બ્રેકિંગ ન્યુઝ
Jagdeep Dhankhar: જગદીપ ધનખડએ 21 જુલાઈના રોજ ઉપરાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપ્યું હતું. ત્યારબાદથી તેઓ કોઈપણ જાહેર કાર્યક્રમમાં જોવા મળ્યા નથી. આ સિવાય તેમનું કોઈ નિવેદન પણ આવ્યું નથી. જો કે પૂર્વ ઉપરાષ્ટ્રપતિને લઈને એક નવી વાત સામે આવી છે જેને લઈને સૌ કોઈ હેરાન છે.
ADVERTISEMENT
ધનખડએ અચાનક રાજીનામું આપ્યું હતું
પૂર્વ ઉપરાષ્ટ્રપતિએ પોતાના સ્વાસ્થ્યના કારણ આપીને અચાનક રાજીનામું આપી દીધુ હતું. આ રાજીનામાથી તમામને આશ્ચર્યચકિત કરી દીધા હતા. જો કે, રાજીનામા પર નજીકના સૂત્રોએ અલગ કારણ આપ્યું હતું. ત્યારબાદ એવી અટકળો ચાલી રહી હતી કે ધનખડ આગામી સમયમાં તેમના રાજીનામાનું સાચું કારણ જાહેર કરી શકે છે, પરંતુ આવું થયું નહીં, આ પછી ઘણા દિવસો વીતી ગયા છતાં તેઓ ક્યાંય જોવા મળ્યા ન હતા. વિપક્ષી સાંસદો પ્રશ્નો પૂછી રહ્યા છે કે જગદીપ ધનખડ ક્યાં છે? તેમની જાહેર હાજરી વિશે કોઈ માહિતી કેમ નથી. ત્યારે હવે જગદીપ ધનખડ હાલમાં ક્યાં છે, તેની માહિતી સામે આવી છે.
ADVERTISEMENT
આખરે ખબર પડી ગઈ જગદીપ ધનખડ ક્યાં છે
સૂત્રો પાસેથી મળતા અહેવાલ મુજબ, પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ જ્યાં પહેલા હતા ત્યાં જ છે. એટલે કે હજુ પણ ઉપરાષ્ટ્રપતિના નિવાસ્થાનમાં જ છે. ભલે તેમનું કોઈ નિવેદન આવ્યું નથી કે તેઓ કોઈ જગ્યાએ દેખાયા નથી પરંતુ તેઓ ઉપરાષ્ટ્રપતિના એન્ક્લેવમાં જ રહે છે. નોંધનીય છે કે, ધનખડ ગયા વર્ષે એપ્રિલમાં ચર્ચ રોડ પર ઉપરાષ્ટ્રપતિના એન્ક્લેવમાં શિફ્ટ થયા હતા. આ એન્ક્લેવ સેન્ટ્રલ વિસ્ટા રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ હેઠળ ઉપરાષ્ટ્રપતિના નિવાસસ્થાન અને કાર્યાલય માટે બનાવવામાં આવ્યું છે.
ADVERTISEMENT

વિપક્ષે ધનખર વિશે ઉઠાવ્યા હતા સવાલો
ADVERTISEMENT
અગાઉ શિવસેના (UBT) નેતા સંજય રાઉતે પણ સરકારને ધનખર વિશે સવાલ ઉઠાવ્યા છે. 10મી ઓગસ્ટે અમિત શાહને લખેલા પત્રમાં સંજય રાઉતે કહ્યું હતું કે, 'પૂર્વ ઉપરાષ્ટ્રપતિ વિશે કંઈ ખબર નથી. તેઓ હાલમાં ક્યાં છે? તેમનું સ્વાસ્થ્ય કેવું છે? આ બાબતો અંગે કોઈ સ્પષ્ટતા નથી. રાજ્યસભાના કેટલાક સભ્યોએ તેમનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેમનો સંપર્ક થઈ શક્યો ન હતો'.
વધુ વાંચો : ફરીથી થશે સમુદ્ર મંથન? PM મોદીનું એલાન ભારતને કરશે માલામાલ, જાણો મિશન
ADVERTISEMENT
કપિલ સિબ્બલે X પર પણ પોસ્ટ કરી હતી
સંજય રાઉત ઉપરાંત રાજ્યસભા સાંસદ કપિલ સિબ્બલે પણ સવાલ ઉભા કરીને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરી હતી. X પર પોસ્ટ કરતી વખતે સિબ્બલે લખ્યું હતું કે, 'શું આપણને કહી શકાય કે જગદીપ ધનખડ ક્યાં છે? શું તે સુરક્ષિત છે? તેમનો સંપર્ક કેમ નથી થઈ રહ્યો? અમિત શાહને ખબર હોવી જોઈએ! તે આપણા ઉપરાષ્ટ્રપતિ હતા, દેશે ચિંતા કરવી જોઈએ!'
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Jai Bhatt is Sr. Sub Editor and working in journalism from more than 10 years. He is an expert of reporting and writing human interest news tories.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.