ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / ફરીથી થશે સમુદ્ર મંથન? PM મોદીનું એલાન ભારતને કરશે માલામાલ, જાણો મિશન

જાહેરાત / ફરીથી થશે સમુદ્ર મંથન? PM મોદીનું એલાન ભારતને કરશે માલામાલ, જાણો મિશન

Published By: Priykant Shrimali

Last Updated: 03:05 PM, 15 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Independence Day 2025 : PM મોદીએ કહ્યું કે, ભારત હવે ઊર્જા ક્ષેત્રમાં આત્મનિર્ભરતા હાંસલ કરવા માટે “સમુદ્ર મંથન” તરફ આગળ વધી રહ્યું છે, જાણો PM મોદીએ કેમ આવું કહ્યું ?

ADVERTISEMENT

Independence Day 2025 : આજે 79મા સ્વતંત્રતા દિવસની ઉજવણી દરમિયાન PM મોદીએ દિલ્હીથી અનેક સૌથી મોટી જાહેરાત કરી છે. PM મોદીએ કહ્યું કે, ભારત હવે ઊર્જા ક્ષેત્રમાં આત્મનિર્ભરતા હાંસલ કરવા માટે “સમુદ્ર મંથન” તરફ આગળ વધી રહ્યું છે. આ સંદર્ભમાં દેશમાં ‘નેશનલ ડીપવોટર એક્સપ્લોરેશન મિશન’ શરૂ કરવામાં આવી રહ્યું છે, જે તેલ અને પ્રાકૃતિક વાયુના ભંડારોની શોધ માટે મિશન મોડમાં કાર્ય કરશે.

ફરીથી થશે સમુદ્ર મંથન

આ સાથે આપણાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, દેશ હવે સમુદ્રની અંદર ઊર્જાના સ્ત્રોતો શોધી રહ્યો છે. આ સમુદ્ર મંથન મિશન હેઠળ ભારતે ઊંડા સમુદ્રમાં રહેલા તેલ અને ગેસના ભંડારો શોધવા માટે કાર્ય શરૂ કર્યું છે. તેલ અને વાયુના આંતરરાષ્ટ્રીય બજારમાં વધતા ભાવને ધ્યાનમાં રાખતા દેશ માટે આ પગલું ઊર્જા ક્ષેત્રમાં આત્મનિર્ભરતા તરફ ખૂબ જ મહત્વપૂર્ણ છે.

મહત્વપૂર્ણ ખનિજોની ભુમિકા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, સમગ્ર વિશ્વ હવે 'મહત્વપૂર્ણ ખનિજોની' તરફ ધ્યાન આપતું થયું છે. "મહત્વપૂર્ણ ખનિજો" એ એવા ખનિજો છે જે આધુનિક ટેક્નોલોજી, ઇલેક્ટ્રિક વાહનો, સોલાર પેનલ અને ડિફેન્સ ઉદ્યોગ માટે આવશ્યક છે, પરંતુ જેની ઉપલબ્ધિ ઘણી મર્યાદિત છે. PM મોદીએ જણાવ્યું કે, ભારતે “નેશનલ ક્રિટિકલ મિનરલ મિશન” શરૂ કર્યું છે અને 1200થી વધુ સ્થળોએ સંશોધન કાર્ય ચાલી રહ્યું છે. દેશ હવે આ ખનિજોમાં પણ આત્મનિર્ભર બનવાની દિશામાં છે.

આ પણ વાંચો : ચીજવસ્તુઓ થશે સસ્તી! PM મોદીના એલાન બાદ GSTમાં મોટો ફેરફાર

PM મોદીએ આપ્યો યુવાનોને સંદેશ

આજે દિલ્હીના લાલ કિલ્લા પરથી PM મોદીએએ યુવાનોને વિશેષ સંદેશ આપતા કહ્યું કે, નવિન વિચારો સાથે આગળ આવો. તમારા વિચારોને મરવા ન દો. આજે તમારું વિચાર આવતીકાલનું ભવિષ્ય બની શકે છે. PM મોદીએ યુવાનોને હિંમત સાથે નવા વિચારો અને નવી પહેલો કરવા માટે પ્રોત્સાહિત કર્યા. આ સાથે વડાપ્રધાને કહ્યું કે, હું તમારી સાથે છું, તમારી સાથે ભાગીદાર તરીકે કામ કરવા તૈયાર છું. હવે દેશ રોકાવા માગતો નથી, 2047 દૂર નથી અને દરેક ક્ષણ મૂલ્યવાન છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Independence Day 2025 PM Modi National Deepwater Exploration Mission

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ