બાળકોમાં બે પુત્રીઓ અને એક પુત્ર હતો. તેમની મોટી પુત્રીની સગાઈ 15 જુલાઈના રોજ થવાની હતી. આ ઘટના બાદ પરિવાર સંપૂર્ણપણે ભાંગી પડ્યો છે. રસ્તા પર ભારે વાહનોના ચાલકોની બેદરકારીએ ફરી એકવાર લોકોના જીવ ગુમાવ્યા છે. હવે જોવાનું એ રહે છે કે વહીવટીતંત્ર આ અંગે શું કડક પગલાં લે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Madhya Pradesh Gwalior Road Accident
Jay Bhatt

Jai Bhatt is Sr. Sub Editor and working in journalism from more than 10 years. He is an expert of reporting and writing human interest news tories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ