બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / PHOTOS: PM મોદી બ્રિટનના પ્રવાસે, લંડનમાં થયું ભવ્ય સ્વાગત

photo-story

9 ફોટો ગેલેરી

પ્રવાસ / PHOTOS: PM મોદી બ્રિટનના પ્રવાસે, લંડનમાં થયું ભવ્ય સ્વાગત

Last Updated: 06:48 AM, 24 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચોથીવાર બ્રિટનનું મુકાલાતે છે ત્યારે બુધવારના રોજ તેઓ લંડન પહોચ્યા હતા. બ્રિટનમાં તેમની 2 દિવસની મુલાકાત દરમિયાન ખાસ ફોકસ ભારત-બ્રિટન મુક્ત વેપાર કરાર (FTA) ને આખરી ઓપ આપીને તેના પર હસ્તાક્ષર કરવાનો રહેશે.

1/9

photoStories-logo

1. 2 દિવસીય બ્રિટનની મુલાકાતે મોદી

PM મોદી 2 દિવસીય બ્રિટનનું મુલાકાતે છે તે દરમિયાન તેઓ FTA પર આખરી મોહર લગાવશે તો સાથે બ્રિટનના કિંગ ચાર્લ્સ ત્રીજાને પણ મળશે. આ સાથે જ PM માલદીવની પણ મુલાકાત લેવાના છે. PM એ જણાવ્યું હતું કે તેઓ આજે કિંગ ચાર્લ્સને અને યુકેના PM કીર સ્ટારમરને મળશે. આ બંને દેશો વચ્ચે આર્થિક સંબંધ મજબુત બને તેવી બંને દેશોના વડા પહેલ કરશે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/9

photoStories-logo

2. લંડનમાં થયું સ્વાગત

PM મોદી બુધવારે રાત્રે બ્રિટનના પ્રવાસ અંતર્ગત લંડન પહોંચ્યા હતા. અને આવતીકાલે ત્યાંથી માલદીવની બે દિવસની મુલાકાતે જશે. આ મુલાકાતોનો હેતુ બંને દેશો સાથે ભારતના આર્થિક, વ્યૂહાત્મક અને લોકલ સંબંધોને મજબૂત બનાવવાનો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/9

photoStories-logo

3. 'ભારત માતા કી જય' ના નારા

PM મોદી લંડન પહોંચ્યા ત્યારે ત્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. PM મોદીના સ્વાગતમાં લોકોએ 'મોદી, મોદી', 'ભારત માતા કી જય' અને 'વંદે માતરમ' ના પોસ્ટરો લઈને નારા પણ લગાવ્યા હતા. અને બ્રિટનના ટ્રેડીશનલ ડ્રેસમાં તેમનું અભિવાદન કર્યું હતું. આ પહેલા PM નરેન્દ્ર મોદીના લંડન આગમન પહેલા પણ ટ્રેડીશનલ ડ્રેસ પહેરીને ઢોલ નગર સહીત તેમનું સ્વાગત કરાયું હતું .

આ તસવીર શેર કરો

logo logo logo

4/9

photoStories-logo

4. આંખોમાં ખુશી અને આનંદ

PM મોદીને મળવા બદલ ઉત્સાહ અને ઉમંગ સાથે વાત કરતા NRI જૂથના એક મેમ્બરે મીડિયાને જણાવ્યું કે "અમને ખૂબ ગર્વ છે, અને મારી આંખોમાં હજુ ખુશીના આંસુ છે. તમે જોઈ શકો છો કે મારી આંખો હજુ ખુશી અને આનંદથી ભરેલી છે જે ખુશી PM મોદીએ મારી સાથે હેન્ડ શેક કરીને મને આપી હતી"

આ તસવીર શેર કરો

logo logo logo

5/9

photoStories-logo

5. કિંગ ચાર્લ્સ અને યુકેના PM સાથે મુલાકાત

આ દરમિયાન ભારત-યુકે મુક્ત વેપાર કરાર (FTA) પર હસ્તાક્ષર કરવા અને માલદીવ સાથે રાજદ્વારી સંબંધો સુધારવા પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. PM મોદીએ કહ્યું કે તેઓ ગુરુવારે યુકેના PM કીર સ્ટારમર અને કિંગ ચાર્લ્સને મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/9

photoStories-logo

6. ફ્રી ટ્રેડ ને આખરી ઓપ

આ મુલાકાતનું મુખ્ય આકર્ષણ ભારત-યુકે મુક્ત વેપાર કરાર (FTA) પર ઔપચારિક હસ્તાક્ષર હશે. આ કરાર ભારતની 99 ટકા નિકાસ પર ટેરિફ ઘટાડવાનો છે. આ કરારથી કાપડ, ચામડું અને એન્જિનિયરિંગ સામાન જેવા ક્ષેત્રોમાં ભારતીય નિકાસને વેગ મળશે. અને બદલામાં બ્રિટનની વ્હિસ્કી, ઓટોમોબાઈલ અને તબીબી ઉપકરણોને ભારતના વિશાળ બજારમાં પ્રવેશ મળશે. રવાના થતા પહેલા એક મીડિયા નિવેદનમાં PM મોદીએ કહ્યું હતું કે બ્રિટિશ PM સાથે તેઓ વેપાર, સંરક્ષણ, ટેકનોલોજી, આબોહવા, આરોગ્ય અને શિક્ષણ જેવા ક્ષેત્રોમાં વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીની પ્રગતિની સમીક્ષા કરશે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/9

photoStories-logo

7. બ્રિટન ભારતમાં છઠ્ઠું સૌથી મોટું રોકાણકાર

2023-24માં ભારત-યુકે દ્વિપક્ષીય વેપાર 55 અબજ યુએસ ડોલરને વટાવી ગયો હતો. બ્રિટન ભારતમાં છઠ્ઠું સૌથી મોટું રોકાણકાર છે. બીજી તરફ યુકેમાં ભારતનું રોકાણ લગભગ 20અબજ યુએસ ડોલર છે અને લગભગ 1000 ભારતીય કંપનીઓ યુકેમાં કામ કરી રહી છે જે લગભગ એક લાખ લોકોને રોજગારી પૂરી પાડે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

8/9

photoStories-logo

8. આજે સાંજે માલદીવ માટે રવાના થશે

PM મોદી 24 જુલાઈના રોજ સાંજે 6 વાગ્યે બ્રિટનથી માલદીવ જવા રવાના થશે. PM મોદીએ કહ્યું છે કે તેઓ માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝ્ઝુના આમંત્રણ પર જઈ રહ્યા છે. આ મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે બંને દેશો વચ્ચે રાજદ્વારી સંબંધો સ્થાપિત થયાના 60 વર્ષ પુરા થઈ રહ્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

9/9

photoStories-logo

9. માલદીવ સાથે સંબંધોના 60 વર્ષ પુરા

મુઇઝુ અને મોદીએ ઓક્ટોબર 2024 માં દરિયાઈ સુરક્ષા પર એક સંયુક્ત વિઝન દસ્તાવેજ બહાર પાડ્યો હતો. PM એ કહ્યું છે કે તેઓ માલદીવના રાષ્ટ્રપતિ સાથે ઉપરોક્ત સંયુક્ત વિઝન દસ્તાવેજની પ્રગતિની સમીક્ષા કરશે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

PM Maldives Visit PM UK visit PM Modi
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ