બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 12:35 PM, 15 August 2025
Independence Day 2025 : આજે 79મા સ્વતંત્રતા દિવસની ઉજવણી દરમિયાન PM મોદીએ દિલ્હીથી સૌથી મોટી જાહેરાત કરી છે. વાસ્તવમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે જે કરોડો જનતાને સીધો લાભ પહોંચાડશે. નોંધનીય છે કે, આજે PM મોદીએ લાલ કિલ્લાથી રાષ્ટ્રને સંબોધન કરતાં જણાવ્યું કે, આગામી દિવાળી સુધીમાં Goods and Services Tax (GST) વ્યવસ્થામાં આગામી પેઢીના સુધારા લાગુ કરવામાં આવશે. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે GSTના નવા સુધારા હેઠળ સામાન્ય જનતા માટે રોજિંદી ઉપયોગની વસ્તુઓ પરનો કર ઘટાડવામાં આવશે જેના પરિણામે તે વસ્તુઓ વધુ સસ્તી બનશે. આ પગલું ખાસ કરીને નાના અને મધ્યમ ઉદ્યોગો (MSMEs) માટે ફાયદાકારક સાબિત થશે, અને સાથે સાથે દેશની અર્થવ્યવસ્થાને વધુ મજબૂત બનાવશે.
ADVERTISEMENT
'દિવાળીથી GSTમાં મોટો ઘટાડો કરશે સરકાર..', લાલ કિલ્લા પરથી PM મોદીનું સૌથી મોટું એલાન#IndiaAt79 #15thAugust #15thaugust2025 #IndependenceDay #PmnarendraModi #vtvdigital pic.twitter.com/t5YjNxL5bu
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) August 15, 2025
GST સ્લેબમાં થશે મોટા ફેરફાર ?
ADVERTISEMENT
તમે બધા જાણતા જ હશો કે, હાલમાં GST હેઠળ ચાર મુખ્ય સ્લેબ છે 5%, 12%, 18% અને 28%. નાણા મંત્રાલયે સૂચન કર્યું છે કે, આગામી સુધારાઓ હેઠળ બે સ્લેબ સિસ્ટમ અપનાવવામાં આવશે. જેમાં એક સ્ટાન્ડર્ડ દર અને એક મેરિટ દર રાખવામાં આવશે. આ બદલાવનો ઉદ્દેશ વર્તમાન સ્લેબ માળખાને સરળ બનાવવો અને તર્કસંગત બનાવવો છે. નાણા મંત્રાલયે વધુમાં જણાવ્યું છે કે, અમુક ઉત્પાદનો માટે ખાસ દર પણ રાખવામાં આવશે જે જરૂરિયાત અનુસાર નક્કી કરવામાં આવશે.

ADVERTISEMENT
હવે GST કાઉન્સિલની બેઠક બાદ જ મળી શકે મોટી અપડેટ
મહત્વનું છે કે, આગામી મહિને GST કાઉન્સિલની બેઠક યોજાવાની શક્યતા છે. આ બેઠકમાં તમામ રાજ્યોના નાણામંત્રીઓ અને મંત્રીઓનો સમાવેશ કરતી મંત્રીઓનું જૂથ (GoM) પણ ભાગ લેશે જે પહેલેથી જ દરોમાં સંશોધન અને એકીકરણ માટે વિચાર વિમર્શ કરી રહી છે.
ADVERTISEMENT

આ પણ વાંચો : લાલ કિલ્લા પરથી PM મોદીએ આપ્યો 'મેડ ઇન ઇન્ડિયા'નો નવો ટાર્ગેટ, કહ્યું 'ભારતમાં જ....'
ADVERTISEMENT
GSTની 8 વર્ષનો સફર
નોંધનીય છે કે, 1 જુલાઈ, 2017ના રોજ GST દેશભરમાં લાગુ થયો હતો અને હવે તેનું 8 વર્ષ પૂર્ણ થવાના અનુરુપ સરકાર તેનામાં સુધારા લાવવાનો માર્ગ પસંદ કરી રહી છે. પ્રધાનમંત્રીએ આ સુધારાને "દિવાળીની ભેટ" તરીકે ઓળખાવ્યા જે નાગરિકો માટે રાહત અને ઉદ્યોગો માટે નવી આશા લાવશે. જો GST સુધારો થયો તો ઉપભોક્તા અને ઉદ્યોગો બંનેને લાભ મળશે અને ભારતની અર્થવ્યવસ્થાને નવી દિશા મળશે. હવે તમામની નજર GST કાઉન્સિલની આગામી બેઠક અને તેમાં લેવાતા નિર્ણય પર ટકી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.