ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / GSTને લઇ લાલ કિલ્લા પરથી PM મોદીનું સૌથી મોટું એલાન, દિવાળી સુધરી જશે!

મોટા સમાચાર / GSTને લઇ લાલ કિલ્લા પરથી PM મોદીનું સૌથી મોટું એલાન, દિવાળી સુધરી જશે!

Published By: Priykant Shrimali

Last Updated: 08:44 AM, 15 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Independence Day 2025 : 79માં સ્વતંત્રતા દિવસે દિલ્હીના લાલ કિલ્લાથી PM મોદીની સૌથી મોટી જાહેરાત, દિવાળી પર આપીશ મોટી ભેટ

ADVERTISEMENT

Independence Day 2025 : આજે 79માં સ્વતંત્રતા દિવસને લઈ સમગ્ર દેશમાં ઉત્સાહના માહોલ વચ્ચે આજે સવારે PM મોદીએ લાલ કિલ્લા પરથી ત્રિરંગો ફરકાવ્યો છે. મહત્વનું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત 12મા વર્ષે લાલ કિલ્લાની પ્રાચીર પરથી રાષ્ટ્રને સંબોધિત કર્યું હતું. આ દરમ્યાન PM મોદીએ સૌથી મોટી જાહેરાત કરી છે કે, હું દિવાળી પર દેશવાસીઓને મોટી ભેટ આપીશ. તેમણે કહ્યું કે, GST દરોમાં નોંધપાત્ર ઘટાડો થશે.

દિવાળી પર હું તમને ડબલ ભેટ આપીશ: PM મોદી

PM મોદીએ કહ્યું કે, અમે આગામી પેઢીના સુધારા માટે એક ટાસ્ક ફોર્સ બનાવવાનું નક્કી કર્યું છે. હવે અમારો ઉદ્દેશ્ય તમામ પ્રકારના સુધારા લાવવાનો છે. હું આ દિવાળી પર તમારા માટે બેવડી દિવાળી ઉજવવા જઈ રહ્યો છું. દેશવાસીઓને એક મોટી ભેટ મળવા જઈ રહી છે. સમયની માંગ છે કે,GST દરોની સમીક્ષા કરવામાં આવે. અમે નવી પેઢીના GST સુધારા લાવી રહ્યા છીએ. સામાન્ય લોકો માટે કર ઘટાડવામાં આવશે. GST દરોમાં ભારે ઘટાડો કરવામાં આવશે.

આ મહાન પર્વ 140 કરોડ દેશવાસીઓનો સંકલ્પ છે: પીએમ મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લાની પ્રાચીર પરથી સતત 12મી વખત ત્રિરંગો ફરકાવ્યો છે. લાલ કિલ્લાની પ્રાચીર પરથી ત્રિરંગો ફરકાવ્યા બાદ પીએમ મોદી રાષ્ટ્રને સંબોધિત કરી રહ્યા છે. રાષ્ટ્રને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે આજે 140 કરોડ દેશવાસીઓ ત્રિરંગાના રંગોમાં રંગાયેલા છે. ભારતના દરેક ખૂણામાંથી, પછી તે રણ હોય કે હિમાલયના શિખરો, દરિયા કિનારા હોય કે ગીચ વસ્તીવાળા વિસ્તારો બધે જ ફક્ત એક જ ગુંજ છે, એક જ જ્ય્કારો છે - આપણી પ્રાણથી પણ પ્રિય માતૃભૂમિનું જયગાન છે.

આ પણ વાંચો : PM મોદીએ લાલ કિલ્લા પરથી ફરકાવ્યો રાષ્ટ્રધ્વજ, કહ્યું 'સ્વતંત્રતાનો આ મહાન પર્વ 140 સંકલ્પોનો ઉત્સવ'

આપણે ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીને સાચી શ્રદ્ધાંજલિ આપી: પીએમ મોદી

દેશને સંબોધિત કરતી વખતે પીએમ મોદીએ કહ્યું કે સ્વતંત્રતાનો તહેવાર સંકલ્પોનો તહેવાર છે. દેશ એકતાની ભાવનાને મજબૂત બનાવી રહ્યો છે. બંધારણ દીવાદાંડી બનીને દેશને પ્રકાશ આપી રહ્યું છે. આ સામૂહિક સિદ્ધિઓનો તહેવાર છે. આજે લાલ કિલ્લા પર ઘણા ખાસ મહાનુભાવો હાજર છે. આપણે કલમ 370 ની દિવાલ તોડીને ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીને સાચી શ્રદ્ધાંજલિ આપી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Independence Day 2025 79th independence day PM Modi

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ