બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / રિલેશનશિપ / કેમ વધી રહ્યું છે Wife Swapping?,ભારતમાં પણ ફેલાયો પત્નીની અદલાબદલીનો રોગ!
ઈન્ટરનેટની હાઈસ્પીડ સાથે સંબંધોએ પણ જાણે દિશા બદલી હોય તેવું લાગી રહ્યું છે. લોકો બહુ જલદી બધુ મેળવવા માંગે છે. હાઈ સોસાયટી હોય કે મિડલ ક્લાસ બધા પોત પોતાની રીતે એક્સ ફેક્ટરની શોધમાં હોય છે. કેટલાક પરણિત કપલ તો તેના આદી થઈ જાય છે. અને પછી તેઓ પોતાના જીવનસાથીની અદલાબદલી કરે છે.
ADVERTISEMENT
મહાનગરો શરુ થઈ નવી લાઈફસ્ટાઈલ
વાઈફ સ્વેપિંગ એટલે કે પત્નીની અદલાબદલી એ એક સામાજિક પ્રયોગ છે જ્યાં બે પરિણીત યુગલો પરસ્પર સંમતિથી અમુક સમય માટે પોતાના જીવનસાથીની અદલાબદલી કરે છે. તે શારીરિક, ભાવનાત્મક અથવા ફક્ત અનુભવલક્ષી હોઈ શકે છે. પશ્ચિમી દેશોમાં, તેને એક પ્રકારની સ્વિંગિગ લાઈફસ્ટાઈલ તરીકે ઓળખવામાં આવે છે. જો કે ભારતમાં પણ ધીરે ધીરે આ દુષણ વધવા લાગ્યું છે. મહાનગરોમાં પડદા પાછળ છુપાયેલી આ નવી લાઈફસ્ટાઈલની એક કડવી વાસ્તવિકતા છે. જેને ખુલ્લેઆમ સ્વીકારવામાં આવતી નથી કે સંપૂર્ણપણે નકારવામાં આવતી નથી. ભારતમાં છેલ્લા કેટલાય સમયથી વાઈફ સ્વેપિંગના અનેક કિસ્સાઓ પ્રકાશિત થઈ ચૂક્યા છે. કેટલાક કિસ્સાઓમાં પત્નીઓને જબરદસ્તી અદલાબદલી કરવાતા હતા.
ADVERTISEMENT

મહાનગરોથી નાના શહેરો સુધી પહોંચ્યો રોગ!
ADVERTISEMENT
મળતી માહિતી મુજબ, આજના સમયમાં મોટા શહેરોની સાથે નાના શહેરોમાં પણ પત્નીઓની અદલાબદલીનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. રિલેશનશિપ મુદ્દાઓ પર સલાહ આપતી નિષ્ણાતના મતે , પત્નીઓની અદલાબદલી એ આપણી શહેરી કાર્યકારી જીવનશૈલીનું એક કડવું સત્ય છે. આ વાતને નકારી શકાય નહીં. નિષ્ણાતોના મતે, આવા ઘણા કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. સામાન્ય રીતે બે પ્રકારના કિસ્સાઓ હોય છે. એકમાં, બંને પાર્ટનરની સહમતિ હોય છે, જ્યારે બીજા કિસ્સામાં, એક પાર્ટનર તૈયાર હોતો નથી, તેના પર દબાણ લાવીને તેને તૈયાર કરવામાં આવે છે.
મેટ્રો શહેરોમાં 27 ટકા યુગલો સામેલ
ADVERTISEMENT
લગભગ એક દાયકા પહેલા, ભારતીય નૌકાદળના એક જુનિયર અધિકારીની પત્નીએ તેના પતિ અને તેના યુનિટના અધિકારીઓ પર ગંભીર આરોપો લગાવ્યા હતા. અધિકારીની પત્નીએ તેના પર પત્નીની અદલાબદલીમાં સામેલ હોવાનો આરોપ લગાવીને સનસનાટી મચાવી દીધી હતી. એક સર્વે મુજબ, ભારતના મેટ્રો શહેરોમાં લગભગ 27 ટકા યુગલો આ પ્રવૃત્તિઓમાં સામેલ છે. આ આંકડો જ ચોંકાવનારો છે.

ADVERTISEMENT
કેવી રીતે શરૂ થયો ટ્રેન્ડ?
એવું કહેવાય છે કે બીજા વિશ્વયુદ્ધના સમયે અમેરિકન ફાઇટર પાઇલટ્સ ઘણા મોરચે લડી રહ્યા હતા. દરરોજ પત્નીઓ તેમના ફાઇટર પતિઓને શુભેચ્છા કિસ આપીને વિદાય આપતી હતી પરંતુ તેમને ખાતરી નહોતી કે તેઓ રાત્રે તેમના પાર્ટનરોને ફરી કિસ કરી શક્શે કે નહીં. એવું કહેવાય છે કે આ સંજોગોમાં, કેટલાક ફાઇટર પાઇલટ્સે રાત્રે ' કી ચેઇન પાર્ટી' યોજી હતી . પાર્ટીમાં, પાઇલટ્સે પોતાની કારની ચાવીઓ એક બોક્સમાં રાખી હતી. જે પાઇલટને બીજા પાઇલટની કારની ચાવી મળી હતી તેણે તે રાત તેની પત્ની સાથે વિતાવી હતી. એવું કહેવાય છે કે પત્નીની અદલાબદલીનો પાયો અહીંથી જ નંખાયો હતો.
ADVERTISEMENT
શું હોય છે વાઈફ સ્વેપિંગ?
વાઈફ સ્વેપિંગમાં પતિ-પત્ની પરસ્પર સંમતિથી પાર્ટનર બદલે છે. જેમાં તેઓ તેમની સેક્સુઅલ ઇચ્છા પૂર્ણ કરે છે. આ એક દિવસ અથવા એકથી વધુ દિવસ માટે હોઈ શકે છે. કેટલાક લોકો કહે છે કે આ તેમના જીવનમાં નવી ઉર્જા લાવે છે. યુગલોની સંમતિ હોવાથી, કોઈ પણ વ્યક્તિ કોઈની સામે બેવફાઈની ફરિયાદ કરતું નથી.
વધુ વાંચો : દીકરીની સગાઈના પહેલા જ પિતા સાથે થયું ભયાનક, સાંભળીને પગ નીચેથી જમીન ખસી જશે!
કાયદો શું કહે છે?
દુનિયાના કોઈપણ દેશમાં પત્નીની અદલાબદલી કાયદેસર નથી. યુગલો સંમત થાય કે ન થાય તેનાથી કોઈ ફરક પડતો નથી. પરંતુ આ માટે કોઈ ચોક્કસ કાયદો નથી. જો પતિ-પત્ની સંમતિથી પોતાના જીવનસાથી બદલી નાખે છે, તો તેને પરસ્પર સંમતિનો કેસ કહેવામાં આવે છે. જ્યાં સુધી તૃતીય પક્ષ તેનાથી નારાજ ન હોય ત્યાં સુધી કોઈ પણ આમાં કેસ દાખલ કરી શકતું નથી. જોકે, પરિણીત મહિલા કે પુરુષ માટે એક કરતાં વધુ વ્યક્તિઓ સાથે સંબંધ રાખવો એ કાનૂની ગુનો છે. જો પકડાય અને દોષિત ઠરે તો IPCની કલમ 323, 328, 376, 506 હેઠળ કેસ નોંધી શકાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
Jai Bhatt is Sr. Sub Editor and working in journalism from more than 10 years. He is an expert of reporting and writing human interest news tories.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.