ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / લાલ કિલ્લા પરથી PM મોદીએ પોતે જ પોતાનો જ રેકોર્ડ તોડ્યો, જાણીને ચોંકી જશો

જય હિંદ / લાલ કિલ્લા પરથી PM મોદીએ પોતે જ પોતાનો જ રેકોર્ડ તોડ્યો, જાણીને ચોંકી જશો

Published By: Priykant Shrimali

Last Updated: 09:19 AM, 15 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Independence Day 2025 : લાલ કિલ્લા પરથી 12મીવાર PM મોદીનું ધ્વજવંદન, PM મોદીએ સૌથી લાંબા ભાષણમાં પોતાનો જ રેકોર્ડ તોડ્યો, જાણો એવું તે શું કર્યું ?

ADVERTISEMENT

Independence Day 2025 : આજે ભારત તેનો 79મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે ત્યારે PM મોદીએ લાલ કિલ્લાથી અનેક મોટી જાહેરાત કરી છે. મહત્વનું છે કે, દર વર્ષની જેમ આ વખતે પણ પ્રધાનમંત્રી લાલ કિલ્લા પર ધ્વજ ફરકાવ્યો હતો. આ સતત 12મી વાર હતું કે, PM મોદી લાલ કિલ્લાની પ્રાચીર પરથી ધ્વજને સલામી આપી છે. ધ્વજ ફરકાવ્યા પછી PM મોદી દેશને સંબોધિત કરી ભાષણ આપ્યું હતું. જોકે આજે PM મોદીએ સૌથી લાંબા ભાષણમાં પોતાનો જ રેકોર્ડ તોડ્યો છે. વાસ્તવમાં આજે PM મોદીએ 1 કલાક અને 44 મિનિટ એટલે કે 104 મિનિટનું સૌથી મોટું ભાષણ આપી નવો રેકોર્ડ પ્રસ્થાપિત કર્યો છે.

મહત્વનું છે કે, લાલ કિલ્લા પરથી દર વર્ષે સ્વતંત્રતા દિવસ પર આપવામાં આવતું પ્રધાનમંત્રીનું ભાષણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આખો દેશ તેને સાંભળે છે. આ દરમિયાન પ્રધાનમંત્રી દેશના ભવિષ્ય અને યોજનાઓ વિશે વાત કરે છે. લાલ કિલ્લાની પ્રાચીર પરથી સમગ્ર વિશ્વને સંદેશ પણ આપવામાં આવે છે. દર વર્ષે 15 ઑગસ્ટે જ્યારે ભારત પોતાનો સ્વતંત્રતા દિવસ ઉજવે છે ત્યારે દેશના પ્રધાનમંત્રી લાલ કિલ્લાની પ્રાચીર પરથી ત્રિરંગો ફરકાવીને રાષ્ટ્રને સંબોધે છે. એ ઘટના માત્ર એક રાષ્ટ્રીય પરંપરા નથી, પણ દેશની ગૌરવગાથાનું પ્રતિબિંબ છે.

લાલ કિલ્લા પરથી 12મીવાર PM મોદીનું ધ્વજવંદન

આ વર્ષ એટલે કે 2025માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 12મીવાર લાલ કિલ્લા પરથી ધ્વજ ફરકાવશે અને દેશને સંબોધશે. દરેક વખતે જેમ આ વર્ષે પણ દેશભરમાંથી કરોડો લોકો PM મોદીના ભાષણને જોઈ અને સાંભળી રહેશે. લાલ કિલ્લાની પ્રાચીર પરથી આપવામાં આવતું વડાપ્રધાનનું ભાષણ માત્ર રાષ્ટ્રીય જ નહીં પણ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ નજર રાખવામાં આવતું ઘટનાક્રમ છે જ્યાંથી દેશના વિકાસ, યોજના અને દિશાનો ર્દશન મળે છે.

મહત્વનું છે કે, આજના યુવાનો માટે આ જાણવું રસપ્રદ છે કે, પહેલીવાર લાલ કિલ્લા પરથી ત્રિરંગો 15 નહીં પરંતુ 16 ઑગસ્ટ 1947ના રોજ ફરકાવવામાં આવ્યો હતો. દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુએ સ્વતંત્ર ભારતના પ્રથમ દિવસે લાલ કિલ્લા પરથી ધ્વજ ફરકાવ્યો હતો. ત્યારથી આ પરંપરા અવિરત રીતે ચાલી રહી છે.

હવે જાણો સૌથી લાંબું ભાષણ કોણે આપ્યું?

લાલ કિલ્લા પરથી આપવામાં આવતી ભાષણોમાં PM નરેન્દ્ર મોદીનો રેકોર્ડ સૌથી આગળ છે/ 2024માં PM મોદીએ 98 મિનિટનું ભાષણ આપ્યું, જે આજ સુધીનું સૌથી લાંબું ભાષણ છે. પહેલાં તેઓએ 2016માં 96 મિનિટ અને 2023 તથા 2020માં 90 મિનિટનાં ભાષણો આપ્યા હતા. આથી તેમણે પૂર્વ વડાપ્રધાન પંડિત નેહરુ (72 મિનિટ, 1947) અને ઈન્દરકુમાર ગુજરાલ (71 મિનિટ, 1997)ના રેકોર્ડ તોડ્યા છે. જોકે આજે PM મોદીએ 1 કલાક અને 44 મિનિટ એટલે કે 104 મિનિટનું સૌથી મોટું ભાષણ આપી નવો રેકોર્ડ પ્રસ્થાપિત કર્યો છે.

આ પણ વાંચો : GSTને લઇ લાલ કિલ્લા પરથી PM મોદીનું સૌથી મોટું એલાન, દિવાળી સુધરી જશે!

સૌથી વધુ વખત ધ્વજવંદન કયા વડાપ્રધાને કર્યું?

પંડિત જવાહરલાલ નહેરુના નામે લાલ કિલ્લા પરથી સૌથી વધુ વખત ત્રિરંગો ફરકાવવાનો રેકોર્ડ છે. તેમણે કુલ 17 વખત જેમાંથી 15 વખત સતત ધ્વજ ફરકાવ્યો. આજ સુધી કોઈ પણ વડાપ્રધાન આ સંખ્યાની નજીક પણ પહોંચ્યો નથી. લાલ કિલ્લા પરથી PMનું ભાષણ માત્ર એક વાણીપ્રસાર નથી પણ તે દેશના ભાવિ નક્કી કરતો દસ્તાવેજ સમાન છે. દરેક વખતે PMના સંદેશા રાષ્ટ્ર માટે નવી આશા, નવી દિશા અને ઉર્જા લાવે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

15 August 2025 79th independence day 2025 India independence day

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ