ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / Video: વાળ ખેંચ્યા, લાતો મારી, ઇન્દોરમાં રસ્તા વચ્ચોવચ યુવતીઓએ કરી છુટ્ટા હાથની મારામારી

Viral / Video: વાળ ખેંચ્યા, લાતો મારી, ઇન્દોરમાં રસ્તા વચ્ચોવચ યુવતીઓએ કરી છુટ્ટા હાથની મારામારી

Last Updated: 09:00 AM, 21 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઇન્દોર શહેરના વિજય નગર વિસ્તારમાં બે છોકરીઓ વચ્ચે જાહેરમાં થયેલી લડાઈનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો છે. આ ઘટના પછી પોલીસ કાર્યવાહીમાં પ્રવૃત્ત થઇ છે અને તપાસ શરૂ કરી દીધી છે.

ADVERTISEMENT

મધ્ય પ્રદેશના ઇન્દોર શહેરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. વિજય નગર પોલીસ સ્ટેશન વિસ્તારના C21 મોલ અને મલ્હાર મોલ વચ્ચેના રસ્તા પર છોકરીઓ વચ્ચે થયેલી ઉગ્ર લડાઈનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે છોકરીઓ રસ્તા પર ઊભા લોકોને નજરઅંદાજ કરીને એકબીજા સાથે ઘરસામો કરી રહી છે. બન્ને વચ્ચે થયેલી આ ફિઝિકલ ફાઈટ જોઈને આસપાસ હાજર લોકો પણ હેરાન થઇ ગયા હતા.

viral-2

આ લડાઈ એટલી વધારે ઉગ્ર બની ગઈ હતી કે ત્યાં હાજર લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી. જોકે, કઈક દુર્ઘટના ન બને એ માટે આસપાસના લોકોએ હિંમત કરી અને છોકરીઓ વચ્ચે ચાલી રહેલી લડાઈ રોકાવવાનો પ્રયાસ કર્યો. આખરે લોકોની મધ્યસ્થતાથી પરિસ્થિતિ શાંત થઈ.

app promo1

વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ પોલિસ ઘટના સ્થળે આવી. બબાલમાં જે છોકરીઓ હતી તેઓ વિજય નગર પોલીસ સ્ટેશન પહોંચી હતી અને અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ હુમલો કરવાની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે તાત્કાલિક FIR નોંધાવી અને તપાસ શરૂ કરી.

આ પણ વાંચો : મુંબઈમાં ભારે વરસાદ, જાહેર કરાયું એલર્ટ, આ રાજ્યોમાં પણ વરસાદની આગાહી

પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જે જણાવ્યું કે તેઓ હાલમાં આ ઘટના સ્થળની આસપાસ લગાવેલા CCTV કેમેરાના ફૂટેજ ચકાસી રહ્યા છે. વીડિયોના આધારે અને ટેકનિકલ પુરાવાઓના સહારે આરોપીઓની ઓળખ કરવામાં આવી રહી છે. પોલીસનું કહેવું છે કે તેઓ પીડિત છોકરીઓના નિવેદન પણ નોંધાવી રહ્યા છે અને દરેક દ્રષ્ટિકોણથી તપાસ ચલાવી રહ્યા છે. તપાસ પૂર્ણ થયા બાદ દોષિત વ્યક્તિઓ સામે કડક અને યોગ્ય કાયદેસર પગલાં લેવામાં આવશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Indore girls fight Vijay Nagar fight viral video Indore
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ