બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / રાશનકાર્ડ ધારકો કૃપયા ધ્યાન દે! હજુ સુધી આ કામ ના કર્યુ તો કરી લેજો, નહીંતર...!

તમારા કામનું / રાશનકાર્ડ ધારકો કૃપયા ધ્યાન દે! હજુ સુધી આ કામ ના કર્યુ તો કરી લેજો, નહીંતર...!

Last Updated: 08:45 AM, 24 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમારી પાસે પણ રેશનકાર્ડ છે તો આ વાત તમારે જાણવી ખૂબ જ જરૂરી છે. તમારે દર પાંચ વર્ષે કરવું પડશે આ કામ. જાણી લેજો તેના બધા નિયમો નહીં તો તમને કોઈ પણ પ્રકારનો લાભ નહીં મળે.

કેન્દ્ર સરકારે જાહેર વિતરણ વ્યવસ્થા (PDS) ને વધુ પારદર્શક, સુરક્ષિત અને કાર્યક્ષમ બનાવવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સરકારે બુધવારે હાલના પીડીએસ નિયમોમાં કેટલાક સુધારા કર્યા છે અને દર પાંચ વર્ષે બધા રેશનકાર્ડ ધારકો માટે ઇલેક્ટ્રોનિક રીતે e-KYC પ્રક્રિયા ફરજિયાત બનાવી છે.

આ નિર્ણયનો ઉદ્દેશ્ય રાશન વિતરણ વ્યવસ્થામાં છેતરપિંડી થતી અટકાવવા, ડુપ્લિકેટ કાર્ડ બનતા અટકાવવા અને સબસિડી યોગ્ય લાભાર્થીઓ સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવાનો છે.

શું છે નવા નિયમો?

કેન્દ્ર સરકારના ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયે બુધવારે એક સત્તાવાર સૂચના બહાર પાડી હતી. તેમાં કહેવામાં આવ્યું હતું કે, લક્ષિત જાહેર વિતરણ વ્યવસ્થા (TPDS) સુધારા આદેશ, 2025 હેઠળ, પારદર્શિતા વધારવા, ડુપ્લિકેશન અટકાવવા અને સબસિડી યોગ્ય લોકો સુધીપહોંચાડવા માટે પીડીએસમાં નોંધપાત્ર ફેરફારો કરવામાં આવ્યા છે.

ration-card-5

આ અંતર્ગત, રાજ્ય સરકારએ દર પાંચ વર્ષે બધા પાત્ર પરિવારો માટે e-KYC પ્રક્રિયા ફરજિયાતપણે કરી છે. આ પ્રક્રિયામાં, લાભાર્થીઓની યાદીમાંથી અયોગ્ય નામોને દૂર કરવામાં આવશે અને નવા પાત્ર પરિવારોનો સમાવેશ કરવામાં આવશે.

  • નવા નિયમો મુજબ, અલગ રેશનકાર્ડ માટે લઘુત્તમ ઉંમર હવે 18 વર્ષ નક્કી કરવામાં આવી છે. આ નિયમથી ખાતરી થશે કે માત્ર મળવાપાત્ર વ્યક્તિઓને જ રેશનકાર્ડ દ્વારા સબસિડી મળશે.
  • કોઈપણ વ્યક્તિ 18 વર્ષની ઉંમર પૂર્ણ કરે તે પહેલાં અલગ રેશનકાર્ડ મેળવવા માટે લાયક રહેશે નહીં.
  • પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોના આધાર નંબર એકત્રિત કરવામાં આવશે અને તેમના પાંચ વર્ષના થયાના એક વર્ષની અંદર ઇ-કેવાયસી કરાવવું પડશે.
  • ખાસ સૂચનમાં કહેવામાં આવ્યું છે કે, "છેલ્લા છ મહિનામાં જે લાભાર્થીઓએ તેમના હકનો લાભ લીધો નથી તેમના રેશનકાર્ડ અસ્થાયી રૂપે કેન્સલ કરવામાં આવશે.
  • રાજ્ય સરકારે પાત્રતાનું પુનઃમૂલ્યાંકન કરવા અને આગળની કાર્યવાહી કરવા માટે ત્રણ મહિનાની અંદર ફિલ્ડ વેરિફિકેશન અને ઇ-કેવાયસી પૂર્ણ કરવું પડશે.
  • વધુમાં, જો એક જ રાજ્યમાં અથવા અલગ અલગ રાજ્યોમાં રેશનકાર્ડ ડુપ્લિકેટ થયાની જાણ થાય તો તે લાભાર્થીઓને માન્ય દસ્તાવેજો સબમિટ કરીને અને ઇ-કેવાયસી પૂર્ણ કરીને પાત્રતા સાબિત કરવા માટે ત્રણ મહિનાનો સમય આપવામાં આવશે.
  • નવા રેશનકાર્ડ જારી કરવા માટે પહેલા FIFO પદ્ધતિ અપનાવવામાં આવશે. રાજ્યોએ તેમના જાહેર વેબ પોર્ટલ પર વાસ્તવિક સમયનું પારદર્શક વેઇટિંગ લિસ્ટ સબમિટ કરવાનું રહેશે જેથી અરજદારો તેમની અરજીઓની સ્થિતિને ટ્રેક કરી શકે.
ration-card

ઈ-કેવાયસી પ્રક્રિયા શું છે?

e-KYC એ એક ડિજિટલ વેરિફિકેશન પ્રક્રિયા છે, જેમાં રેશનકાર્ડ ધારકોએ આધાર કાર્ડ દ્વારા તેમની ઓળખ પુરવાર કરવાની હોય છે. આ પ્રક્રિયા આધાર-આધારિત બાયોમેટ્રિક ફિંગરપ્રિન્ટ અથવા આંખ સ્કેન અથવા વન-ટાઇમ પાસવર્ડ (OTP) દ્વારા પૂર્ણ કરી શકાય છે.

આધાર ઓથેન્ટિકેશન પછી, લાભાર્થીનું નામ, જન્મ તારીખ, સરનામું, લિંગ અને ફોટો જેવી મૂળભૂત માહિતી રાજ્યના ખાદ્ય અને નાગરિક પુરવઠા વિભાગને ભારતીય વિશિષ્ટ ઓળખ સત્તામંડળ (UIDAI) દ્વારા પૂરી પાડવામાં આવશે. લાભાર્થીની ઓળખની પુષ્ટિ કરવા માટે આ ડેટાને પીડીએસ ડેટાબેઝ સાથે મેચ કરવામાં આવશે.

પ્રક્રિયા કેવી રીતે પૂર્ણ કરવી?

રેશનકાર્ડ ધારકો તેમની e-KYC પ્રક્રિયા ઓનલાઈન અથવા ઓફલાઈન બંને રીતે પૂર્ણ કરી શકે છે.

ઓનલાઈન પ્રક્રિયા:

  • તમારા રાજ્યની જાહેર વિતરણ વ્યવસ્થા (PDS) ની સત્તાવાર વેબસાઇટ પર જાઓ.
  • 'રેશન કાર્ડ સેવાઓ' અથવા 'ઈ-કેવાયસી' વિભાગમાં જાઓ.
  • રેશનકાર્ડ નંબર અને આધાર નંબર દાખલ કરો.
  • આધાર સાથે લિંક કરેલા મોબાઇલ નંબર પર મળેલ OTP દાખલ કરો.
  • બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન પૂર્ણ કરો (જો જરૂરી હોય તો).
  • ચકાસણી પછી, e-KYC પ્રક્રિયા પૂર્ણ થશે.

ઑફલાઇન પ્રક્રિયા :

  • નજીકની ફેર પ્રાઈસ શોપ (FPS) અથવા કોમન સર્વિસ સેન્ટર (CSC) ની મુલાકાત લો.
  • તમારું રેશનકાર્ડ અને આધારકાર્ડ સાથે લઈને જાઓ.
  • બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન કરાવો.
  • બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન પછી, તમને એક એક સ્લિપ આપવામાં આવશે.

વધુ વાંચો : બિહારથી મળી શકે આગામી ઉપરાષ્ટ્રપતિ! જેપી નડ્ડા આ સાંસદ સાથે મુલાકાત કરતા ચર્ચા તેજ

આ કેમ મહત્વનું છે?

ઈ-કેવાયસી પ્રક્રિયાનો મુખ્ય ઉદ્દેશ્ય રાશન વિતરણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવાનો છે. આ પ્રક્રિયા નકલી અને અયોગ્ય લાભાર્થીઓને દૂર કરવામાં મદદ કરે છે, જેથી સબસિડી ફક્ત જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચે. સરકારનો દાવો છે કે ડિજિટલ વેરિફિકેશન અને આધાર લિંકિંગથી છેતરપિંડી અટકાવીને લગભગ 40 બિલિયન ડોલરની બચત થઈ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

e-KYC Ration Card Ration card holders
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ