ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / લાલ કિલ્લા પરથી PM મોદીએ આપ્યો 'મેડ ઇન ઇન્ડિયા'નો નવો ટાર્ગેટ, કહ્યું 'ભારતમાં જ....'

દિલ્હી / લાલ કિલ્લા પરથી PM મોદીએ આપ્યો 'મેડ ઇન ઇન્ડિયા'નો નવો ટાર્ગેટ, કહ્યું 'ભારતમાં જ....'

Published By: Priykant Shrimali

Last Updated: 09:51 AM, 15 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Independence Day 2025 : PM મોદીએ સ્વદેશી ફાઇટર જેટ એન્જિનથી લઈને ઈલેક્ટ્રિક વ્હીકલ્સ અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સુધીના વિવિધ ક્ષેત્રોમાં દેશની આત્મનિર્ભરતાને પ્રાથમિકતા આપી. જાણો શું-શું કહ્યું ?

ADVERTISEMENT

Independence Day 2025 : ભારતના 79 મા સ્વતંત્રતા દિવસની ઉજવણી દરમિયાન PM મોદીએ લાલ કિલ્લાથી દેશવાસીઓને સંબોધિત કરતા અનેક મોટી જાહેરાત કરી છે. આજે PM મોદીનું ભાષણ દ્રષ્ટિપૂરક અને આત્મવિશ્વાસથી ભરેલું ભાષણ આપ્યું. તેમનું સંબોધન “મેક ઇન ઇન્ડિયા” અને “આત્મનિર્ભર ભારત”ના વિચારોને નવી ઊંચાઈએ લઇ ગયું, જેમાં તેમણે સ્વદેશી ફાઇટર જેટ એન્જિનથી લઈને ઈલેક્ટ્રિક વ્હીકલ્સ અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સુધીના વિવિધ ક્ષેત્રોમાં દેશની આત્મનિર્ભરતાને પ્રાથમિકતા આપી હતી.

સ્વદેશી ફાઇટર જેટ એન્જિનનો સંકલ્પ

આજે દિલ્હીથી PM મોદીએ જણાવ્યું હતું કે, ભારતે પોતાનું ફાઇટર જેટ એન્જિન વિકસાવવાનું હવે મૂલ્યવાન લક્ષ્ય બનાવી દીધું છે. તેમણે યુવા વૈજ્ઞાનિકો, ઈજનેરો અને સરકારના વિવિધ વિભાગોને આ દિશામાં એકજૂટ પ્રયાસ કરવા અપીલ કરી. આ સાથે તેમણે કહ્યું કે, આપણાં પોતાના મેડ ઇન ઇન્ડિયા ફાઇટર જેટ માટે જેટ એન્જિન આપણું હોવું જોઈએ. આ અભિગમ માત્ર ટેક્નોલોજીકલ પ્રગતિ નહીં, પણ રાષ્ટ્રીય સુરક્ષા અને રક્ષણક્ષમતા માટે પણ મહત્વપૂર્ણ છે.

પ્રધાનમંત્રીએ સ્વદેશી ઉપકરણો અને ઉત્પાદનોના ઉપયોગની જરૂરિયાત પર પ્રકાશ પાડતા જણાવ્યું કે, અમે ફક્ત એ જ વસ્તુઓ ખરીદીશું અને વાપરીશું જે ભારતીયોની મહેનત અને પરસેવાથી બનેલી હોય. તેમણે નાના વેપારીઓ અને ઉદ્યોગકારોને પણ આ અભિયાનમાં જોડાવા અપીલ કરી. આ સાથે કહ્યું કે, સ્વદેશીનો ઉપયોગ મજબૂરીથી નહીં પણ શક્તિથી કરવો જોઈએ, આ આપણો મંત્ર હોવો જોઈએ.

ટેક્નોલોજી, ડેટા અને યુવાનોની શક્તિ

PM મોદીએ દેશના યુવાનોમાં રહેલી ક્ષમતા અંગે અનુકંપા વ્યક્ત કરી. આજે જે દુનિયા ડેટા, AI અને ITના આધારે આગળ વધી રહી છે, તેમાં ભારતના યુવાનો માટે બેહદ તકો છે. તેમણે કહ્યું કે, શું એ સમયની માંગ નથી કે ઓપરેટિંગ સિસ્ટમથી લઈને સાયબર સુરક્ષા અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સુધીની દરેક વસ્તુ આપણી પોતાની હોવી જોઈએ?

આ પણ વાંચો : લાલ કિલ્લા પરથી PM મોદીએ પોતે જ પોતાનો જ રેકોર્ડ તોડ્યો, જાણીને ચોંકી જશો

ઇલેક્ટ્રિક યૂગ અને ગ્રીન એનર્જીને લઈ પણ આપ્યું નિવેદન

આ સાથે PM મોદીએ EV (ઇલેક્ટ્રિક વ્હીકલ) ક્ષેત્રમાં પણ ભારતે આગેવાની લેઈ શકે તેવા વિચારો રજૂ કર્યા. તેમણે પુછ્યું કે, શું આપણે EV બેટરી નહીં બનાવીએ? શું આપણે તેના માટે અન્ય દેશો પર નિર્ભર રહીશું? તેમનો સંદેશ સ્પષ્ટ હતો કે, સોલાર પેનલ, બેટરી, ચાર્જિંગ ટેકનોલોજી જેવી તમામ મહત્વની ઘટકોમાં ભારતે પોતાનું પોતું હોવું જોઈએ. જોકે આજે PM મોદીએ સૌથી લાંબુ ભાષણ આપી પોતાનો જ રેકોર્ડ તોડી દીધો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Independence Day 2025 PM Modi Made in India

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ