બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / બિહારથી મળી શકે આગામી ઉપરાષ્ટ્રપતિ! જેપી નડ્ડા આ સાંસદ સાથે મુલાકાત કરતા ચર્ચા તેજ

અટકળ / બિહારથી મળી શકે આગામી ઉપરાષ્ટ્રપતિ! જેપી નડ્ડા આ સાંસદ સાથે મુલાકાત કરતા ચર્ચા તેજ

Priyankka Triveddi

Last Updated: 07:36 AM, 24 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જગદીપ ધનખડે ઉપરાષ્ટ્રપતિ પદ પરથી અચાનક રાજીનામું આપ્યા પછી હવે આ પદ માટે નવા ઉમેદવારની શોધમાં ભાજપ લાગી ગયું છે. મળતી માહિતી મુજબ આ પદ માટે ઘણા મોટા નામ ચર્ચાઈ રહ્યા છે.

Vice President Candidate: ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ તેમની નાદુરસ્ત તબિયતને લીધે તેમના પદ પરથી અચાનક રાજીનામું ઘણીબધી અટકળો અને ચર્ચાઓને વેગ મળ્યો છે. આ બધાની વચ્ચે મુખ્ય પ્રશ્ન એ છે કે ધનખડ પછી હવે આ પદ કોણ સંભાળશે અને કોના માથે આ જવાબદારી આવશે. ભાજપે નવા ઉમેદવારની શોધ ચાલુ કરી દીધી છે અને ઘણા મોટા નામ આ લિસ્ટમાં હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે ત્યારે એવી પણ ચર્ચા છે કે ઘણા મોટા નેતાઓ એકબીજાની મુલાકત લેવા લાગ્યા છે.

જેપી નડ્ડા રામનાથ ઠાકુરને મળ્યા

જગદીપ ધનખડના રાજીનામા પછી હવે આગામી ઉપરાષ્ટ્રપતિ માટે સંભવિત નામોની ચર્ચા દેશભરમાં શરૂ થઈ ગઈ છે. છેલ્લા બે દિવસમાં આવા ઘણા એવા સમીકરણો રચાયા છે કે જેણે નવી અટકળોને વેગ આપ્યો છે. આ બધી ચર્ચા વચ્ચે એક એવી વાત સામે આવી છે કે આગામી ઉપરાષ્ટ્રપતિ બિહારનો હોઈ શકે છે. આ તમામ ચર્ચાઓ વચ્ચે એવી માહિતી સામે આવી છે કે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા ગઈકાલે બુધવારે 23 જુલાઈના રોજ દિલ્હી સ્થિત તેમના નિવાસસ્થાને કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રી અને જેડીયુ રાજ્યસભા સાંસદ રામ નાથ ઠાકુરને મળ્યા હતા.

RamNath-Thakur

ઉપરાષ્ટ્રપતિ પદ માટે NDAનો ચહેરો હોઈ શકે છે રામનાથ ઠાકુર

રામનાથ ઠાકુર બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રી કર્પૂરી ઠાકુરના પુત્ર છે. અને જયારે હવે ઉપરાષ્ટ્રપતિ પદ માટે નવા ઉમેદવારની શોધ થઇ રહી છે ત્યારે તેમની જેપી નડ્ડા સાથેની તેમની મુલાકાત આ બધા વચ્ચે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. સુત્રોનું માનીએ તો રામનાથ ઠાકુરને ઉપરાષ્ટ્રપતિ પદ માટે સંભવિત ઉમેદવાર પણ માનવામાં આવી રહ્યા છે. આ બેઠકમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ અને ઘણા વરિષ્ઠ નેતાઓ પણ હાજર રહ્યા હતા. કર્પૂરી ઠાકુરના વારસાને કારણે રામનાથ ઠાકુર બિહાર સહિત સમગ્ર દેશમાં એક મજબૂત સામાજિક ઓળખ ધરાવે છે. આ સાથે જ રામનાથ ઠાકુર PM નરેન્દ્ર મોદી અને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારના નજીક હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. હજુ ગયા વર્ષે જ કેન્દ્ર સરકારે તેમના પિતા કર્પૂરી ઠાકુરને ભારત રત્નથી સન્માનિત કર્યા હતા.

Harivansh-Narayan

હરિવંશ નારાયણનું નામ પણ લિસ્ટમાં

બીજી તરફ જગદીપ ધનખડના રાજીનામાના 24 કલાકની અંદર જ રાજ્યસભાના ઉપસભાપતિ હરિવંશ નારાયણ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળ્યા હતા. ઉપરાષ્ટ્રપતિ પદ માટે સંભવિત નામમાં તેમનું નામ પણ સૌથી આગળ છે. એપ્રિલ 2014માં JDU એ તેમને બિહારથી રાજ્યસભા સભ્ય તરીકે ચૂંટ્યા હતા. આ પછી તેઓ 9 ઓગસ્ટ 2018ના રોજ અને પછી સપ્ટેમ્બર 2020માં રાજ્યસભાના ઉપસભાપતિ પદ માટે પ્રથમ વખત ચૂંટાયા હતા.

વધુ વાંચો: PHOTOS: PM મોદી બ્રિટનના પ્રવાસે, લંડનમાં થયું ભવ્ય સ્વાગત

Vtv App Promotion

ECI એ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે તૈયારી શરુ કરી

ભારતીય ચૂંટણી પંચ (ECI) એ બુધવારે જણાવ્યું હતું કે જગદીપ ધનખડના અચાનક રાજીનામાના બે દિવસ પછી જ ઉપરાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી યોજવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. ચૂંટણી પંચે સંસદના બંને ગૃહોના સાંસદોની ચૂંટણી મંડળની રચના શરૂ કરી દીધી છે. ચૂંટાયેલા અને નામાંકિત બંને સભ્યો ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતદાન કરવા માટે પાત્ર છે. ECI એ જણાવ્યું હતું કે તૈયારીઓ પૂરી થયા પછી ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીનો કાર્યક્રમની વહેલી તકે જાહેર કરવામાં આવશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ram Nath Thakur JP Nadda Jagdeep Dhankhar
Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ