બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / સિદ્ધૂ મૂસેવાલા પછી બીજા સિંગરની હત્યાથી હડકંપ, લેડી સિંગરનું અપહરણ કરીને હત્યાને અંજામ
Last Updated: 02:58 PM, 19 May 2026
Punjabi Singer Inder Kaur Murder : લુધિયાણામાં પંજાબી સંગીત જગતને હચમચાવી નાખનાર એક દુઃખદ ઘટના સામે આવી છે. પ્રાથમિક વિગતો મુજબ 6 દિવસ પહેલા અપહરણ કરાયેલી પંજાબી ગાયિકા ઇન્દર કૌર, જેને યશિન્દર કૌર તરીકે પણ ઓળખવામાં આવતી હતી, તેની હત્યા કરવામાં આવી હોવાની માહિતી સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ગાયિકાનો મૃતદેહ નીલો કેનાલમાંથી મળી આવતા પરિવારજનો અને ચાહકોમાં શોકની લાગણી ફેલાઈ છે. પરિવાર દ્વારા મૃતદેહની ઓળખ કરવામાં આવી હતી, જ્યારે પોસ્ટમોર્ટમ માટે તેને સમરાલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
ADVERTISEMENT
શું છે સમગ્ર મામલો ?
પ્રાથમિક વિગતો મુજબ ઇન્દર કૌર 13 મેની રાત્રે પોતાના ઘરેથી કરિયાણું લેવા માટે કારમાં નીકળી હતી, પરંતુ મોડી રાત્રે સુધી ઘરે પરત ફરી ન હતી. પરિવારજનોએ પોતાના સ્તરે શોધખોળ શરૂ કરી હતી, પરંતુ કોઈ માહિતી ન મળતા આખરે પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો હતો. ગાયિકાના ભાઈ જોતિન્દર સિંહની ફરિયાદના આધારે પોલીસે મોગાના રહેવાસી સુખવિંદર સિંહ ઉર્ફે સુખા અને તેના સાથી કરમજીત સિંહ વિરુદ્ધ અપહરણનો કેસ નોંધ્યો હતો. પરિવારનો આક્ષેપ છે કે, ફરિયાદ નોંધાયા બાદ પણ પોલીસે ઝડપથી અને અસરકારક રીતે કાર્યવાહી કરી નહોતી, જેના કારણે આરોપીઓ સામે સમયસર કડક પગલાં લેવાઈ શક્યા નહોતા.
ADVERTISEMENT

આ પણ વાંચો : જ્યારે જન્મી એ જ તારીખે ટ્વિશા શર્માનું મોત! જાણો 12 નંબરનો અનોખો સંયોગ
ADVERTISEMENT
તપાસમાં થયો મોટો ખુલાસો !
આ તરફ પ્રાથમિક તપાસ દરમિયાન સામે આવ્યું કે, ઇન્દર કૌર અને મુખ્ય આરોપી સુખવિંદર સિંહ વચ્ચે મિત્રતા હતી. આ મિત્રતા બાદ બંને વચ્ચે કોઈ વ્યક્તિગત વિવાદ હતો કે અન્ય કોઈ કારણસર આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો, તે મુદ્દે હાલ પોલીસ તપાસ કરી રહી છે. હવે મૃતદેહ મળી આવતા પોલીસ માટે કેસ વધુ ગંભીર બની ગયો છે. પોલીસ અપહરણ અને હત્યા બંને દિશામાં તપાસ આગળ ધપાવી રહી છે. ઘટનાએ પંજાબી મ્યુઝિક ઇન્ડસ્ટ્રી તેમજ સ્થાનિક લોકોમાં ભય અને રોષનું વાતાવરણ ઉભું કર્યું છે. લોકો આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.